< دوم قرنتیان 13 >

این مرتبه سوم نزد شما می‌آیم. به گواهی دو سه شاهد، هر سخن ثابت خواهد شد. ۱ 1
આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓની સાબિતીઓથી દરેક વાત સ્પષ્ટ કરાશે.
پیش گفتم و پیش می‌گویم که گویادفعه دوم حاضر بوده‌ام، هرچند الان غایب هستم، آنانی را که قبل از این گناه کردند و همه دیگران را که اگر بازآیم، مسامحه نخواهم نمود. ۲ 2
મેં અગાઉ કહ્યું છે અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું તેમ હું હમણાં ગેરહાજર હોવા છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને અગાઉથી કહું છું કે, હું આવીશ તો દયા રાખીશ નહિ.
چونکه دلیل مسیح را که در من سخن می‌گویدمی جویید که او نزد شما ضعیف نیست بلکه درشما تواناست. ۳ 3
કારણ કે ખ્રિસ્ત મારા દ્વારા બોલે છે તેનું પ્રમાણ તમે માગો છો; તે તમારા તરફ નિર્બળ નથી, પણ તેને બદલે તે તમારામાં સામર્થ્યવાન છે.
زیرا هرگاه از ضعف مصلوب گشت، لیکن از قوت خدا زیست می‌کند. چونکه ما نیز در وی ضعیف هستیم، لیکن با او از قوت خدا که به سوی شما است، زیست خواهیم کرد. ۴ 4
જો નિર્બળતામાં તેઓને વધસ્તંભે જડવામાં આવ્યાં છતાંપણ તેઓ ઈશ્વરના સામર્થ્યથી જીવંત છે. અમે પણ તેમનાંમાં નિર્બળ છીએ છતાંપણ તમારે સારુ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે જીવીશું.
خود را امتحان کنید که در ایمان هستید یا نه. خود را باز‌یافت کنید. آیا خود را نمی شناسید که عیسی مسیح در شما است اگر مردود نیستید؟ ۵ 5
પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહિ. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી તો નથી.
اما امیدوارم که خواهید دانست که ما مردودنیستیم. ۶ 6
મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી.
و از خدا مسالت می‌کنم که شما هیچ بدی نکنید، نه تا ظاهر شود که ما مقبول هستیم، بلکه تا شما نیکویی کرده باشید، هرچند ما گویامردود باشیم. ۷ 7
હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ખરાબ કામ ન કરો, અમે સફળ દેખાઈએ એ માટે નહિ પણ એ માટે કે જો અમે અસફળ જેવા હોઈએ, તોપણ તમે સાચું જ કરો.
زیرا که هیچ نمی توانیم به خلاف راستی عمل نماییم بلکه برای راستی. ۸ 8
કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યનાં સમર્થન માટે કરીએ છીએ.
وشادمانیم وقتی که ما ناتوانیم و شما توانایید. و نیزبرای این دعا می‌کنیم که شما کامل شوید. ۹ 9
કેમ કે જયારે અમે નબળા છીએ ત્યારે અમે આનંદ પામીએ છીએ પણ તમે મજબૂત છો, અને તમે સંપૂર્ણ થાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
ازاینجهت این را در غیاب می‌نویسم تا هنگامی که حاضر شوم، سختی نکنم بحسب آن قدرتی که خداوند بجهت بنا نه برای خرابی به من داده است. ۱۰ 10
૧૦એ માટે હું તમારી મધ્યે ન હોવા છતાં આ વાતો લખું છું, કે હાજર હોઈશ ત્યારે કઠોર રીતે નહિ પણ જે અધિકાર પ્રભુએ નુકસાન માટે નહિ પણ ઘડતરને માટે આપ્યો છે તે પ્રમાણે હું વર્તું.
خلاصه‌ای برادران شاد باشید؛ کامل شوید؛ تسلی پذیرید؛ یک رای و با سلامتی بوده باشید و خدای محبت و سلامتی با شما خواهدبود. ۱۱ 11
૧૧અંતે, ભાઈઓ, આનંદ કરો, પુનઃસ્થાપિત થવા પ્રયત્ન કરો, ઉત્તેજન પામો, એક મતના થાઓ, શાંતિમાં રહો; પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહો.
یکدیگر را به بوسه مقدسانه تحیت نمایید. ۱۲ 12
૧૨પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.
جمیع مقدسان به شما سلام می‌رسانند. ۱۳ 13
૧૩સર્વ સંતો તમને ક્ષેમકુશળ કહે છે.
فیض عیسی خداوند و محبت خدا وشرکت روح‌القدس با جمیع شما باد. آمین. ۱۴ 14
૧૪પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારાં સર્વની સાથે રહો.

< دوم قرنتیان 13 >