< અયૂબ 13 >

1 જુઓ, મારી આંખોએ તે સર્વ જોયું છે; મારા કાનેથી એ સાંભળ્યું છે અને હું સમજ્યો છું.
Glej, moje oko je vse to videlo, moje uho je to slišalo in razumelo.
2 તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું; તમારાથી હું કંઈ કાચો નથી.
Kar veste vi, isto vem tudi jaz. Nisem slabši od vas.
3 નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું, હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું.
Zagotovo bi govoril Vsemogočnemu in želim si, da bi razpravljal z Bogom.
4 પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.
Toda vi ste ponarejevalci laži, vi vsi ste zdravniki brez vrednosti.
5 તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું! કેમ કે એમાં તમારું ડહાપણ જણાત.
Oh, da bi vsi skupaj molčali! To bi bila vaša modrost.
6 હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો.
Poslušajte torej moje zagovarjanje in prisluhnite prošnjam mojih ustnic.
7 શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો?
Mar boste zlobno govorili za Boga? In varljivo govorili zanj?
8 શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?
Mar boste sprejeli njegovo osebo? Mar se boste potegovali za Boga?
9 તે તમારી ઝડતી લે તો સારું, અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?
Ali je dobro, da bi vas on preiskal? Ali kakor en človek zasmehuje drugega ali tako vi zasmehujete njega?
10 ૧૦ તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે.
Zagotovo vas bo grajal, če naskrivaj sprejemate osebe.
11 ૧૧ શું ઈશ્વરની મહાનતા તમને નહિ ડરાવે? અને તેમનો ભય તમારા પર નહિ આવે?
Mar vas ne bo njegova odličnost prestrašila? In njegova groza padla na vas?
12 ૧૨ તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે; અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે.
Vaši spomini so podobni pepelu, vaša telesa ilovnatim telesom.
13 ૧૩ છાના રહો, મને નિરાંતે બોલવા દો, મારા પર જે થવાનું હોય તે થવા દો.
Molčite, pustite me samega, da lahko govorim in naj pride name kar hoče.
14 ૧૪ મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ. હું મારો જીવ મારા હાથોમાં લઈશ.
Čemu jemljem svoje meso v svoje zobe in svoje življenje polagam v svojo roko?
15 ૧૫ જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.
Čeprav me ubije, bom jaz vendar zaupal vanj; toda svoje lastne poti bom ohranil pred njim.
16 ૧૬ ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.
On bo tudi rešitev moje duše, kajti hinavec ne bo prišel predenj.
17 ૧૭ મારી વાત તમે ધ્યાનથી સાંભળો. મારા બોલવા પર કાન દો.
Marljivo prisluhnite mojemu govoru in moji izjavi s svojimi ušesi.
18 ૧૮ હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
Glejte torej, zapovedal sem svojo stvar; vem, da bom opravičen.
19 ૧૯ મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.
Kdo je tisti, ki se bo pravdal z menoj? Kajti sedaj, če zadržim svoj jezik, bom izročil duha.
20 ૨૦ હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;
Samo ne storite mi dveh stvari, potem se ne bom skril pred teboj.
21 ૨૧ તમારો હાથ મારા પરથી ખેંચી લો, અને તમારા ભયથી મને ન ગભરાવો.
Umakni svojo roko daleč od mene in naj me tvoja groza ne stori prestrašenega.
22 ૨૨ પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.
Potem kliči in jaz ti bom odgovoril. Ali naj jaz govorim in ti mi odgovori.
23 ૨૩ મારાં પાપો અને અન્યાયો કેટલા છે? મારા અપરાધો અને મારું પાપ મને જણાવો.
Kako številne so moje krivičnosti in grehi? Naredi mi, da spoznam svoj prestopek in svoj greh.
24 ૨૪ શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો? શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો?
Zakaj skrivaš svoj obraz in me šteješ za svojega sovražnika?
25 ૨૫ શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને હેરાન કરશો? શું તમે સૂકા તણખલાનો પીછો કરશો?
Hočeš zlomiti list, gnan sem ter tja? Hočeš zasledovati suho strnišče?
26 ૨૬ તમે મારી વિરુદ્ધ સખત ઝેરી શબ્દો લખો છો; અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો.
Kajti zoper mene pišeš grenke stvari in me delaš, da posedujem krivičnosti svoje mladosti.
27 ૨૭ તમે મારા પગમાં બેડીઓ બાંધો છો; તમે મારા બધા રસ્તાઓ ધ્યાનમાં રાખો છો, તમે મારાં પગલાં તપાસો છો;
Moja stopala polagaš v klade in ozko gledaš na vse moje steze. Odtis postavljaš na pete mojih stopal.
28 ૨૮ જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું, તથા ઉધાઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું.
In on, kakor razpadajoča stvar, požira kakor obleko, ki je pojedena od molja.

< અયૂબ 13 >