< ગણના 4 >

1 યહોવાહે મૂસા અને હારુનને કહ્યું,
BAWIPA ni Mosi hoi Aron a pato teh,
2 લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો.
Levihnaw thung dawk Kohath capanaw a catoun lahoi a imthung lahoi,
3 ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના બધા પુરુષો મુલાકાતમંડપનું કામ કરવા માટે સેવકપદમાં દાખલ થાય છે. તે સર્વની ગણતરી કરો.
kum 30 lathueng kum 50 totouh kamkhuengnae lukkareiim dawk thaw ka tawk hane naw teh koung a touk awh.
4 મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના દીકરાઓનું કામ આ છે.
Hete kamkhuengnae lukkareiim dawk kathoungpounge hno hoi kâkuen lah Kohath casaknaw e thaw lah ao.
5 જ્યારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના દીકરાઓએ અંદર જઈને પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈને તેનાથી સાક્ષ્યકોશને ઢાંકી દેવો.
Roenae koehoi a kampuen awh tangkuem vah, Aron hoi a capa a tho vaiteh, hmuen kathoung lukkareiim yap e hah a la vaiteh lawkpanuesaknae thingkong hah a ramuk han.
6 તે પર તેઓ સમુદ્ર ગાયના ચામડાનું આવરણ કરે અને તેને નીલ રંગનાં વસ્ત્રોથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.
Hahoi phaivuen hoi a ramuk vaiteh, kamthim hni hoi bout a ramuk han. Hahoi a tâphai hah a hrawt han.
7 પછી તેઓએ અર્પેલી રોટલીની મેજ પર નીલ રંગનું વસ્ત્ર પાથરી દેવું, અને તેના પર થાળીઓ, ચમચા, તર્પણને માટે વાટકા મૂકવા; નિત્યની રોટલી તેના પર રહે.
Caboi dawk kamthim hni a phai vaiteh, tongben, pacen, awi nahane kawlungnaw hoi, vaiyei hruek vaiteh.
8 તેના પર કિરમજી રંગનું વસ્ત્ર પાથરવું. અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકી દઈને તેને ઊચકવા માટેના દાંડા તેમાં નાખવા.
Hot teh hni paling a ramuk awh vaiteh, saram pho hoi a ramuk vaiteh, a tâphai a hrawt awh han.
9 અને તેઓએ નીલ રંગનું વસ્ત્ર લઈને તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકે.
Hmaiimkhok hoi hawvah hno hane hmaiim, paitei hoi paitei tanae manang, satuiumnaw hah kamthim hni hoi a ramuk han.
10 ૧૦ તે પછી આ સર્વ સામગ્રી સીલનાં ચામડાંનાં આવરણમાં નાખીને પાટિયા પર મૂકે.
Hote hno hoi a puengcangnaw teh saram pho hoi ramuk vaiteh kâkayawtnae dawk a tâ han.
11 ૧૧ પછી તેઓએ સોનાની વેદી નીલ રંગના વસ્ત્રોથી ઢાંકવી અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકે દઈને તેને ઊચકવાના દાંડાં તેમાં નાખે.
Sui khoungroe hah kamthim hni hoi ramuk vaiteh, saram pho hoi a ramuk han. Hahoi a tâphai na hrawt han.
12 ૧૨ પછી તેઓ સેવાની સર્વ સામગ્રી કે જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે અને નીલ રંગનાં વસ્ત્રોમાં તે મૂકે. અને સીલનાં ચામડાંનું આવરણ કરીને ભૂંગળ તે પર મૂકે.
Hmuen kathoung koe thaw tawknae hnonaw pueng hah, koung a la vaiteh, kamthim hni hoi a taoung awh han. Saram pho hoi a ramuk awh han, kâkayawtnae a hrawt awh han.
13 ૧૩ અને તેઓએ વેદી પરથી રાખ કાઢી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું વસ્ત્ર ઢાંકવું.
Khoungroe dawk e hraba hah kathoungcalah kawn vaiteh, avan vah hni paling a phai awh han.
14 ૧૪ અને તેના પર તેઓ તેને માટે વપરાતી સર્વ સામગ્રી એટલે સગડીઓ, ત્રિપાંખિયાં તથા પાવડા, તપેલીઓ એટલે વેદીનાં સર્વ પાત્રો મૂકે; અને તેના પર તેઓ સીલ ચામડાનું આવરણ મૂકે. અને તેના ઉપાડવાના દાંડા તેમાં નાખે.
Avan vah thaw a tawknae hlaamnaw pueng, hmaisawinae, cingco, tawkso ka kaw e, maroi, hoi thuengnae khoungroe dawk a ta awh han. Saram pho hoi a ramuk awh vaiteh, a tâphai kâkayawtnae a hrawt awh han.
15 ૧૫ હારુન અને તેના દીકરાઓ જ્યારે છાવણી ઉપાડવાની હોય તે સમયે પવિત્રસ્થાનને અને પવિત્રસ્થાનની સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના દીકરાઓ તે ઊંચકવા માટે આવે; પરંતુ તેઓએ કોઈ પણ પવિત્ર વસ્તુઓને સ્પર્શ કરવો નહિ, રખેને તેઓ મૃત્યુ પામે. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દીકરાઓને ઊંચકવાનું તે એ છે.
Hahoi Aron hoi a capanaw ni, a hmuen kathoung poung hoi hmuen kathoung hnopainaw koung a ramuk awh vaiteh, a onae hmuen a kampuen awh nah karawitawi Kohath capa ni kâkayawt hanelah a tho awh han. Hatei kathounge hno hah tek awh mahoeh. Tek awh boipawiteh, a due awh han. Hetnaw heh kamkhuengnae lukkareiim hno, Kohath capanaw ni a tawk awh hane doeh.
16 ૧૬ અને હારુન યાજકના દીકરા એલાઝારનુ કામ આ છે; એટલે રોશનીને માટે તેલ, સુગંધી દ્રવ્ય નિત્યનું ખાદ્યાર્પણ તથા અભિષેક માટેનું તેલ તથા પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ તેઓએ રાખવાની છે.”
Hahoi vaihma Aron capa Eleazar capa a tawk hane kawi teh, paang hane satui hoi hmuitui pout laipalah, tavai poenae, awi e satui hoi lukkareiim thung kaawm e hnonaw pueng, hmuen kathoung hoi hnopainaw ring hanelah ao telah a ti.
17 ૧૭ યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું કે,
BAWIPA ni Mosi hoi Aron a pato teh,
18 ૧૮ “લેવીઓમાંથી કહાથના કુટુંબોના કુળને કાઢી નાખવાં નહિ.
Kohath catoun imthungnaw hah Levihnaw thung dawk hoi kahmat sak hanh.
19 ૧૯ પણ તેઓ પરમપવિત્ર વસ્તુઓની પાસે જઈ મૃત્યુ ન પામે પણ જીવતા રહે, તે માટે તમારે આ મુજબ કરવું.
Hatei kathoungpounge hno hah ouk a hnai toteh, dout laipalah a hring awh nahan, hot hoi kâkuen lah het heh sak loe. Aron hoi a capa hah a kâen vaiteh, a tawk awh hane thaw hah amamouh lengkaleng pouk pouh naseh.
20 ૨૦ તેઓ પવિત્ર વસ્તુઓને જોવાને માટે બિલકુલ અંદર ન જાય, કેવળ હારુન અને તેના દીકરાઓ અંદર પ્રવેશ કરે હારુન તેના દીકરા કહાથીઓને પોતપોતાની જવાબદારી ઠરાવી આપે.”
Hatei, kathoungpounge hno khet hanlah dongdeng hai kâen hanh awh. Hoehpawiteh a due awh han telah atipouh.
21 ૨૧ યહોવાહે ફરી મૂસાને કહ્યું કે,
BAWIPA ni Mosi a pato teh,
22 ૨૨ ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર.
Gershon capanaw hoi a imthungkhu a catounnaw abuemlah koung a touk awh.
23 ૨૩ મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં હાજર હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જે પુરુષો હોય તે સર્વની ગણતરી કરવી.
kum 30 hoi a lathueng a lathueng kum 50 totouh, kamkhuengnae lukkareiim koe thaw ka tawk hane naw hah koung a touk awh.
24 ૨૪ સેવા કરવામાં તથા વસ્તુઓ ઊંચકવામાં ગેર્શોનીઓના કુટુંબોનું કામ એ છે.
Gershon catounnaw a tawk awh hanelah a kamngai awh e teh,
25 ૨૫ તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપનું આચ્છાદાન તથા તેની ઉપર સીલ ચામડાનું આચ્છાદન તથા મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો
Lukkareiim dawk lukkarei yap e, kamkhuengnae lukkareiim takhang koe hni yap e hah,
26 ૨૬ તથા આંગણાના પડદા, મંડપની પાસેના તથા વેદીની આસપાસના આંગણાના દરવાજાના બારણાનો પડદો, તેઓની દોરીઓ, તેના કામને લગતાં સર્વ ઓજારો તથા જે કંઈ તેઓથી બને તે તેઓ ઊંચકી લે અને તેના સંબંધમાં તેઓ સેવા કરે.
Kalupnae hni yap e, kalupnae longkha koe yap e, bawknae rim thuengnae khoungroe teng kaawm e, arui hoi a hnopainaw pueng a phu awh vaiteh, tawksak a ngai e pueng a tawk awh han.
27 ૨૭ ગેર્શોનીઓના દીકરાઓનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું સઘળું કામ હારુન તથા તેના દીકરાઓની આજ્ઞા મુજબ થાય. અને તમે તેઓને ભાર ઊંચકવાનું તથા સેવાનું કામ ઠરાવી આપો.
Gershon capanaw a tawk awh nah tangkuem koe Aron hoi a capanaw ni thaw a poe awh e patetlah a tawk awh han.
28 ૨૮ મુલાકાતમંડપમાં ગેર્શોનના દીકરાઓના કુટુંબોની સેવા આ છે. અને હારુન યાજકના દીકરા ઈથામારે તેઓના કામ પર દેખરેખ રાખવાની છે.
Hetheh, kamkhuengnae lukkareiim Gershon capa imthungnaw e thaw a tho. Ahnimae thaw hah, vaihma Aron capa Ithamar kâtawnae rahim ao awh han.
29 ૨૯ અને મરારીના દીકરાઓની તેઓનાં પિતાઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ ગણતરી કરવાની છે.
Merari capanaw kong dawk a catounnaw abuemlahoi imthungkhu lahoi koung na touk a han.
30 ૩૦ ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે સઘળા અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી કર.
Kum 30 hoi a lathueng lah kum 50 totouh kamkhuengnae lukkareiim dawk thaw a tawk awh hanelah ka kâen hane pueng na touk awh han.
31 ૩૧ અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ એ છે. એટલે મંડપનાં પાટિયાં તથા તેના સ્થંભો તથા તેની કૂંભીઓ,
Kamkhuengnae lukkareiim dawk, ka ceitakhai han naw e thaw teh, hethah doeh. Bawknae im tapang, thing a tâphai hai, a khom, a kanâ,
32 ૩૨ અને આંગણાની ચારે બાજુના સ્તંભો તેની કૂંભીઓ તથા તેઓની ખીલીઓ તથા તેઓની દોરીઓ અને તેઓના ઓજારો સુદ્ધાં તથા તેની સાધનસામગ્રી અને તેઓને સોંપેલા ભારના ઓજારોના નામ દઈને તેઓને ગણીને સોંપો.
thongma tumdumnae khom, a kanâ, cem, hoi ruinaw, hote hnopainaw pueng hoi alouke hnonaw kâkayawt hanelah, a min lahoi amamae ham na pouk pouh han.
33 ૩૩ મરારીના દીકરાઓનાં કુટુંબોનું કામ એટલે તેઓની સઘળી સેવા મુજબ મુલાકાતમંડપમાં હારુન યાજકના પુત્ર ઈથામારે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.”
Hetheh vaihma Aron capa Ithamar kâtawnnae rahim vah, kamkhuengnae lukkareiim hanelah Merari capa imthungnaw niyah a sak awh hane thaw la doeh ao telah atipouh.
34 ૩૪ અને મૂસા તથા હારુને અને જમાતના અન્ય આગેવાનોએ કહાથના દીકરાઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓનાં ઘર મુજબ કરી.
Hahoi Mosi hoi Aron hoi tamimaya kahrawikungnaw ni Kohath capa a catoun abuemlahoi imthung abuemlahoi,
35 ૩૫ એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં દાખલ થયા
kamkhuengnae lukkareiim dawk a tawk awh hane hah kum 30 touh hoi a lathueng lah kum 50 totouh a touk awh.
36 ૩૬ તેઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ બે હજાર સાતસો પચાસ પુરુષોની થઈ.
A catoun abuemlahoi a touk awh e teh, 2, 750 a pha.
37 ૩૭ કહાથીઓના કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે કે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા મૂસાની મારફતે અપાયેલી યહોવાહની આજ્ઞા અનુસાર જેઓની ગણતરી મૂસા અને હારુને કરી તેઓ એ છે.
Hotnaw teh kamkhuengnae lukkareiim dawk thaw ka tawk thai e Kohath casaknaw a touk awh e Mosi hno lahoi BAWIPA kâpoe e patetlah Mosi hoi Aron ni a touk roi e doeh.
38 ૩૮ એ જ રીતે ગેર્શોનના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓનાં પિતાઓનાં કુટુંબો મુજબ કરી.
Gershon capanaw kamkhuengnae lukkareiim tawk ka tawk hane teh, a na pa im hoi imthung abuemlahoi doeh.
39 ૩૯ એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં દાખલ થયા હતા.
Kum 30 touh hoi a lathueng kum 50 totouh touk e lah ao.
40 ૪૦ તેઓની ગણતરી તેઓનાં કુટુંબ મુજબ તેઓના પિતાઓના ઘર મુજબ બે હજાર છસો ત્રીસ થઈ.
A imthung abuemlahoi a napanaw imthung abuemlah a touk awh e teh 2, 630 touh a pha.
41 ૪૧ ગેર્શોનના દીકરાઓનાં કુટુંબોમાં જેઓની ગણતરી થઈ એટલે કે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણતરી યહોવાહે આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને કરી તેઓ એ છે.
Hetnaw teh Gershon capanaw e casaknaw kamkhuengnae lukkareiim thaw katawknaw lah BAWIPA kâpoe e patetlah Mosi hoi Aron ni a touk e naw doeh.
42 ૪૨ મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર મુજબ થઈ,
Hahoi Merari capa ni kamkhuengnae lukkareiim dawk thaw ka tawk hane teh a napanaw imthung hoi amamouh imthungnaw seng doeh.
43 ૪૩ એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં દાખલ થયા હતા,
Kum 30 hoi a lathueng kum 50 totouh touk e lah ao.
44 ૪૪ તેઓની ગણતરી તેઓના કુટુંબ મુજબ ત્રણ હજાર બસોની થઈ.
A na pa hoi imthung abuemlah a touk awh e teh, 3, 200 touh a pha.
45 ૪૫ મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને કરી તેઓ એ છે.
Hetnaw heh Merari capanaw a touk awh e teh Mosi hno lahoi BAWIPA kâpoe e patetlah Mosi hoi Aron ni a touk roi e doeh.
46 ૪૬ લેવીઓમાં જે સર્વની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના આગેવાનોએ તેઓના કુટુંબો મુજબ, તેઓનાં પિતૃઓનાં ઘર મુજબ કરી.
Levihnaw thaw tawk hanelah kamkhuengnae lukkareiim phu hanelah, hoi ouk ka phawt e a napanaw imthung lahoi a imthungkhu abuemlahoi
47 ૪૭ એટલે કે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં તથા વસ્તુઓ ઊંચકવાનું કામ કરવા માટે દાખલ થયા હતા
kum 30 lathueng kum 50 totouh Mosi hoi Aron Isarel kahrawikungnaw ni a touk awh.
48 ૪૮ તેઓની ગણતરી આઠ હજાર પાંચસો એંસી પુરુષોની થઈ.
A touk awh e naw teh, 8, 580 touh a pha
49 ૪૯ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓની ગણતરી કરી. તેઓમાંના દરેકની ગણતરી તેઓનાં કામ મુજબ તથા તેઓના ઊંચકવાના બોજા મુજબ મૂસાની મારફતે યહોવાહની આજ્ઞા મુજબ કરવામાં આવી.
Mosi hno lahoi BAWIPA kâpoe e patetlah tami pueng ni a tawk awh hane teh, a ham awh e hoi ka kâvan lah a touksin awh. BAWIPA ni Mosi kâ a poe e patetlah a touk awh.

< ગણના 4 >