< ગીતશાસ્ત્ર 142 >

1 દાઉદ ગુફામાં હતો તે વખતનું તેનું માસ્કીલ; પ્રાર્થના. હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.
A maskil of David, while he was in the cave, a prayer. Loudly I cry to the Lord: to the Lord plead loudly for mercy,
2 તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.
I pour my complaint before him, I tell my troubles to him.
3 જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
When my spirit is faint within me, my path is known to you. In the way I am wont to walk in, they have hidden a trap for me.
4 હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.
I look to the right and the left; but not a friend have I. No place of refuge is left me, not a man to care for me.
5 હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું, “તમે જ મારો આશ્રય છો, મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો.
So I cry to you, O Lord: I say, ‘My refuge are you, all I have in the land of the living.’
6 મારો પોકાર સાંભળો, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.
Attend to my piercing cry, for very weak am I. Save me from those who pursue me, for they are too strong for me.
7 મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.
Free me from prison, that I may give thanks to your name, for the righteous are patiently waiting till you show your bounty to me.

< ગીતશાસ્ત્ર 142 >