< યહૂદાનો પત્ર 1 >

1 ઈશ્વર પિતાને વહાલા; ઈસુ ખ્રિસ્તને માટે સાચવી રખાયેલા અને તેડાયેલાઓને પત્ર લખનાર, ઈસુ ખ્રિસ્તનો દાસ, યાકૂબનો ભાઈ યહૂદા.
Judas, Jesu Kristi Tjener og Broder til Jakob, til de kaldede, som ere elskede i Gud Fader og bevarede for Jesus Kristus:
2 તમને દયા, શાંતિ તથા પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થાઓ.
Barmhjertighed og Fred og Kærlighed vorde eder mangfoldig til Del!
3 પ્રિયો, આપણા સામાન્ય ઉદ્ધાર વિષે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર સોંપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ.
I elskede! da det lå mig alvorligt på Sinde at skrive til eder om vor fælles Frelse, fandt jeg det nødvendigt at skrive til eder med Formaning om at stride for den Tro, som een Gang er bleven overgiven de hellige.
4 કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે.
Thi der har indsneget sig nogle Mennesker, om hvem det for længe siden er forud skrevet, at de vilde falde under denne Dom: Ugudelige, som misbruge vor, Guds Nåde til Uterlighed og fornægte vor eneste Hersker og Herre Jesus Kristus.
5 હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તોપણ હું તમને યાદ કરાવવા ચાહું છું કે પ્રભુએ મિસર દેશમાંથી લોકોને છોડાવ્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.
Men skønt I een Gang for alle vide det alt sammen, vil jeg minde eder om, at da Herren havde frelst Folket ud af Ægyptens Land, ødelagde han næste Gang dem, som ikke troede,
6 અને જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચુકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. (aïdios g126)
og de Engle, som ikke bevarede deres Højhed, men forlode deres egen Bolig, bar han holdt forvarede i evige Lænker under Mørke til den store Dags Dom; (aïdios g126)
7 તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે. (aiōnios g166)
ligesom Sodoma og Gomorra og de omliggende Stæder, der på samme Måde som disse vare henfaldne til Utugt og gik efter fremmed Kød), ere satte til et Eksempel, idet de bære en evig Ilds Straf. (aiōnios g166)
8 તોપણ એવી રીતે પણ આ લોકો સ્વપ્નોથી પોતાના દેહને ભ્રષ્ટ કરે છે, અધિકારને તુચ્છ ગણે છે અને આકાશી જીવોની નિંદા કરે છે.
Alligevel gå også disse ligedan i Drømme og besmitte Kød, foragte Herskab og bespotte Herligheder.
9 પણ મીખાયેલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ સર્જ્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું કે, “પ્રભુ તને ધમકાવો.”
Men Overengelen Mikael turde, da han tvistedes med Djævelen og talte om Mose Legeme, ikke fremføre en Bespottelsesdom, men sagde: "Herren straffe dig!"
10 ૧૦ તોપણ તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે અને નિર્બુદ્ધ પશુઓની જેમ જેને તેઓ સ્વાભાવિક સમજે છે તેમાં પોતાને ભ્રષ્ટ કરે છે.
Disse derimod bespotte, hvad de ikke kende; og hvad de som de ufornuftige Dyr vide Besked om af Naturen, dermed ødelægge de sig selv.
11 ૧૧ તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામના માર્ગમાં ધસી ગયા અને કોરાહના બંડમાં નાશ પામ્યા.
Ve dem! thi de ere gåede på Kains Vej og have styrtet sig i Bileams Vildfarelse for Vindings Skyld og ere gåede til Grunde i Horas Genstridighed.
12 ૧૨ તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં વિશિષ્ટ ભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે;
Disse ere Skærene ved eders Kærlighedsmåltider, fordi de uden Undseelse frådse med og pleje sig selv; de ere vandløse Skyer, som drives forbi af Vinden; bladløse Træer uden Frugt, to Gange døde, oprykkede med Rode;
13 ૧૩ તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારાં, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે. (aiōn g165)
vilde Bølger på Hav, som udskumme deres egen Skam; vild farende Stjerner; for dem er Mørke og Mulm bevaret til evig Tid. (aiōn g165)
14 ૧૪ વળી તેઓ વિષે પણ આદમથી સાતમી પેઢીના પુરુષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે કે, “જુઓ,
Men om disse har også Enok, den syvende fra Adam, profeteret, da han sagde: "Se, Herren kom med sine hellige Titusinder
15 ૧૫ સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે બધાં અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાંને પ્રભુ પોતાના હજારોહજાર પવિત્ર દૂતો સહિત છે.”
for at holde Dom over alle og straffe alle de ugudelige for alle deres Ugudeligheds Gerninger, som de have bedrevet, og for alle de formastelige Ord, som de have talt imod ham, de ugudelige Syndere!"
16 ૧૬ તેઓ બડબડાટ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારાં છે તેઓ મુખથી ગર્વિષ્ઠ વચનો બોલે છે; તેઓ સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.
Disse ere de, som knurre, som klage over deres Skæbne, medens de vandre efter deres Begæringer, og deres Mund taler overmodige Ord, medens de for Fordels Skyld vise Beundring for Personer.
17 ૧૭ પણ, પ્રિયો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રેરિતોએ જે વચનો અગાઉ કહેલા છે, તેઓને તમે સંભારો;
I derimod, I elskede! kommer de Ord i Hu, som forud ere talte af vor Herres Jesu Kristi Apostle;
18 ૧૮ તેઓએ તમને કહ્યું છે કે, “છેલ્લાં કાળમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે.”
thi de sagde eder: I den sidste Tid skal der være Spottere, som vandre efter deres Ugudeligheders Begæringer.
19 ૧૯ તેઓ ભાગલા પાડનારા અને વિષયી છે, તેઓમાં પવિત્ર આત્મા નથી.
Disse ere de, som volde Splittelser, sjælelige, som ikke have Ånd.
20 ૨૦ પણ પ્રિયો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને
I derimod, I elskede! opbygger eder selv på eders helligste Tro; beder i den Helligånd;
21 ૨૧ અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો. (aiōnios g166)
bevarer således eder selv i Guds Kærlighed, forventende vor Herres Jesu Kristi Barmhjertighed til evigt Liv. (aiōnios g166)
22 ૨૨ અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો.
Og revser nogle, når de tvivle,
23 ૨૩ અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને ભ્રષ્ટ દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.
frelser andre ved at udrive dem af Ilden, forbarmer eder over andre med Frygt, så I hade endog den af Kødet besmittede Kjortel.
24 ૨૪ હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમને
Men ham, som er mægtig til at bevare eder fra Fald og fremstille eder for sin Herlighed ulastelige i Fryd,
25 ૨૫ એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન. (aiōn g165)
den eneste Gud, vor Frelser ved vor Herre Jesus Kristus, tilkommer Ære og Majestæt, Vælde og Magt, forud for al Tid og nu og i alle Evigheder! Amen. (aiōn g165)

< યહૂદાનો પત્ર 1 >