< ગીતશાસ્ત્ર 68 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; ગાયન. ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.
For the leader. Of David. A psalm. A song. God arises, his enemies scatter: they who hate him flee before him.
2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
As smoke before wind is driven, as wax melts before fire, so before God vanish the wicked.
3 પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો.
But the righteous rejoice in God’s presence, they exult with exceeding joy.
4 ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
Sing to God, make music to his name, his name is the Lord, praise him who rides on the clouds, and exult in his presence.
5 અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
Father of orphans, defender of widows, is God in his holy abode.
6 ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.
God brings home the lonely, he leads forth the prisoner to comfort, so that none but the rebel lives cheerless.
7 હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા, જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, (સેલાહ)
God, when you went in front of your people in your march through the desert, (Selah)
8 ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
earth shook, the heavens poured rain at the presence of God, Sinai’s God at the presence of God, Israel’s God.
9 હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.
Rain in abundance, God, you did sprinkle, restoring the languishing land of your heritage.
10 ૧૦ તમારા લોકો તેમાં રહે છે; હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.
A dwelling therein your people found: in your goodness, O God, you did care for the poor.
11 ૧૧ પ્રભુ હુકમ આપે છે અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.
The Lord spoke the glad tidings of victory, a great army of women proclaim it:
12 ૧૨ રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:
‘Kings of armies they flee, they flee, and the housewife divides the spoil:
13 ૧૩ જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.
dove’s wings covered with silver and pinions with shimmer of gold,
14 ૧૪ જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.
set with stones, like snow upon Zalmon.’
15 ૧૫ એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે; બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.
A mountain of God is the mountain of Bashan, a mountain of peaks is the mountain of Bashan.
16 ૧૬ અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.
You high-peaked mountains, why look you askance at the mountain which God has desired for his home whereon the Lord will live forever?
17 ૧૭ ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.
The chariots of God are twice ten thousand: the Lord came from Sinai, his holy place.
18 ૧૮ તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.
You did mount the height with trains of your captives, and gifts that you had received from the people. The rebels shall live with the Lord God.
19 ૧૯ પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. (સેલાહ)
Blest be the Lord who sustains us daily, the God who is also our saviour. (Selah)
20 ૨૦ ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.
Our God is a God who is saviour. The ways of escape from death are known to the Lord God.
21 ૨૧ પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે, પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે.
Yes, God will shatter the head of his foes the rough scalp of those who strut on in their sins.
22 ૨૨ પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.
The Lord said: ‘I will bring you home from Bashan, home from the depths of the sea,
23 ૨૩ કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.”
that your feet you may bathe in blood, and your dogs lick their share of the foe.’
24 ૨૪ હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે, મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનની સવારી તેઓએ જોઈ છે.
In the temple appear God’s triumphal processions, processions in praise of my king and my God,
25 ૨૫ આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી.
with singers in front, and minstrels behind, and maidens with timbrels between them, singing,
26 ૨૬ હે ભક્તમંડળ, તમે ઈશ્વરની સ્તુતિ કરો; ઇઝરાયલના વંશજો તમે યહોવાહની સ્તુતિ કરો.
‘You of the well-spring of Israel, bless the Lord God in the dance.’
27 ૨૭ પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે, પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા, ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે.
There, in front, is Benjamin the little, the princes of Judah beside them, the princes of Zebulon, princes of Naphtali.
28 ૨૮ તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે; હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો.
God, show your strength, your godlike might, as you did in the past,
29 ૨૯ કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં રાજાઓ તમારી પાસે ભેટો લાવશે.
from your temple that crowns Jerusalem. Kings shall bring tribute to you.
30 ૩૦ સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો, બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો. જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
Rebuke the beast of the reed, the herd of bulls, with the calves of the peoples. Trample down the lovers of lies. Scatter the nations whose joy is in war.
31 ૩૧ મિસરમાંથી રાજકુમારો આવશે; કૂશના લોકો જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.
May they come from Egypt with gifts of oil, Ethiopia haste with full hands to God.
32 ૩૨ હે પૃથ્વીના રાજ્યો, તમે ઈશ્વર માટે ગાઓ; (સેલાહ) યહોવાહનું સ્તવન કરો.
Sing to God, O you kingdoms of earth, make melody to the Lord. (Selah)
33 ૩૩ પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો; જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે.
Praise him who rides on the ancient heavens. See! He utters his voice, his mighty voice.
34 ૩૪ પરાક્રમ કેવળ ઈશ્વરનું છે; તેમની સત્તા ઇઝરાયલ પર છે અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે.
Ascribe strength to the God over Israel, whose strength and majesty live in the skies.
35 ૩૫ હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરની સ્તુતિ થાઓ.
Awe-inspiring is God in his holy place, it is Israel’s God who gives strength and might to his people. Blessed be God.

< ગીતશાસ્ત્ર 68 >