< ગીતશાસ્ત્ર 78 >

1 આસાફનું માસ્કીલ. મારા લોકો, મારો નિયમ સાંભળો, મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
Учение Асафа. Внимай, народ мой, закону моему, приклоните ухо ваше к словам уст моих.
2 હું ડહાપણ વિશેનું ગીત ગાઈશ; હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ કે,
Открою уста мои в притче и произнесу гадания из древности.
3 જે વાત આપણે સાંભળી છે તથા શીખ્યા છીએ જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
Что слышали мы и узнали, и отцы наши рассказали нам,
4 યહોવાહનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના વંશજોથી આપણે તે સંતાડીશું નહિ.
не скроем от детей их, возвещая роду грядущему славу Господа, и силу Его, и чудеса Его, которые Он сотворил.
5 કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.
Он постановил устав в Иакове и положил закон в Израиле, который заповедал отцам нашим возвещать детям их,
6 જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે.
чтобы знал грядущий род, дети, которые родятся, и чтобы они в свое время возвещали своим детям, -
7 જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ, પણ તેમની આજ્ઞાઓને પાળે.
возлагать надежду свою на Бога и не забывать дел Божиих, и хранить заповеди Его,
8 પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય, કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે, એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.
и не быть подобными отцам их, роду упорному и мятежному, неустроенному сердцем и неверному Богу духом своим.
9 એફ્રાઇમના લોકો શસ્ત્રસજ્જિત ધનુર્ધારી હોવા છતાં પણ લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.
Сыны Ефремовы, вооруженные, стреляющие из луков, обратились назад в день брани:
10 ૧૦ તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
они не сохранили завета Божия и отреклись ходить в законе Его;
11 ૧૧ તેમણે કરેલાં અદ્દભુત કાર્યો, ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા તે તેઓ ભૂલી ગયા.
забыли дела Его и чудеса, которые Он явил им.
12 ૧૨ મિસર દેશમાં, સોઆનનાં ક્ષેત્રમાં, તેઓના પૂર્વજોની આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.
Он пред глазами отцов их сотворил чудеса в земле Египетской, на поле Цоан:
13 ૧૩ તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.
разделил море, и провел их чрез него, и поставил воды стеною;
14 ૧૪ તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.
и днем вел их облаком, а во всю ночь светом огня;
15 ૧૫ તેમણે અરણ્યમાં ખડકને તોડીને અને ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
рассек камень в пустыне и напоил их, как из великой бездны;
16 ૧૬ તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
из скалы извел потоки, и воды потекли, как реки.
17 ૧૭ તેમ છતાં તેઓએ તેમની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ જ રાખ્યું, અરણ્યમાં પરાત્પરની વિરુદ્ધ તેઓ બંડ કરતા રહ્યા.
Но они продолжали грешить пред Ним и раздражать Всевышнего в пустыне:
18 ૧૮ પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના હૃદયથી ઈશ્વરની પરીક્ષા કરી.
искушали Бога в сердце своем, требуя пищи по душе своей,
19 ૧૯ તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર મેજ તૈયાર કરી શકે?
и говорили против Бога и сказали: “может ли Бог приготовить трапезу в пустыне?”
20 ૨૦ જુઓ, જ્યારે તેમણે ખડકને લાકડી મારી, ત્યારે પાણી વહી આવ્યું અને પાણીનાં ઝરણાં વહેવા માંડ્યાં. પણ શું તે આપણને રોટલી આપી શકે છે? શું તે પોતાના લોકોને માટે માંસ પૂરું પાડી શકશે?”
Вот, Он ударил в камень, и потекли воды, и полились ручьи. “Может ли Он дать и хлеб, может ли приготовлять мясо народу Своему?”
21 ૨૧ જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા; તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો,
Господь услышал и воспламенился гневом, и огонь возгорелся на Иакова, и гнев подвигнулся на Израиля
22 ૨૨ કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ અને તેમના દ્વારા મળતા ઉદ્ધાર પર ભરોસો રાખ્યો નહિ.
за то, что не веровали в Бога и не уповали на спасение Его.
23 ૨૩ છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી અને આકાશના દ્વાર ખોલી નાખ્યાં.
Он повелел облакам свыше и отверз двери неба,
24 ૨૪ તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી અને તેમણે સ્વર્ગમાંથી ધાન્ય આપ્યું.
и одождил на них манну в пищу, и хлеб небесный дал им.
25 ૨૫ લોકોએ દૂતોનો ખોરાક ખાધો. અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી તેમણે ભોજન આપ્યું.
Хлеб ангельский ел человек; послал Он им пищу до сытости.
26 ૨૬ તેમણે આકાશમાં પૂર્વ તરફથી પવન ફુંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી પવન ફુંકાવ્યો.
Он возбудил на небе восточный ветер и навел южный силою Своею
27 ૨૭ તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પીંછાવાળા પક્ષીઓ તેઓના પર વરસાવ્યાં.
и, как пыль, одождил на них мясо и, как песок морской, птиц пернатых:
28 ૨૮ તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓના તંબુઓની ચારેબાજુએ તે પાડ્યાં.
поверг их среди стана их, около жилищ их, -
29 ૨૯ લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું. તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું.
и они ели и пресытились; и желаемое ими дал им.
30 ૩૦ પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યા નહિ; તેઓનો ખોરાક તેઓના મુખમાં જ હતો,
Но еще не прошла прихоть их, еще пища была в устах их,
31 ૩૧ એટલામાં, ઈશ્વરનો કોપ તેઓ પર પ્રગટ્યો અને તેઓમાંના હુષ્ટપુષ્ટોને મારી નાખ્યા. તેમણે ઇઝરાયલના શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.
гнев Божий пришел на них, убил тучных их и юношей Израилевых низложил.
32 ૩૨ આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
При всем этом они продолжали грешить и не верили чудесам Его.
33 ૩૩ માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.
И погубил дни их в суете и лета их в смятении.
34 ૩૪ જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.
Когда Он убивал их, они искали Его и обращались, и с раннего утра прибегали к Богу,
35 ૩૫ તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.
и вспоминали, что Бог - их прибежище, и Бог Всевышний - Избавитель их,
36 ૩૬ પણ તેઓએ પોતાના મુખે તેમની પ્રશંસા કરી અને પોતાની જીભે તેમની સમક્ષ જૂઠું બોલ્યા.
и льстили Ему устами своими и языком своим лгали пред Ним;
37 ૩૭ કેમ કે તેઓનાં હૃદય તેમના પ્રત્યે વિશ્વાસુ નહોતાં અને તેઓ તેમના કરાર પ્રત્યે વફાદાર નહોતા.
сердце же их было неправо пред Ним, и они не были верны завету Его.
38 ૩૮ તેમ છતાં તેમણે, દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ ન કર્યો. હા, ઘણીવાર તેમણે પોતાનો ક્રોધ સમાવી દીધો અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
Но Он, Милостивый, прощал грех и не истреблял их, многократно отвращал гнев Свой и не возбуждал всей ярости Своей:
39 ૩૯ તેમણે સંભાર્યુ કે તેઓ દેહથી બનેલા છે એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
Он помнил, что они плоть, дыхание, которое уходит и не возвращается.
40 ૪૦ તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની વિરુદ્ધ બંડ કર્યું અને રાનમાં તેમને દુ: ખી કર્યા!
Сколько раз они раздражали Его в пустыне и прогневляли Его в стране необитаемой!
41 ૪૧ વારંવાર તેઓએ ઈશ્વરની કસોટી કરી અને ઇઝરાયલના પવિત્રને દુ: ખી કર્યા.
и снова искушали Бога и оскорбляли Святаго Израилева,
42 ૪૨ તેઓ તેમનાં મહાન સામર્થ્યનો વિચાર કર્યો નહિ, તેમણે કેવી રીતે તેઓને શત્રુઓથી છોડાવ્યા, તે પણ યાદ કર્યું નહિ.
не помнили руки Его, дня, когда Он избавил их от угнетения,
43 ૪૩ મિસરમાં તેમણે જે ચમત્કારિક ચિહ્નો અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
когда сотворил в Египте знамения Свои и чудеса Свои на поле Цоан;
44 ૪૪ તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ તે ઝરણામાંથી પી શકે નહિ.
и превратил реки их и потоки их в кровь, чтобы они не могли пить;
45 ૪૫ તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, તે મધમાખીઓ તેઓને કરડી અને દેડકાંઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
послал на них насекомых, чтобы жалили их, и жаб, чтобы губили их;
46 ૪૬ તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી અને તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું.
земные произрастения их отдал гусенице и труд их - саранче;
47 ૪૭ તેમણે કરાથી તેઓની દ્રાક્ષવાડીઓ અને હિમથી તેઓનાં ગુલ્લરવૃક્ષોનો નાશ કર્યો હતો.
виноград их побил градом и сикоморы их - льдом;
48 ૪૮ તેમણે તેઓનાં જાનવર કરાને અને તેઓનાં ટોળાં વીજળીને સ્વાધીન કર્યા.
скот их предал граду и стада их - молниям;
49 ૪૯ તેમણે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમણે રોષ, ગુસ્સો અને તિરસ્કાર તેઓની વિરુદ્ધ સંહારક દૂતોની માફક મોકલ્યા.
послал на них пламень гнева Своего, и негодование, и ярость и бедствие, посольство злых ангелов;
50 ૫૦ તેમણે પોતાના કોપ માટે રસ્તો ખુલ્લો કર્યો; તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહિ પણ તેઓના પર મરકી મોકલી.
уравнял стезю гневу Своему, не охранял души их от смерти, и скот их предал моровой язве;
51 ૫૧ તેમણે મિસરમાં સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા; હામના તંબુઓમાં તેઓના પ્રથમ પ્રથમજનિત નરબાળકોને માર્યા.
поразил всякого первенца в Египте, начатки сил в шатрах Хамовых;
52 ૫૨ તે પોતાના લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ બહાર લાવ્યાં અને તેમણે અરણ્યમાં થઈને તેઓને ટોળાંની જેમ દોર્યા.
и повел народ Свой, как овец, и вел их, как стадо, пустынею;
53 ૫૩ તેમણે તેઓને એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ, પણ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
вел их безопасно, и они не страшились, а врагов их покрыло море;
54 ૫૪ અને તેમણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં પોતાના લોકોને લાવ્યા.
и привел их в область святую Свою, на гору сию, которую стяжала десница Его;
55 ૫૫ તેમણે તેઓની આગળથી વિદેશીઓને કાઢી મૂક્યા અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.
прогнал от лица их народы и землю их разделил в наследие им, и колена Израилевы поселил в шатрах их.
56 ૫૬ તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની કસોટી કરવાનું તથા તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓ પાળી નહિ.
Но они еще искушали и огорчали Бога Всевышнего, и уставов Его не сохраняли;
57 ૫૭ તેઓ તેમના પૂર્વજોની જેમ પાછા ફરી જઈને અવિશ્વાસુઓની જેમ વર્તવા લાગ્યા; વાંકા ધનુષ્યના બાણની જેમ તેઓ આડે રસ્તે ચઢ્યા.
отступали и изменяли, как отцы их, обращались назад, как неверный лук;
58 ૫૮ કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો બનાવીને અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો.
огорчали Его высотами своими и истуканами своими возбуждали ревность Его.
59 ૫૯ જ્યારે ઈશ્વરે એ સાંભળ્યું, ત્યારે તે ગુસ્સે થયા અને ઇઝરાયલનો પૂરેપૂરો નકાર કર્યો.
Услышал Бог и воспламенился гневом и сильно вознегодовал на Израиля;
60 ૬૦ તેથી તેમણે શીલોહ નગરનો માંડવો એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.
отринул жилище в Силоме, скинию, в которой обитал Он между человеками;
61 ૬૧ તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં સોંપ્યા.
и отдал в плен крепость Свою и славу Свою в руки врага,
62 ૬૨ તેમણે પોતાના લોકોને તલવારને સ્વાધીન કર્યા અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા.
и предал мечу народ Свой и прогневался на наследие Свое.
63 ૬૩ તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યા અને તેઓની કન્યાઓના લગ્નમાં ગીત ગાવામાં આવ્યાં નહિ.
Юношей его поедал огонь, и девицам его не пели брачных песен;
64 ૬૪ તેઓના યાજકો તલવારથી માર્યા ગયા અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.
священники его падали от меча, и вдовы его не плакали.
65 ૬૫ જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસના કેફથી શૂરવીર પુરુષની જેમ પ્રભુ ઊઠ્યા.
Но, как бы от сна, воспрянул Господь, как бы исполин, побежденный вином,
66 ૬૬ તેમણે પાછળથી પોતાના શત્રુઓને માર્યા; તેમણે તેઓને સદાને માટે શરમિંદા કર્યા.
и поразил врагов его в тыл, вечному сраму предал их;
67 ૬૭ તેમણે યૂસફના તંબુનો નકાર કર્યો અને એફ્રાઇમના કુળનો સ્વીકાર કર્યો નહિ.
и отверг шатер Иосифов и колена Ефремова не избрал,
68 ૬૮ તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને, પસંદ કર્યા.
а избрал колено Иудино, гору Сион, которую возлюбил.
69 ૬૯ તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
И устроил, как небо, святилище Свое и, как землю, утвердил его навек,
70 ૭૦ તેમણે વાડામાંથી ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
и избрал Давида, раба Своего, и взял его от дворов овчих
71 ૭૧ દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.
и от доящих привел его пасти народ Свой, Иакова, и наследие Свое, Израиля.
72 ૭૨ દાઉદે તેમને શુદ્ધ હૃદયથી અને કૌશલ્યસભર શાણપણથી દોર્યા.
И он пас их в чистоте сердца своего и руками мудрыми водил их.

< ગીતશાસ્ત્ર 78 >