< ઝખાર્યા 6 >

1 પછી મેં ફરીથી મારો આંખો ઊચી કરીને ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા; બે પર્વતો કાંસાના બનેલા હતા.
Потом опет подигох очи своје, и видех, а то четвора кола излажаху између две горе, а те горе беху од бронзе.
2 પહેલા રથના ઘોડાઓ લાલ હતા, બીજા રથના ઘોડાઓ કાળાં હતા,
У првим колима беху коњи риђи, а у другим колима коњи врани,
3 ત્રીજા રથના ઘોડાઓ સફેદ હતા તથા ચોથા રથના ઘોડાઓ ભૂરા ટપકાંવાળા હતા.
А у трећим колима коњи бели, а у четвртим колима коњи шарени, јаки.
4 તેથી મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું કે, “મારા માલિક, આ શું છે?”
И проговоривши рекох анђелу који говораше са мном: Шта је то, господару мој?
5 દૂતે મને જવાબ આપ્યો, “આ તો આકાશના ચાર પવનો છે. તેઓ આખી પૃથ્વીના પ્રભુની આગળ ઉપસ્થિત થયા પછી ચાલ્યા જાય છે.
А анђео одговори и рече ми: То су четири ветра небеска, који излазе испред Господа све земље, где стајаше.
6 કાળાં ઘોડાઓવાળો રથ ઉત્તર પ્રદેશ તરફ જાય છે; સફેદ ઘોડાઓવાળો રથ પશ્ચિમ દેશ તરફ જાય છે; ટપકાંવાળા ઘોડાઓવાળો રથ દક્ષિણ દેશ તરફ જાય છે.”
Коњи врани што су у једним, они иду у северну земљу; а бели иду за њима, а шарени иду у земљу јужну.
7 મજબૂત ઘોડા બહાર આવ્યા અને પૃથ્વી પર ફરવાનો પોકાર કર્યો, તેથી દૂતે કહ્યું, “જાઓ અને પૃથ્વી પર સર્વત્ર ફરો.” માટે તેઓ આખી પૃથ્વી પર ફર્યા.
И јаки изашавши хтеше да иду и пролазе земљу; и рече: Идите пролазите земљу. И стадоше пролазити земљу.
8 પછી તેમણે હાંક મારીને મને બોલાવ્યો અને મારી સાથે વાત કરીને કહ્યું, “ઉત્તર દેશ તરફ જનારાઓને જો; તેઓએ ઉત્તર દેશમાં મારા આત્માને આરામ આપ્યો છે.”
Тада ме зовну, и рече ми: Види, који отидоше у земљу северну, умирише дух мој у земљи северној.
9 આથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
Потом ми дође реч Господња говорећи:
10 ૧૦ “દેશવટાથી પાછા આવેલાઓ પાસેથી, એટલે હેલ્દાયથી, ટોબિયાથી તથા યદાયા પાસેથી અર્પણ લે અને તે જ દિવસે તે લઈને તું સફાન્યાના દીકરા યોશિયાના ઘરે જા, કેમ કે તેઓ બાબિલથી આવ્યા છે.
Узми од робља, од Хелдаја и од Товије и од Једаје, који дођоше из вавилонске, па дођи истог дана и уђи у дом Јосије, сина Софонијиног.
11 ૧૧ સોનું અને ચાંદી લઈને મુગટ બનાવ અને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆના માથે મૂક.
Узми сребра и злата, и начини венце, и метни на главу Исусу, сину Јоседековом, поглавару свештеничком.
12 ૧૨ તેને કહે કે, સૈન્યોના યહોવાહ એવું કહે છે. “આ માણસ જેનું નામ અંકુર છે! તે જ્યાં છે ત્યાં ઊગી નીકળશે અને યહોવાહનું સભાસ્થાન બાંધશે!
И реци му говорећи: Овако вели Господ над војскама: Ево човека, коме је име Клица, која ће клијати с места свог и саградиће цркву Господњу.
13 ૧૩ તે જ યહોવાહનું સભાસ્થાન બાંધશે અને પોતાનો વૈભવ ઊભો કરશે; પછી તે પોતાના સિંહાસન પર બેસીને રાજ કરશે. તેના સિંહાસન પર યાજક બેસશે અને બન્ને વચ્ચે શાંતિની સલાહ રહેશે.
Јер ће Он саградити цркву Господњу, и носиће славу, и седеће и владати на свом престолу, и биће свештеник на престолу свом, и савет мирни биће међу обема.
14 ૧૪ પછી તે મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા તથા સફાન્યાના દીકરા હેનની યાદગીરી તરીકે યહોવાહના ઘરમાં મૂકવામાં આવશે.
И венци нека буду Елему и Товији и Једаји и Хену, сину Софонијином за спомен у цркви Господњој.
15 ૧૫ દૂરથી માણસો આવીને યહોવાહનું સભાસ્થાન બાંધશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે; જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ ખંતથી સાંભળશો તો આ બધું ફળીભૂત થશે.”
И који су далеко доћи, ће и градиће цркву Господњу, и познаћете да ме је Господ над војскама послао к вама. И то ће бити ако узаслушате глас Господа Бога свог.

< ઝખાર્યા 6 >