< ગીતશાસ્ત્ર 94 >

1 હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ, હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો.
Бог отмщений Господь, Бог отмщений не обинулся есть.
2 હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો, ગર્વિષ્ઠોને બદલો વાળી આપો.
Вознесися, Судяй земли, воздаждь воздаяние гордым.
3 હે યહોવાહ, દુષ્ટો ક્યાં સુધી, ક્યાં સુધી દુષ્ટો જીત પ્રાપ્ત કરશે?
Доколе грешницы, Господи, доколе грешницы восхвалятся?
4 તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે અને તેઓ સર્વ બડાઈ મારે છે.
Провещают и возглаголют неправду, возглаголют вси делающии беззаконие?
5 હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; તેઓ તમારા વારસાને દુ: ખ આપે છે.
Люди Твоя, Господи, смириша, и достояние Твое озлобиша:
6 તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે અને તેઓ અનાથની હત્યા કરે છે.
вдовицу и сира умориша, и пришелца убиша,
7 તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.”
и реша: не узрит Господь, ниже уразумеет Бог Иаковль.
8 હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?
Разумейте же, безумнии в людех, и буии некогда, умудритеся:
9 જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?
насаждей ухо, не слышит ли? Или создавый око, не сматряет ли?
10 ૧૦ જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.
Наказуяй языки, не обличит ли, учай человека разуму?
11 ૧૧ યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.
Господь весть помышления человеческая, яко суть суетна.
12 ૧૨ હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.
Блажен человек, егоже аще накажеши, Господи, и от закона Твоего научиши его:
13 ૧૩ દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.
укротити его от дний лютых, дондеже изрыется грешному яма.
14 ૧૪ કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
Яко не отринет Господь людий Своих, и достояния Своего не оставит:
15 ૧૫ કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે.
дондеже правда обратится на суд, и держащиися ея вси правии сердцем.
16 ૧૬ મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?
Кто востанет ми на лукавнующыя? Или кто спредстанет ми на делающыя беззаконие?
17 ૧૭ જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
Аще не Господь помогл бы ми, вмале вселилася бы во ад душа моя.
18 ૧૮ જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.
Аще глаголах: подвижеся нога моя, милость Твоя, Господи, помогаше ми:
19 ૧૯ જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.
по множеству болезней моих в сердцы моем, утешения Твоя возвеселиша душу мою.
20 ૨૦ દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?
Да не пребудет Тебе престол беззакония, созидаяй труд на повеление.
21 ૨૧ તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે.
Уловят на душу праведничу, и кровь неповинную осудят.
22 ૨૨ પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે.
И бысть мне Господь в прибежище, и Бог мой в помощь упования моего:
23 ૨૩ તેમણે તેઓને તેઓનો અન્યાય વાળી આપ્યો છે અને તે તેઓની દુષ્ટતાને માટે તેઓનો સંહાર કરશે. યહોવાહ આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે.
и воздаст им Господь беззаконие их, и по лукавствию их погубит я Господь Бог.

< ગીતશાસ્ત્ર 94 >