< ગણના 18 >

1 યહોવાહે હારુનને કહ્યું, “પવિત્રસ્થાન વિરુદ્ધ કરેલાં બધા પાપો માટે તું, તારા દીકરાઓ અને તારા પિતૃઓના કુટુંબો જવાબદાર છે. પણ તું અને તારી સાથે તારા દીકરાઓ યાજકપદની વિરુદ્ધ કરેલાં પાપો માટે જવાબદાર છે.
و خداوند به هارون گفت: «تو و پسرانت و خاندان آبایت با تو، گناه مقدس رامتحمل شوید، و تو و پسرانت با تو، گناه کهانت خود را متحمل شوید.۱
2 લેવી કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતૃઓના કુળને, તારી પાસે લાવ કે જયારે તું અને તારા દીકરાઓ સાક્ષ્યમંડપની આગળ સેવા કરો ત્યારે તેઓ તમને મદદ કરે.
و هم برادران خود یعنی سبط لاوی راکه سبط آبای توباشند باخود نزدیک بیاور تا با تو متفق شده، تو را خدمت نمایند، و اماتو با پسرانت پیش خیمه شهادت باشید.۲
3 તેઓ તારી તથા આખા મંડપની સેવા કરે. પણ, તેઓએ પવિત્રસ્થાનનાં પાત્રો કે વેદીની નજીક આવવું નહિ. કે તેઓ તથા તું માર્યા જાઓ.
وایشان ودیعت تو را و ودیعت تمامی مسکن رانگاه دارند، لیکن به اسباب قدس و به مذبح نزدیک نیایند مبادا بمیرند، ایشان و شما نیز.۳
4 તેઓ તમારી સાથે જોડાઈને મુલાકાતમંડપની સેવા કરશે, મંડપ સાથે જોડાયેલાં બધાં કાર્યો કરશે. પરદેશી તમારી પાસે આવે નહિ.
و ایشان باتو متفق شده، ودیعت خیمه اجتماع را با تمامی خدمت خیمه بجا آورند و غریبی به شما نزدیک نیاید.۴
5 અને તમે પવિત્રસ્થાન અને વેદીની સેવા કરો કે જેથી ઇઝરાયલ લોકો પર ફરી મારો કોપ આવે નહિ.
و ودیعت قدس و ودیعت مذبح را نگاه دارید تا غضب بر بنی‌اسرائیل دیگر مستولی نشود.۵
6 જુઓ, મેં પોતે ઇઝરાયલના વંશજો મધ્યેથી તારા લેવી ભાઈઓને પસંદ કર્યા છે. મુલાકાતમંડપ સાથે જોડાયેલાં કાર્યો કરવા માટે તેઓ મને ભેટ તરીકે આપવામાં આવ્યા છે.
و اما من اینک برادران شما لاویان را ازمیان بنی‌اسرائیل گرفتم، و برای شما پیشکش می‌باشند که به خداوند داده شده‌اند، تا خدمت خیمه اجتماع را بجا آورند.۶
7 પરંતુ તું અને તારા દીકરાઓ વેદીને અને પડદાની અંદર પરમપવિત્રસ્થાનને લગતી યાજક તરીકેની બધી જ ફરજો બજાવો અને સેવા કરો. ભેટ તરીકે હું તમને યાજકપદ આપું છું. કોઈ પરદેશી પાસે આવે તે માર્યો જાય.”
و اما تو با پسرانت، کهانت خود را بجهت هر کار مذبح و برای آنچه اندرون حجاب است نگاه دارید، و خدمت بکنید. کهانت را به شما دادم تا خدمت از راه بخشش باشد، و غریبی که نزدیک آید، کشته شود.»۷
8 વળી યહોવાહે હારુનને કહ્યું, “જુઓ, મેં ઉચ્છાલીયાર્પણોની સેવા તને આપી છે, એટલે ઇઝરાયલી લોકો જે બધા પવિત્ર અર્પણો મને આપે છે. તેં મેં તમને તથા તમારા દીકરાઓને સદાના હક તરીકે આપ્યા છે.
و خداوند به هارون گفت: «اینک من ودیعت هدایای افراشتنی خود را با همه‌چیزهای مقدس بنی‌اسرائیل به تو بخشیدم. آنها را به تو و پسرانت به‌سبب مسح شدن به فریضه ابدی دادم.۸
9 અગ્નિમાં હોમવામાં આવેલા અર્પણનાં ભાગો સિવાય આ બધાં અતિ પવિત્ર અર્પણો તારાં ગણાશે. એટલે બધાં ખાદ્યાર્પણો, બધાં પાપાર્થાર્પણો અને બધાં દોષાર્થાર્પણો આ બધાં પવિત્ર અર્પણો જે મારે માટે રાખ્યાં છે અને મારા માટે લાવે તે તારાં અને તારા માટે પવિત્ર ગણાય.
ازقدس اقداس که از آتش نگاه داشته شود این از آن تو خواهد بود، هر هدیه ایشان یعنی هر هدیه آردی و هر قربانی گناه و هر قربانی جرم ایشان که نزد من بگذرانند، اینها برای تو و پسرانت قدس اقداس باشد.۹
10 ૧૦ તે પરમપવિત્ર વસ્તુઓ તરીકે તારે અર્પણો ખાવાં. તમારામાંના દરેક પુરુષોએ પણ તેમાંથી ખાવું; તે તારે માટે પવિત્ર ગણવાં.
مثل قدس اقداس آنها را بخور. هر ذکور از آن بخورد، برای تو مقدس باشد.۱۰
11 ૧૧ આ બધાં અર્પણો તારાં છે: ઇઝરાયલના લોકો જે ઉચ્છાલીયાર્પણો ચઢાવે તે અને તેમની ભેટો સહિત, મેં તને, તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. દરેક તારા ઘરમાં જે શુદ્ધ હોય તે આ અર્પણોમાંથી ખાય.
واین هم از آن تو باشد، هدیه افراشتنی از عطایای ایشان با هر هدیه جنبانیدنی بنی‌اسرائیل را به تو وبه پسرانت و دخترانت به فریضه ابدی دادم، هرکه در خانه تو طاهر باشد، از آن بخورد.۱۱
12 ૧૨ બધાં ઉત્તમ તેલ, બધો ઉત્તમ દ્રાક્ષારસ તથા અનાજ, જે પ્રથમફળ લોકોએ મને આપ્યું તે, આ બધી વસ્તુઓ મેં તને આપી છે.
تمامی بهترین روغن و تمامی بهترین حاصل مو و غله یعنی نوبرهای آنها را که به خداوند می‌دهند، به تو بخشیدم.۱۲
13 ૧૩ પોતાની ભૂમિની પ્રથમ પેદાશ તરીકે જે કંઈ મારી પાસે લાવે તે બધું તારું થશે. તારા કુટુંબમાં જે કોઈ શુદ્ધ હોય તે તેમાંથી ખાય.
و نوبرهای هرچه در زمین ایشان است که نزد خداوند می‌آورند از آن تو باشد، هرکه در خانه تو طاهر باشد، از آن بخورد.۱۳
14 ૧૪ ઇઝરાયલની સમર્પિત પ્રત્યેક વસ્તુ તારી થાય.
و هرچه در اسرائیل وقف بشود، از آن تو باشد.۱۴
15 ૧૫ લોકો જે યહોવાહને અર્પણ કરે. માણસ તેમ જ પશુમાંથી પ્રથમજનિત પણ તારા થાય. પણ તારે પ્રત્યેક પ્રથમજનિત બાળકને તથા અશુદ્ધ પશુના પ્રથમ બચ્ચાંને ખરીદીને તારે તેમને મુકત કરવાં.
وهرچه رحم را گشاید از هر ذی جسدی که برای خداوند می‌گذرانند چه از انسان و چه از بهایم ازآن تو باشد، اما نخست زاده انسان را البته فدیه دهی، و نخست زاده بهایم ناپاک را فدیه‌ای بده.۱۵
16 ૧૬ તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક મહિનાની ઉંમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી એટલે પવિત્રસ્થાનોના શેકેલ પ્રમાણે પાંચ શેકેલના નાણાંથી, જે વીસ ગેરહ જેટલું છે છોડાવી લે.
«و اما درباره فدیه آنها، آنها را از یک ماهه به حساب خود به پنج مثقال نقره، موافق مثقال قدس که بیست جیره باشد فدیه بده.۱۶
17 ૧૭ પણ ગાયના પ્રથમજનિતને, ઘેટાંના પ્રથમજનિતને તથા બકરાના પ્રથમજનિતને તું ન ખરીદ. તેઓ પવિત્ર છે, મારા માટે અલગ કરેલા છે. તારે તેઓનું રક્ત વેદી પર છાંટવું અને મારા માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે ચરબીનું અર્પણ કરવું.
ولی نخست زاده گاو یا نخست زاده گوسفند یانخست زاده بز را فدیه ندهی؛ آنها مقدسند، خون آنها را بر مذبح بپاش و پیه آنها را بجهت هدیه آتشین و عطر خوشبو برای خداوند بسوزان.۱۷
18 ૧૮ તેઓનું માંસ તારું થાય. છાતીની જેમ અને જમણી જાંઘની જેમ તેઓનું માંસ તારું ગણાય.
وگوشت آنها مثل سینه جنبانیدنی، از آن تو باشد وران راست، از آن تو باشد.۱۸
19 ૧૯ ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મારી આગળ અર્પણ કરે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણો તને તથા તારા દીકરા અને દીકરીઓને સદા હક તરીકે આપ્યાં છે. તે સદાને માટે તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો મીઠાનો કરાર છે.”
جمیع هدایای افراشتنی را از چیزهای مقدس که بنی‌اسرائیل برای خداوند می‌گذرانند به تو و پسرانت ودخترانت با تو به فریضه ابدی دادم، این به حضورخداوند برای تو و ذریت تو با تو عهد نمک تا به ابد خواهد بود.»۱۹
20 ૨૦ યહોવાહે હારુનને કહ્યું, “તેઓના દેશમાં તારે કંઈ વારસો ન હોય, કે લોકોની સંપત્તિ મધ્યે તારે કંઈ ભાગ ન હોય. ઇઝરાયલી લોકો મધ્યે તારો હિસ્સો અને તારો વારસો હું છું.
و خداوند به هارون گفت: «تو در زمین ایشان هیچ ملک نخواهی یافت، و در میان ایشان برای تو نصیبی نخواهد بود، نصیب تو و ملک تودر میان بنی‌اسرائیل من هستم.۲۰
21 ૨૧ લેવીના વંશજો, જે મુલાકાતમંડપની સેવા કરે છે તેના બદલામાં, જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં બધા દશાંશનો દશમો વારસો આપ્યો છે.
«و به بنی لاوی‌اینک تمامی عشر اسرائیل را برای ملکیت دادم، به عوض خدمتی که می‌کنند یعنی خدمت خیمه اجتماع.۲۱
22 ૨૨ હવે પછી ઇઝરાયલના લોકો મુલાકાતમંડપ પાસે આવે નહિ, રખેને આ પાપ માટે તેઓ જવાબદાર ગણાય અને માર્યા જાય.
و بعد ازاین بنی‌اسرائیل به خیمه اجتماع نزدیک نیایند، مبادا گناه را متحمل شده، بمیرند.۲۲
23 ૨૩ મુલાકાતમંડપની સેવા લેવીઓ જ કરે. તેને લગતા દરેક પાપને લીધે તે જવાબદાર ગણાય. તમારી પેઢી દરપેઢી આ સદાને માટે વિધિ થાય. અને ઇઝરાયલી લોકો મધ્યે તેઓને કોઈ વારસો ન મળે.
اما لاویان خدمت خیمه اجتماع را بکنند و متحمل گناه ایشان بشوند، این در قرنهای شما فریضه‌ای ابدی خواهد بود، و ایشان در میان بنی‌اسرائیل ملک نخواهندیافت.۲۳
24 ૨૪ ઇઝરાયલ લોકોનો દશમો ભાગ યહોવાહને અર્પણ કરવો. તે મેં લેવીઓને વારસા તરીકે આપ્યો છે. તેથી મેં તેઓને કહ્યું, તેઓને ઇઝરાયલી મધ્યે કંઈ વારસો નહિ મળે.’”
زیراکه عشر بنی‌اسرائیل را که آن را نزد خداوند برای هدیه افراشتنی بگذرانندبه لاویان بجهت ملک بخشیدم، بنابراین به ایشان گفتم که در میان بنی‌اسرائیل ملک نخواهندیافت.»۲۴
25 ૨૫ યહોવાહે મૂસાને કહ્યું,
و خداوند موسی را خطاب کرده، گفت:۲۵
26 ૨૬ “તું લેવીઓ સાથે વાત કરીને તેમને કહે કે, ‘યહોવાહે વારસા તરીકે આપેલો દશમો ભાગ જયારે તમે ઇઝરાયલી લોકો પાસેથી પ્રાપ્ત કરો, ત્યારે તમારે યહોવાહને દશમો ભાગ એટલે દશાંશનો દશમો ભાગ ઉચ્છાલીયાર્પણ તરીકે અર્પણ કરવો.
«که لاویان را نیز خطاب کرده، به ایشان بگو: چون عشری را که از بنی‌اسرائیل به شما برای ملکیت دادم از ایشان بگیرید، آنگاه هدیه افراشتنی خداوند را از آن، یعنی عشری از عشربگذرانید.۲۶
27 ૨૭ તમારું ઉચ્છાલીયાર્પણ, ખળીના અનાજનો દસમો ભાગ તથા દ્રાક્ષકુંડની પેદાશનો દસમો ભાગ તમારા લાભમાં ગણાશે.
و هدیه افراشتنی شما برای شما، مثل غله خرمن و پری چرخشت حساب می‌شود.۲۷
28 ૨૮ ઇઝરાયલી લોકો તરફથી તમને મળેલા દસમા ભાગમાંથી તમારે યહોવાહને ઉચ્છાલીયાર્પણ કરવાં. તેમાંથી તમે હારુન યાજકને ઉચ્છાલીયાર્પણ આપો.
بدینطور شما نیز از همه عشرهایی که ازبنی‌اسرائیل می‌گیرید، هدیه افراشتنی برای خداوند بگذرانید، و از آنها هدیه افراشتنی خداوند را به هارون کاهن بدهید.۲۸
29 ૨૯ જે સર્વ ભેટો તું પ્રાપ્ત કરે તેમાંથી, તારે દરેક ઉચ્છાલીયાર્પણ યહોવાહને અર્પણ કરવાં. જે પવિત્ર અને ઉત્તમ વસ્તુઓ તને આપવામાં આવી છે તેમાંથી તારે અર્પણ કરવું.
از جمیع هدایای خود هر هدیه خداوند را از تمامی پیه آنها و از قسمت مقدس آنها بگذرانید.۲۹
30 ૩૦ માટે તું તેઓને કહે, ‘તેમાંથી તેના ઉત્તમ ભાગનું જ્યારે તમે ઉચ્છાલીયાર્પણ કરો, ત્યારે તે ખળીની ઊપજ તથા દ્રાક્ષકુંડની ઊપજના અર્પણ જેટલું લેવીઓના લાભમાં ગણાશે.
و ایشان را بگو هنگامی که پیه آنها را از آنها گذرانیده باشید، آنگاه برای لاویان مثل محصول خرمن وحاصل چرخشت حساب خواهد شد.۳۰
31 ૩૧ તું તથા તારાં કુટુંબો બચેલી તારી ભેટો ગમે તે જગ્યાએ ખાઓ, કારણ કે મુલાકાતમંડપમાં કરેલી સેવાનો તે બદલો ગણાશે.
و شماو خاندان شما آن را در هرجا بخورید زیراکه این مزد شما است، به عوض خدمتی که در خیمه اجتماع می‌کنید.۳۱
32 ૩૨ જે ઉત્તમ ભાગ તમે પ્રાપ્ત કર્યો તે તમે યહોવાહને ઉચ્છાલીયાર્પણ તરીકે ચઢાવો, તે ખાવાથી તથા પીવાથી તેનો દોષ તમને નહિ લાગે. પણ તમારે ઇઝરાયલ લોકોનાં પવિત્ર અર્પણોને અશુદ્ધ કરવાં નહિ, રખેને તમે માર્યા જાઓ.’”
و چون پیه آنها را از آنهاگذرانیده باشید، پس به‌سبب آنها متحمل گناه نخواهید بود، و چیزهای مقدس بنی‌اسرائیل راناپاک نکنید، مبادا بمیرند.»۳۲

< ગણના 18 >