< زکریا 5 >

و باز چشمان خود را برافراشته، نگریستم و طوماری پران دیدم. ۱ 1
ત્યારે મેં પાછા ફરીને મારી આંખો ઊંચી કરીને જોયું, તો મેં એક ઊડતું ઓળિયું જોયું.
و او مرا گفت: «چه چیز می‌بینی؟» گفتم: «طوماری پران می‌بینم که طولش بیست ذراع و عرضش ده ذراع می‌باشد.» ۲ 2
દૂતે મને કહ્યું, “તું શું જુએ છે? “મેં જવાબ આપ્યો, “હું એક ઊડતું ઓળિયું જોઉં છું, તે વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”
او مرا گفت: «این است آن لعنتی که بر روی تمامی جهان بیرون می‌رود زیرا که از این طرف هردزد موافق آن منقطع خواهد شد و از آن طرف هرکه سوگند خورد موافق آن منقطع خواهد گردید. ۳ 3
ત્યારે તેણે મને કહ્યું, “આ તો આખા દેશની સપાટી પર આવનાર શાપ છે, કેમ કે, તેના કહ્યા પ્રમાણે ચોરી કરનાર દરેકનો નાશ કરવામાં આવશે, ખોટા સમ ખાનાર દરેક માણસને તેના કહ્યા પ્રમાણે નાશ કરવામાં આવશે.”
یهوه صبایوت می‌گوید: من آن را بیرون خواهم فرستاد و به خانه دزد و به خانه هر‌که به اسم من قسم دروغ خورد داخل خواهد شد و در میان خانه‌اش نزیل شده، آن را با چوبهایش وسنگهایش منهدم خواهد ساخت.» ۴ 4
સૈન્યોના યહોવાહ કહે છે, ‘હું તેને બહાર મોકલી દઈશ,’ ‘તે ચોરના ઘરમાં અને મારા નામના જૂઠા સમ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો તેનાં લાકડાં તથા પથ્થરો સહિત નાશ કરશે.’”
پس فرشته‌ای که با من تکلم می‌نمود بیرون آمده، مرا گفت: «چشمان خود را برافراشته ببین که اینکه بیرون می‌رود چیست؟» ۵ 5
પછી મારી સાથે વાત કરનાર દૂતે બહાર આવીને મને કહ્યું, “તારી આંખો ઊંચી કરીને જો આ શું બહાર આવે છે?
گفتم: «این چیست؟» او جواب داد: «این است آن ایفایی که بیرون می‌رود و گفت نمایش ایشان در تمامی جهان این است.» ۶ 6
મેં કહ્યું, “તે શું છે?” તેણે કહ્યું, “ટોપલામાં જે આવે છે તે એફાહ છે. આ આખા દેશના લોકોનાં પાપો છે.
و اینک وزنه‌ای از سرب برداشته شد. و زنی در میان ایفا نشسته بود. ۷ 7
પછી ટોપલા પરથી સીસાનું ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રી જોવામાં આવી.
و او گفت: «این شرارت است.» پس وی را در میان ایفا انداخت و آن سنگ سرب را بر دهنه‌اش نهاد. ۸ 8
દૂતે કહ્યું, “આ દુષ્ટતા છે.” અને તેણે તે સ્ત્રીને પાછી ટોપલાની અંદર નાખી દીધી અને તેણે તેના પર સીસાનું ઢાંકણ મૂકી દીધું.
پس چشمان خود رابرافراشته، نگریستم و اینک دو زن بیرون آمدند وباد در بالهای ایشان بود و بالهای ایشان مثل بالهای لق لق بود و ایفا را به میان زمین و آسمان برداشتند. ۹ 9
મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ બે સ્ત્રીઓ મારી પાસે આવતી હતી, તેઓની પાંખોમાં પવન હતો કેમ કે તેઓની પાંખો બગલાની પાંખો જેવી હતી. તેઓએ તે ટોપલાને પૃથ્વી તથા આકાશની વચ્ચેથી ઊંચકી લીધો.
پس به فرشته‌ای که با من تکلم می‌نمودگفتم: «اینها ایفا را کجا می‌برند؟» ۱۰ 10
૧૦પછી મેં મારી સાથે વાત કરનાર દૂતને કહ્યું, “તેઓ ટોપલાને ક્યાં લઈ જાય છે?”
او مرا جواب داد: «تا خانه‌ای در زمین شنعار برای وی بنا نمایند و چون آن مهیا شودآنگاه او در آنجا بر پایه خود بر قرار خواهد شد.» ۱۱ 11
૧૧તેણે મને કહ્યું, “શિનઆર દેશમાં, ત્યાં તેને માટે સભાસ્થાન બાંધવાનું છે, જ્યારે તે તૈયાર થશે ત્યારે તે ટોપલાને ત્યાં તેના તૈયાર કરેલા સ્થાને સ્થાપિત કરશે.”

< زکریا 5 >