< ଫିଲିପିନଃ 2 >

1 ଖ୍ରୀଷ୍ଟାଦ୍ ଯଦି କିମପି ସାନ୍ତ୍ୱନଂ କଶ୍ଚିତ୍ ପ୍ରେମଜାତୋ ହର୍ଷଃ କିଞ୍ଚିଦ୍ ଆତ୍ମନଃ ସମଭାଗିତ୍ୱଂ କାଚିଦ୍ ଅନୁକମ୍ପା କୃପା ୱା ଜାଯତେ ତର୍ହି ଯୂଯଂ ମମାହ୍ଲାଦଂ ପୂରଯନ୍ତ
માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની અનુકંપા તથા કરુણા હોય,
2 ଏକଭାୱା ଏକପ୍ରେମାଣ ଏକମନସ ଏକଚେଷ୍ଟାଶ୍ଚ ଭୱତ|
તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક હૃદયના થાઓ.
3 ୱିରୋଧାଦ୍ ଦର୍ପାଦ୍ ୱା କିମପି ମା କୁରୁତ କିନ୍ତୁ ନମ୍ରତଯା ସ୍ୱେଭ୍ୟୋଽପରାନ୍ ୱିଶିଷ୍ଟାନ୍ ମନ୍ୟଧ୍ୱଂ|
પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.
4 କେୱଲମ୍ ଆତ୍ମହିତାଯ ନ ଚେଷ୍ଟମାନାଃ ପରହିତାଯାପି ଚେଷ୍ଟଧ୍ୱଂ|
તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.
5 ଖ୍ରୀଷ୍ଟସ୍ୟ ଯୀଶୋ ର୍ୟାଦୃଶଃ ସ୍ୱଭାୱୋ ଯୁଷ୍ମାକମ୍ ଅପି ତାଦୃଶୋ ଭୱତୁ|
ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો
6 ସ ଈଶ୍ୱରରୂପୀ ସନ୍ ସ୍ୱକୀଯାମ୍ ଈଶ୍ୱରତୁଲ୍ୟତାଂ ଶ୍ଲାଘାସ୍ପଦଂ ନାମନ୍ୟତ,
પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ,
7 କିନ୍ତୁ ସ୍ୱଂ ଶୂନ୍ୟଂ କୃତ୍ୱା ଦାସରୂପୀ ବଭୂୱ ନରାକୃତିଂ ଲେଭେ ଚ|
પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા;
8 ଇତ୍ଥଂ ନରମୂର୍ତ୍ତିମ୍ ଆଶ୍ରିତ୍ୟ ନମ୍ରତାଂ ସ୍ୱୀକୃତ୍ୟ ମୃତ୍ୟୋରର୍ଥତଃ କ୍ରୁଶୀଯମୃତ୍ୟୋରେୱ ଭୋଗାଯାଜ୍ଞାଗ୍ରାହୀ ବଭୂୱ|
અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.
9 ତତ୍କାରଣାଦ୍ ଈଶ୍ୱରୋଽପି ତଂ ସର୍ୱ୍ୱୋନ୍ନତଂ ଚକାର ଯଚ୍ଚ ନାମ ସର୍ୱ୍ୱେଷାଂ ନାମ୍ନାଂ ଶ୍ରେଷ୍ଠଂ ତଦେୱ ତସ୍ମୈ ଦଦୌ,
તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે,
10 ତତସ୍ତସ୍ମୈ ଯୀଶୁନାମ୍ନେ ସ୍ୱର୍ଗମର୍ତ୍ୟପାତାଲସ୍ଥିତୈଃ ସର୍ୱ୍ୱୈ ର୍ଜାନୁପାତଃ କର୍ତ୍ତୱ୍ୟଃ,
૧૦સ્વર્ગમાંના, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે;
11 ତାତସ୍ଥେଶ୍ୱରସ୍ୟ ମହିମ୍ନେ ଚ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଃ ପ୍ରଭୁରିତି ଜିହ୍ୱାଭିଃ ସ୍ୱୀକର୍ତ୍ତୱ୍ୟଂ|
૧૧અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.
12 ଅତୋ ହେ ପ୍ରିଯତମାଃ, ଯୁଷ୍ମାଭି ର୍ୟଦ୍ୱତ୍ ସର୍ୱ୍ୱଦା କ୍ରିଯତେ ତଦ୍ୱତ୍ କେୱଲେ ମମୋପସ୍ଥିତିକାଲେ ତନ୍ନହି କିନ୍ତ୍ୱିଦାନୀମ୍ ଅନୁପସ୍ଥିତେଽପି ମଯି ବହୁତରଯତ୍ନେନାଜ୍ଞାଂ ଗୃହୀତ୍ୱା ଭଯକମ୍ପାଭ୍ୟାଂ ସ୍ୱସ୍ୱପରିତ୍ରାଣଂ ସାଧ୍ୟତାଂ|
૧૨તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો.
13 ଯତ ଈଶ୍ୱର ଏୱ ସ୍ୱକୀଯାନୁରୋଧାଦ୍ ଯୁଷ୍ମନ୍ମଧ୍ୟେ ମନସ୍କାମନାଂ କର୍ମ୍ମସିଦ୍ଧିଞ୍ଚ ୱିଦଧାତି|
૧૩કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે, તે તો ઈશ્વર છે.
14 ଯୂଯଂ କଲହୱିୱାଦର୍ୱିଜତମ୍ ଆଚାରଂ କୁର୍ୱ୍ୱନ୍ତୋଽନିନ୍ଦନୀଯା ଅକୁଟିଲା
૧૪બડબડાટ તથા તકરાર વગર બધું કરો
15 ଈଶ୍ୱରସ୍ୟ ନିଷ୍କଲଙ୍କାଶ୍ଚ ସନ୍ତାନାଇୱ ୱକ୍ରଭାୱାନାଂ କୁଟିଲାଚାରିଣାଞ୍ଚ ଲୋକାନାଂ ମଧ୍ୟେ ତିଷ୍ଠତ,
૧૫કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો.
16 ଯତସ୍ତେଷାଂ ମଧ୍ୟେ ଯୂଯଂ ଜୀୱନୱାକ୍ୟଂ ଧାରଯନ୍ତୋ ଜଗତୋ ଦୀପକା ଇୱ ଦୀପ୍ୟଧ୍ୱେ| ଯୁଷ୍ମାଭିସ୍ତଥା କୃତେ ମମ ଯତ୍ନଃ ପରିଶ୍ରମୋ ୱା ନ ନିଷ୍ଫଲୋ ଜାତ ଇତ୍ୟହଂ ଖ୍ରୀଷ୍ଟସ୍ୟ ଦିନେ ଶ୍ଲାଘାଂ କର୍ତ୍ତୁଂ ଶକ୍ଷ୍ୟାମି|
૧૬જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.
17 ଯୁଷ୍ମାକଂ ୱିଶ୍ୱାସାର୍ଥକାଯ ବଲିଦାନାଯ ସେୱନାଯ ଚ ଯଦ୍ୟପ୍ୟହଂ ନିୱେଦିତୱ୍ୟୋ ଭୱେଯଂ ତଥାପି ତେନାନନ୍ଦାମି ସର୍ୱ୍ୱେଷାଂ ଯୁଷ୍ମାକମ୍ ଆନନ୍ଦସ୍ୟାଂଶୀ ଭୱାମି ଚ|
૧૭પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ.
18 ତଦ୍ୱଦ୍ ଯୂଯମପ୍ୟାନନ୍ଦତ ମଦୀଯାନନ୍ଦସ୍ୟାଂଶିନୋ ଭୱତ ଚ|
૧૮એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.
19 ଯୁଷ୍ମାକମ୍ ଅୱସ୍ଥାମ୍ ଅୱଗତ୍ୟାହମପି ଯତ୍ ସାନ୍ତ୍ୱନାଂ ପ୍ରାପ୍ନୁଯାଂ ତଦର୍ଥଂ ତୀମଥିଯଂ ତ୍ୱରଯା ଯୁଷ୍ମତ୍ସମୀପଂ ପ୍ରେଷଯିଷ୍ୟାମୀତି ପ୍ରଭୌ ପ୍ରତ୍ୟାଶାଂ କୁର୍ୱ୍ୱେ|
૧૯પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય.
20 ଯଃ ସତ୍ୟରୂପେଣ ଯୁଷ୍ମାକଂ ହିତଂ ଚିନ୍ତଯତି ତାଦୃଶ ଏକଭାୱସ୍ତସ୍ମାଦନ୍ୟଃ କୋଽପି ମମ ସନ୍ନିଧୌ ନାସ୍ତି|
૨૦કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી.
21 ଯତୋଽପରେ ସର୍ୱ୍ୱେ ଯୀଶୋଃ ଖ୍ରୀଷ୍ଟସ୍ୟ ୱିଷଯାନ୍ ନ ଚିନ୍ତଯନ୍ତ ଆତ୍ମୱିଷଯାନ୍ ଚିନ୍ତଯନ୍ତି|
૨૧કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.
22 କିନ୍ତୁ ତସ୍ୟ ପରୀକ୍ଷିତତ୍ୱଂ ଯୁଷ୍ମାଭି ର୍ଜ୍ଞାଯତେ ଯତଃ ପୁତ୍ରୋ ଯାଦୃକ୍ ପିତୁଃ ସହକାରୀ ଭୱତି ତଥୈୱ ସୁସଂୱାଦସ୍ୟ ପରିଚର୍ୟ୍ୟାଯାଂ ସ ମମ ସହକାରୀ ଜାତଃ|
૨૨પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તા ના પ્રસાર ને માટે મારી સાથે સેવા કરી.
23 ଅତଏୱ ମମ ଭାୱିଦଶାଂ ଜ୍ଞାତ୍ୱା ତତ୍କ୍ଷଣାତ୍ ତମେୱ ପ୍ରେଷଯିତୁଂ ପ୍ରତ୍ୟାଶାଂ କୁର୍ୱ୍ୱେ
૨૩એ માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ;
24 ସ୍ୱଯମ୍ ଅହମପି ତୂର୍ଣଂ ଯୁଷ୍ମତ୍ସମୀପଂ ଗମିଷ୍ୟାମୀତ୍ୟାଶାଂ ପ୍ରଭୁନା କୁର୍ୱ୍ୱେ|
૨૪વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ.
25 ଅପରଂ ଯ ଇପାଫ୍ରଦୀତୋ ମମ ଭ୍ରାତା କର୍ମ୍ମଯୁଦ୍ଧାଭ୍ୟାଂ ମମ ସହାଯଶ୍ଚ ଯୁଷ୍ମାକଂ ଦୂତୋ ମଦୀଯୋପକାରାଯ ପ୍ରତିନିଧିଶ୍ଚାସ୍ତି ଯୁଷ୍ମତ୍ସମୀପେ ତସ୍ୟ ପ୍ରେଷଣମ୍ ଆୱଶ୍ୟକମ୍ ଅମନ୍ୟେ|
૨૫તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ;
26 ଯତଃ ସ ଯୁଷ୍ମାନ୍ ସର୍ୱ୍ୱାନ୍ ଅକାଙ୍କ୍ଷତ ଯୁଷ୍ମାଭିସ୍ତସ୍ୟ ରୋଗସ୍ୟ ୱାର୍ତ୍ତାଶ୍ରାୱୀତି ବୁଦ୍ଧ୍ୱା ପର୍ୟ୍ୟଶୋଚଚ୍ଚ|
૨૬કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે;
27 ସ ପୀଡଯା ମୃତକଲ୍ପୋଽଭୱଦିତି ସତ୍ୟଂ କିନ୍ତ୍ୱୀଶ୍ୱରସ୍ତଂ ଦଯିତୱାନ୍ ମମ ଚ ଦୁଃଖାତ୍ ପରଂ ପୁନର୍ଦୁଃଖଂ ଯନ୍ନ ଭୱେତ୍ ତଦର୍ଥଂ କେୱଲଂ ତଂ ନ ଦଯିତ୍ୱା ମାମପି ଦଯିତୱାନ୍|
૨૭તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.
28 ଅତଏୱ ଯୂଯଂ ତଂ ୱିଲୋକ୍ୟ ଯତ୍ ପୁନରାନନ୍ଦେତ ମମାପି ଦୁଃଖସ୍ୟ ହ୍ରାସୋ ଯଦ୍ ଭୱେତ୍ ତଦର୍ଥମ୍ ଅହଂ ତ୍ୱରଯା ତମ୍ ଅପ୍ରେଷଯଂ|
૨૮તમે તેને જોઈને ફરીથી ખુશ થાઓ અને મારું દુઃખ પણ ઓછું થાય, માટે મેં ખૂબ ઉતાવળે તેને મોકલ્યો.
29 ଅତୋ ଯୂଯଂ ପ୍ରଭୋଃ କୃତେ ସମ୍ପୂର୍ଣେନାନନ୍ଦେନ ତଂ ଗୃହ୍ଲୀତ ତାଦୃଶାନ୍ ଲୋକାଂଶ୍ଚାଦରଣୀଯାନ୍ ମନ୍ୟଧ୍ୱଂ|
૨૯માટે તમે પૂર્ણ આનંદથી પ્રભુને નામે તેનો આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો;
30 ଯତୋ ମମ ସେୱନେ ଯୁଷ୍ମାକଂ ତ୍ରୁଟିଂ ପୂରଯିତୁଂ ସ ପ୍ରାଣାନ୍ ପଣୀକୃତ୍ୟ ଖ୍ରୀଷ୍ଟସ୍ୟ କାର୍ୟ୍ୟାର୍ଥଂ ମୃତପ୍ରାଯେଽଭୱତ୍|
૩૦કેમ કે ખ્રિસ્તનાં કામને માટે તે મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.

< ଫିଲିପିନଃ 2 >