< ಲೂಕಃ 23 >

1 ತತಃ ಸಭಾಸ್ಥಾಃ ಸರ್ವ್ವಲೋಕಾ ಉತ್ಥಾಯ ತಂ ಪೀಲಾತಸಮ್ಮುಖಂ ನೀತ್ವಾಪ್ರೋದ್ಯ ವಕ್ತುಮಾರೇಭಿರೇ,
અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઈ ગયા.
2 ಸ್ವಮಭಿಷಿಕ್ತಂ ರಾಜಾನಂ ವದನ್ತಂ ಕೈಮರರಾಜಾಯ ಕರದಾನಂ ನಿಷೇಧನ್ತಂ ರಾಜ್ಯವಿಪರ್ಯ್ಯಯಂ ಕುರ್ತ್ತುಂ ಪ್ರವರ್ತ್ತಮಾನಮ್ ಏನ ಪ್ರಾಪ್ತಾ ವಯಂ|
અને તેઓ તેમના પર એવો આરોપ મૂકવા લાગ્યા કે, ‘અમને એવું માલૂમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસાર રાજાને કર આપવાની મના કરે છે, અને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત એક રાજા છું.’”
3 ತದಾ ಪೀಲಾತಸ್ತಂ ಪೃಷ್ಟವಾನ್ ತ್ವಂ ಕಿಂ ಯಿಹೂದೀಯಾನಾಂ ರಾಜಾ? ಸ ಪ್ರತ್ಯುವಾಚ ತ್ವಂ ಸತ್ಯಮುಕ್ತವಾನ್|
અને પિલાતે ઈસુને પૂછ્યું, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, ‘તમે કહો છો તે બરાબર છે.’”
4 ತದಾ ಪೀಲಾತಃ ಪ್ರಧಾನಯಾಜಕಾದಿಲೋಕಾನ್ ಜಗಾದ್, ಅಹಮೇತಸ್ಯ ಕಮಪ್ಯಪರಾಧಂ ನಾಪ್ತವಾನ್|
અને પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, ‘આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.’”
5 ತತಸ್ತೇ ಪುನಃ ಸಾಹಮಿನೋ ಭೂತ್ವಾವದನ್, ಏಷ ಗಾಲೀಲ ಏತತ್ಸ್ಥಾನಪರ್ಯ್ಯನ್ತೇ ಸರ್ವ್ವಸ್ಮಿನ್ ಯಿಹೂದಾದೇಶೇ ಸರ್ವ್ವಾಲ್ಲೋಕಾನುಪದಿಶ್ಯ ಕುಪ್ರವೃತ್ತಿಂ ಗ್ರಾಹೀತವಾನ್|
પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, ‘ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં ઈસુ બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.’”
6 ತದಾ ಪೀಲಾತೋ ಗಾಲೀಲಪ್ರದೇಶಸ್ಯ ನಾಮ ಶ್ರುತ್ವಾ ಪಪ್ರಚ್ಛ, ಕಿಮಯಂ ಗಾಲೀಲೀಯೋ ಲೋಕಃ?
પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, ‘આ માણસ ગાલીલના છે?’”
7 ತತಃ ಸ ಗಾಲೀಲ್ಪ್ರದೇಶೀಯಹೇರೋದ್ರಾಜಸ್ಯ ತದಾ ಸ್ಥಿತೇಸ್ತಸ್ಯ ಸಮೀಪೇ ಯೀಶುಂ ಪ್ರೇಷಯಾಮಾಸ|
અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો.
8 ತದಾ ಹೇರೋದ್ ಯೀಶುಂ ವಿಲೋಕ್ಯ ಸನ್ತುತೋಷ, ಯತಃ ಸ ತಸ್ಯ ಬಹುವೃತ್ತಾನ್ತಶ್ರವಣಾತ್ ತಸ್ಯ ಕಿಞಿಚದಾಶ್ಚರ್ಯ್ಯಕರ್ಮ್ಮ ಪಶ್ಯತಿ ಇತ್ಯಾಶಾಂ ಕೃತ್ವಾ ಬಹುಕಾಲಮಾರಭ್ಯ ತಂ ದ್ರಷ್ಟುಂ ಪ್ರಯಾಸಂ ಕೃತವಾನ್|
હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણાં દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને તેના દેખતા તે કંઈ ચમત્કારિક ચિહ્ન કરશે એવી આશા તે રાખતો હતો.
9 ತಸ್ಮಾತ್ ತಂ ಬಹುಕಥಾಃ ಪಪ್ರಚ್ಛ ಕಿನ್ತು ಸ ತಸ್ಯ ಕಸ್ಯಾಪಿ ವಾಕ್ಯಸ್ಯ ಪ್ರತ್ಯುತ್ತರಂ ನೋವಾಚ|
હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ.
10 ಅಥ ಪ್ರಧಾನಯಾಜಕಾ ಅಧ್ಯಾಪಕಾಶ್ಚ ಪ್ರೋತ್ತಿಷ್ಠನ್ತಃ ಸಾಹಸೇನ ತಮಪವದಿತುಂ ಪ್ರಾರೇಭಿರೇ|
૧૦અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર આવેશથી આરોપ મૂકતા હતા.
11 ಹೇರೋದ್ ತಸ್ಯ ಸೇನಾಗಣಶ್ಚ ತಮವಜ್ಞಾಯ ಉಪಹಾಸತ್ವೇನ ರಾಜವಸ್ತ್ರಂ ಪರಿಧಾಪ್ಯ ಪುನಃ ಪೀಲಾತಂ ಪ್ರತಿ ತಂ ಪ್ರಾಹಿಣೋತ್|
૧૧અને હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને રાજવી વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા.
12 ಪೂರ್ವ್ವಂ ಹೇರೋದ್ಪೀಲಾತಯೋಃ ಪರಸ್ಪರಂ ವೈರಭಾವ ಆಸೀತ್ ಕಿನ್ತು ತದ್ದಿನೇ ದ್ವಯೋ ರ್ಮೇಲನಂ ಜಾತಮ್|
૧૨અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા.
13 ಪಶ್ಚಾತ್ ಪೀಲಾತಃ ಪ್ರಧಾನಯಾಜಕಾನ್ ಶಾಸಕಾನ್ ಲೋಕಾಂಶ್ಚ ಯುಗಪದಾಹೂಯ ಬಭಾಷೇ,
૧૩અને પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને સમૂહમાં બોલાવીને
14 ರಾಜ್ಯವಿಪರ್ಯ್ಯಯಕಾರಕೋಯಮ್ ಇತ್ಯುಕ್ತ್ವಾ ಮನುಷ್ಯಮೇನಂ ಮಮ ನಿಕಟಮಾನೈಷ್ಟ ಕಿನ್ತು ಪಶ್ಯತ ಯುಷ್ಮಾಕಂ ಸಮಕ್ಷಮ್ ಅಸ್ಯ ವಿಚಾರಂ ಕೃತ್ವಾಪಿ ಪ್ರೋಕ್ತಾಪವಾದಾನುರೂಪೇಣಾಸ್ಯ ಕೋಪ್ಯಪರಾಧಃ ಸಪ್ರಮಾಣೋ ನ ಜಾತಃ,
૧૪તેઓને કહ્યું કે, ‘આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી.
15 ಯೂಯಞ್ಚ ಹೇರೋದಃ ಸನ್ನಿಧೌ ಪ್ರೇಷಿತಾ ಮಯಾ ತತ್ರಾಸ್ಯ ಕೋಪ್ಯಪರಾಧಸ್ತೇನಾಪಿ ನ ಪ್ರಾಪ್ತಃ| ಪಶ್ಯತಾನೇನ ವಧಹೇತುಕಂ ಕಿಮಪಿ ನಾಪರಾದ್ಧಂ|
૧૫તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી.
16 ತಸ್ಮಾದೇನಂ ತಾಡಯಿತ್ವಾ ವಿಹಾಸ್ಯಾಮಿ|
૧૬માટે હું તેમને શિક્ષા કરીને છોડી દઈશ.’”
17 ತತ್ರೋತ್ಸವೇ ತೇಷಾಮೇಕೋ ಮೋಚಯಿತವ್ಯಃ|
૧૭હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો.
18 ಇತಿ ಹೇತೋಸ್ತೇ ಪ್ರೋಚ್ಚೈರೇಕದಾ ಪ್ರೋಚುಃ, ಏನಂ ದೂರೀಕೃತ್ಯ ಬರಬ್ಬಾನಾಮಾನಂ ಮೋಚಯ|
૧૮પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, ‘ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.’”
19 ಸ ಬರಬ್ಬಾ ನಗರ ಉಪಪ್ಲವವಧಾಪರಾಧಾಭ್ಯಾಂ ಕಾರಾಯಾಂ ಬದ್ಧ ಆಸೀತ್|
૧૯એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો.
20 ಕಿನ್ತು ಪೀಲಾತೋ ಯೀಶುಂ ಮೋಚಯಿತುಂ ವಾಞ್ಛನ್ ಪುನಸ್ತಾನುವಾಚ|
૨૦ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો.
21 ತಥಾಪ್ಯೇನಂ ಕ್ರುಶೇ ವ್ಯಧ ಕ್ರುಶೇ ವ್ಯಧೇತಿ ವದನ್ತಸ್ತೇ ರುರುವುಃ|
૨૧પણ તેઓએ પોકારીને કહ્યું કે, ‘એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.’”
22 ತತಃ ಸ ತೃತೀಯವಾರಂ ಜಗಾದ ಕುತಃ? ಸ ಕಿಂ ಕರ್ಮ್ಮ ಕೃತವಾನ್? ನಾಹಮಸ್ಯ ಕಮಪಿ ವಧಾಪರಾಧಂ ಪ್ರಾಪ್ತಃ ಕೇವಲಂ ತಾಡಯಿತ್ವಾಮುಂ ತ್ಯಜಾಮಿ|
૨૨અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખોટું કર્યું છે? તેમનાંમાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી; માટે હું તેને થોડી શિક્ષા કરીને મુક્ત કરી દઈશ.’”
23 ತಥಾಪಿ ತೇ ಪುನರೇನಂ ಕ್ರುಶೇ ವ್ಯಧ ಇತ್ಯುಕ್ತ್ವಾ ಪ್ರೋಚ್ಚೈರ್ದೃಢಂ ಪ್ರಾರ್ಥಯಾಞ್ಚಕ್ರಿರೇ;
૨૩પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે ‘તેમને વધસ્તંભે જડાવો.’ અને છેવટે તેઓના ધાર્યા પ્રમાણે તેઓએ તેને મનાવ્યો.
24 ತತಃ ಪ್ರಧಾನಯಾಜಕಾದೀನಾಂ ಕಲರವೇ ಪ್ರಬಲೇ ಸತಿ ತೇಷಾಂ ಪ್ರಾರ್ಥನಾರೂಪಂ ಕರ್ತ್ತುಂ ಪೀಲಾತ ಆದಿದೇಶ|
૨૪અને પિલાતે ફેંસલો કર્યો કે ‘તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.’”
25 ರಾಜದ್ರೋಹವಧಯೋರಪರಾಧೇನ ಕಾರಾಸ್ಥಂ ಯಂ ಜನಂ ತೇ ಯಯಾಚಿರೇ ತಂ ಮೋಚಯಿತ್ವಾ ಯೀಶುಂ ತೇಷಾಮಿಚ್ಛಾಯಾಂ ಸಮಾರ್ಪಯತ್|
૨૫અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.
26 ಅಥ ತೇ ಯೀಶುಂ ಗೃಹೀತ್ವಾ ಯಾನ್ತಿ, ಏತರ್ಹಿ ಗ್ರಾಮಾದಾಗತಂ ಶಿಮೋನನಾಮಾನಂ ಕುರೀಣೀಯಂ ಜನಂ ಧೃತ್ವಾ ಯೀಶೋಃ ಪಶ್ಚಾನ್ನೇತುಂ ತಸ್ಯ ಸ್ಕನ್ಧೇ ಕ್ರುಶಮರ್ಪಯಾಮಾಸುಃ|
૨૬અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહાર ગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.
27 ತತೋ ಲೋಕಾರಣ್ಯಮಧ್ಯೇ ಬಹುಸ್ತ್ರಿಯೋ ರುದತ್ಯೋ ವಿಲಪನ್ತ್ಯಶ್ಚ ಯೀಶೋಃ ಪಶ್ಚಾದ್ ಯಯುಃ|
૨૭લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુની પાછળ પાછળ ચાલતા હતા.
28 ಕಿನ್ತು ಸ ವ್ಯಾಘುಟ್ಯ ತಾ ಉವಾಚ, ಹೇ ಯಿರೂಶಾಲಮೋ ನಾರ್ಯ್ಯೋ ಯುಯಂ ಮದರ್ಥಂ ನ ರುದಿತ್ವಾ ಸ್ವಾರ್ಥಂ ಸ್ವಾಪತ್ಯಾರ್ಥಞ್ಚ ರುದಿತಿ;
૨૮પણ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, ‘યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા તમારા બાળકોને માટે રડો.
29 ಪಶ್ಯತ ಯಃ ಕದಾಪಿ ಗರ್ಭವತ್ಯೋ ನಾಭವನ್ ಸ್ತನ್ಯಞ್ಚ ನಾಪಾಯಯನ್ ತಾದೃಶೀ ರ್ವನ್ಧ್ಯಾ ಯದಾ ಧನ್ಯಾ ವಕ್ಷ್ಯನ್ತಿ ಸ ಕಾಲ ಆಯಾತಿ|
૨૯કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ: સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.’”
30 ತದಾ ಹೇ ಶೈಲಾ ಅಸ್ಮಾಕಮುಪರಿ ಪತತ, ಹೇ ಉಪಶೈಲಾ ಅಸ್ಮಾನಾಚ್ಛಾದಯತ ಕಥಾಮೀದೃಶೀಂ ಲೋಕಾ ವಕ್ಷ್ಯನ್ತಿ|
૩૦ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરીઓને કહેશે કે, અમને ઢાંકી દો.’”
31 ಯತಃ ಸತೇಜಸಿ ಶಾಖಿನಿ ಚೇದೇತದ್ ಘಟತೇ ತರ್ಹಿ ಶುಷ್ಕಶಾಖಿನಿ ಕಿಂ ನ ಘಟಿಷ್ಯತೇ?
૩૧કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરશે?
32 ತದಾ ತೇ ಹನ್ತುಂ ದ್ವಾವಪರಾಧಿನೌ ತೇನ ಸಾರ್ದ್ಧಂ ನಿನ್ಯುಃ|
૩૨બીજા બે માણસ, જે ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારુ તેમની સાથે લઈ જતા હતા.
33 ಅಪರಂ ಶಿರಃಕಪಾಲನಾಮಕಸ್ಥಾನಂ ಪ್ರಾಪ್ಯ ತಂ ಕ್ರುಶೇ ವಿವಿಧುಃ; ತದ್ದ್ವಯೋರಪರಾಧಿನೋರೇಕಂ ತಸ್ಯ ದಕ್ಷಿಣೋ ತದನ್ಯಂ ವಾಮೇ ಕ್ರುಶೇ ವಿವಿಧುಃ|
૩૩ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યાં.
34 ತದಾ ಯೀಶುರಕಥಯತ್, ಹೇ ಪಿತರೇತಾನ್ ಕ್ಷಮಸ್ವ ಯತ ಏತೇ ಯತ್ ಕರ್ಮ್ಮ ಕುರ್ವ್ವನ್ತಿ ತನ್ ನ ವಿದುಃ; ಪಶ್ಚಾತ್ತೇ ಗುಟಿಕಾಪಾತಂ ಕೃತ್ವಾ ತಸ್ಯ ವಸ್ತ್ರಾಣಿ ವಿಭಜ್ಯ ಜಗೃಹುಃ|
૩૪ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.
35 ತತ್ರ ಲೋಕಸಂಘಸ್ತಿಷ್ಠನ್ ದದರ್ಶ; ತೇ ತೇಷಾಂ ಶಾಸಕಾಶ್ಚ ತಮುಪಹಸ್ಯ ಜಗದುಃ, ಏಷ ಇತರಾನ್ ರಕ್ಷಿತವಾನ್ ಯದೀಶ್ವರೇಣಾಭಿರುಚಿತೋ ಽಭಿಷಿಕ್ತಸ್ತ್ರಾತಾ ಭವತಿ ತರ್ಹಿ ಸ್ವಮಧುನಾ ರಕ್ಷತು|
૩૫લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, ‘તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.’”
36 ತದನ್ಯಃ ಸೇನಾಗಣಾ ಏತ್ಯ ತಸ್ಮೈ ಅಮ್ಲರಸಂ ದತ್ವಾ ಪರಿಹಸ್ಯ ಪ್ರೋವಾಚ,
૩૬સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા,
37 ಚೇತ್ತ್ವಂ ಯಿಹೂದೀಯಾನಾಂ ರಾಜಾಸಿ ತರ್ಹಿ ಸ್ವಂ ರಕ್ಷ|
૩૭અને કહ્યું કે, ‘જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.’”
38 ಯಿಹೂದೀಯಾನಾಂ ರಾಜೇತಿ ವಾಕ್ಯಂ ಯೂನಾನೀಯರೋಮೀಯೇಬ್ರೀಯಾಕ್ಷರೈ ರ್ಲಿಖಿತಂ ತಚ್ಛಿರಸ ಊರ್ದ್ಧ್ವೇಽಸ್ಥಾಪ್ಯತ|
૩૮તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓના રાજા છે.
39 ತದೋಭಯಪಾರ್ಶ್ವಯೋ ರ್ವಿದ್ಧೌ ಯಾವಪರಾಧಿನೌ ತಯೋರೇಕಸ್ತಂ ವಿನಿನ್ದ್ಯ ಬಭಾಷೇ, ಚೇತ್ತ್ವಮ್ ಅಭಿಷಿಕ್ತೋಸಿ ತರ್ಹಿ ಸ್ವಮಾವಾಞ್ಚ ರಕ್ಷ|
૩૯તેમની સાથે લટકાયેલા ગુનેગારોમાંના એકે તેમનું અપમાન કરીને કહ્યું કે, ‘શું તમે ખ્રિસ્ત નથી? તમે પોતાને તથા અમને બચાવો.’”
40 ಕಿನ್ತ್ವನ್ಯಸ್ತಂ ತರ್ಜಯಿತ್ವಾವದತ್, ಈಶ್ವರಾತ್ತವ ಕಿಞ್ಚಿದಪಿ ಭಯಂ ನಾಸ್ತಿ ಕಿಂ? ತ್ವಮಪಿ ಸಮಾನದಣ್ಡೋಸಿ,
૪૦પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, ‘તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?’”
41 ಯೋಗ್ಯಪಾತ್ರೇ ಆವಾಂ ಸ್ವಸ್ವಕರ್ಮ್ಮಣಾಂ ಸಮುಚಿತಫಲಂ ಪ್ರಾಪ್ನುವಃ ಕಿನ್ತ್ವನೇನ ಕಿಮಪಿ ನಾಪರಾದ್ಧಂ|
૪૧આપણે તો વાજબી રીતે શિક્ષા ભોગવીએ છીએ, કેમ કે આપણા કામનું ઉચિત ફળ આપણે પામીએ છીએ; પણ એમણે તો કશું ખોટું કર્યું નથી.
42 ಅಥ ಸ ಯೀಶುಂ ಜಗಾದ ಹೇ ಪ್ರಭೇ ಭವಾನ್ ಸ್ವರಾಜ್ಯಪ್ರವೇಶಕಾಲೇ ಮಾಂ ಸ್ಮರತು|
૪૨તેણે કહ્યું કે, ‘હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’”
43 ತದಾ ಯೀಶುಃ ಕಥಿತವಾನ್ ತ್ವಾಂ ಯಥಾರ್ಥಂ ವದಾಮಿ ತ್ವಮದ್ಯೈವ ಮಯಾ ಸಾರ್ದ್ಧಂ ಪರಲೋಕಸ್ಯ ಸುಖಸ್ಥಾನಂ ಪ್ರಾಪ್ಸ್ಯಸಿ|
૪૩ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,’ આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.’”
44 ಅಪರಞ್ಚ ದ್ವಿತೀಯಯಾಮಾತ್ ತೃತೀಯಯಾಮಪರ್ಯ್ಯನ್ತಂ ರವೇಸ್ತೇಜಸೋನ್ತರ್ಹಿತತ್ವಾತ್ ಸರ್ವ್ವದೇಶೋಽನ್ಧಕಾರೇಣಾವೃತೋ
૪૪હમણાં લગભગ બપોર થઈ હતી, અને બપોરના ત્રણ કલાક સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધારપટ છવાયો.
45 ಮನ್ದಿರಸ್ಯ ಯವನಿಕಾ ಚ ಛಿದ್ಯಮಾನಾ ದ್ವಿಧಾ ಬಭೂವ|
૪૫વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો.
46 ತತೋ ಯೀಶುರುಚ್ಚೈರುವಾಚ, ಹೇ ಪಿತ ರ್ಮಮಾತ್ಮಾನಂ ತವ ಕರೇ ಸಮರ್ಪಯೇ, ಇತ್ಯುಕ್ತ್ವಾ ಸ ಪ್ರಾಣಾನ್ ಜಹೌ|
૪૬ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,’ ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;’ તે એમ કહીને મૃત્યુ પામ્યા.
47 ತದೈತಾ ಘಟನಾ ದೃಷ್ಟ್ವಾ ಶತಸೇನಾಪತಿರೀಶ್ವರಂ ಧನ್ಯಮುಕ್ತ್ವಾ ಕಥಿತವಾನ್ ಅಯಂ ನಿತಾನ್ತಂ ಸಾಧುಮನುಷ್ಯ ಆಸೀತ್|
૪૭જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘ખરેખર આ તો ન્યાયી માણસ હતા.’”
48 ಅಥ ಯಾವನ್ತೋ ಲೋಕಾ ದ್ರಷ್ಟುಮ್ ಆಗತಾಸ್ತೇ ತಾ ಘಟನಾ ದೃಷ್ಟ್ವಾ ವಕ್ಷಃಸು ಕರಾಘಾತಂ ಕೃತ್ವಾ ವ್ಯಾಚುಟ್ಯ ಗತಾಃ|
૪૮જે લોકો એ જોવા સારુ એકઠા થયા હતા તેઓ સઘળા, જે થએલું હતું તે જોઈને છાતી ફૂટતા કરતા પાછા ગયા.
49 ಯೀಶೋ ರ್ಜ್ಞಾತಯೋ ಯಾ ಯಾ ಯೋಷಿತಶ್ಚ ಗಾಲೀಲಸ್ತೇನ ಸಾರ್ದ್ಧಮಾಯಾತಾಸ್ತಾ ಅಪಿ ದೂರೇ ಸ್ಥಿತ್ವಾ ತತ್ ಸರ್ವ್ವಂ ದದೃಶುಃ|
૪૯તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભા રહીને આ જોતાં હતાં.
50 ತದಾ ಯಿಹೂದೀಯಾನಾಂ ಮನ್ತ್ರಣಾಂ ಕ್ರಿಯಾಞ್ಚಾಸಮ್ಮನ್ಯಮಾನ ಈಶ್ವರಸ್ಯ ರಾಜತ್ವಮ್ ಅಪೇಕ್ಷಮಾಣೋ
૫૦હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો,
51 ಯಿಹೂದಿದೇಶೀಯೋ ಽರಿಮಥೀಯನಗರೀಯೋ ಯೂಷಫ್ನಾಮಾ ಮನ್ತ್ರೀ ಭದ್ರೋ ಧಾರ್ಮ್ಮಿಕಶ್ಚ ಪುಮಾನ್
૫૧તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો, તેણે ન્યાયસભાનો નિર્ણય તથા કામમાં સંમતિ આપી નહોતી. અને તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.
52 ಪೀಲಾತಾನ್ತಿಕಂ ಗತ್ವಾ ಯೀಶೋ ರ್ದೇಹಂ ಯಯಾಚೇ|
૫૨તેણે પિલાતની પાસે જઈને ઈસુનો મૃતદેહ માગ્યો.
53 ಪಶ್ಚಾದ್ ವಪುರವರೋಹ್ಯ ವಾಸಸಾ ಸಂವೇಷ್ಟ್ಯ ಯತ್ರ ಕೋಪಿ ಮಾನುಷೋ ನಾಸ್ಥಾಪ್ಯತ ತಸ್ಮಿನ್ ಶೈಲೇ ಸ್ವಾತೇ ಶ್ಮಶಾನೇ ತದಸ್ಥಾಪಯತ್|
૫૩તેણે ઈસુના મૃતદેહને ઉતારીને શણના કાપડમાં વીંટીને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યો, જ્યાં કદી કોઈને દફનાવવામાં આવ્યો નહોતો.
54 ತದ್ದಿನಮಾಯೋಜನೀಯಂ ದಿನಂ ವಿಶ್ರಾಮವಾರಶ್ಚ ಸಮೀಪಃ|
૫૪તે દિવસ શુદ્ધિકરણનો હતો, અને વિશ્રામવાર નજીક આવ્યો હતો.
55 ಅಪರಂ ಯೀಶುನಾ ಸಾರ್ದ್ಧಂ ಗಾಲೀಲ ಆಗತಾ ಯೋಷಿತಃ ಪಶ್ಚಾದಿತ್ವಾ ಶ್ಮಶಾನೇ ತತ್ರ ಯಥಾ ವಪುಃ ಸ್ಥಾಪಿತಂ ತಚ್ಚ ದೃಷ್ಟ್ವಾ
૫૫જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મુકાયો હતો તે જોયું.
56 ವ್ಯಾಘುಟ್ಯ ಸುಗನ್ಧಿದ್ರವ್ಯತೈಲಾನಿ ಕೃತ್ವಾ ವಿಧಿವದ್ ವಿಶ್ರಾಮವಾರೇ ವಿಶ್ರಾಮಂ ಚಕ್ರುಃ|
૫૬તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.

< ಲೂಕಃ 23 >