< યશાયા 34 >

1 હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો તમે કાન ધરો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળો.
Приступите, языцы, и услышите, князи: да слышит земля и живущии на ней, вселенная и людие, иже на ней.
2 કેમ કે સર્વ પ્રજાઓ પર અને તેના સર્વ સૈન્યો પર યહોવાહને ક્રોધ ચઢ્યો છે; તેમણે તેમનો સંપૂર્ણ નાશ કર્યો છે, તેઓને સંહારને આધીન કર્યા છે.
Зане ярость Господня на вся языки и гнев на число их, еже погубити их и предати я на заклание.
3 તેમના મારી નંખાયેલા નાખી દેવામાં આવશે; અને તેમના મૃતદેહો દુર્ગંધ મારશે, અને પર્વતો તેમના રક્તથી ઢંકાઈ જશે.
И язвении их повергнутся и мертвецы, и взыдет их смрад, и намокнут горы кровию их:
4 આકાશના સર્વ તારાઓ ખરી પડશે, અને આકાશ ઓળિયાની જેમ વાળી લેવાશે; અને તેના સર્વ તારાઓ ખરી પડશે જેમ દ્રાક્ષાવેલા પરથી પાંદડુ ખરી પડે છે અને પાકી ગયેલાં અંજીર ઝાડ પરથી ખરે છે તેમ તે ખરી પડશે.
и истают вся силы небесныя, и свиется небо аки свиток, и вся звезды спадут яко листвие с лозы, и якоже спадает листвие смоковницы.
5 કેમ કે મારી તલવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે, જુઓ, હવે તે અદોમ અને આ લોકોનો નાશ કરવાને તેમના ઉપર ઊતરશે.
Упися мечь Мой на небеси: се, на Идумею снидет и на люди пагубныя с судом.
6 યહોવાહની તલવાર રક્તથી અને મેદથી, જાણે હલવાન તથા બકરાંના રક્તથી, બકરાના ગુરદાનાં મેદથી તરબોળ થયેલી છે. કેમ કે, બોસરામાં યહોવાહનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ થયેલી છે.
Мечь Господень наполнися крове, растолсте туком, от крове козлов и агнцев и от тука козлов и овнов: яко жертва Господеви в Восоре, и заклание велие во Идумеи.
7 જંગલના ગોધાઓ, બળદો અને વાછરડાઓ એ બધાની કતલ એકસાથે થશે. તેઓની ભૂમિ રક્તથી તરબોળ થશે અને તેઓની ધૂળ મેદથી મિશ્રિત થશે.
И падут с ними сильнии, и овны и юнцы, и упиется земля от крове и от тука их насытится:
8 કેમ કે, તે યહોવાહનો વેર વાળવાનો દિવસ છે અને સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.
день бо суда Господня, и лето воздаяния суда Сионя.
9 અદોમનાં નાળાંઓ ડામર થઈ જશે, તેની ધૂળ ગંધક થઈ જશે, અને તેની ભૂમિ બળતો ડામર થશે.
И обратятся дебри его в смолу, и земля его в жупел,
10 ૧૦ તે રાત અને દિવસ બળતું રહેશે; તેનો ધુમાડો સદા ઊંચે ચઢશે; તેની ભૂમિ પેઢી દરપેઢી ઉજ્જડ રહેશે; સદાને માટે તેમાં થઈને કોઈ જશે નહિ.
и будет земля его горящи яко смола днем и нощию, и не угаснет в вечное время, и взыдет дым ея высоце, в роды своя опустеет.
11 ૧૧ પણ જંગલી પક્ષીઓ અને પ્રાણીઓ નું તે વતન થશે; ઘુવડ તથા કાગડા ત્યાં તેમના માળા બાંધશે. અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે.
И во время много птицы и ежеве, совы и вранове возгнездятся в нем: и возложат нань уже землемерно пустыни, и онокентаври вселятся в нем.
12 ૧૨ તેના ધનિકોની પાસે રાજ્ય કહેવાને માટે કશું હશે નહિ અને તેના સર્વ સરદારો નહિ જેવા થશે.
Князи его не будут: царие бо и вельможи его будут в пагубу.
13 ૧૩ તેના રાજમહેલોમાં કાંટા અને તેના કિલ્લાઓમાં કૌવચ અને ઝાંખરાં ઊગશે. ત્યાં શિયાળોનું રહેઠાણ અને ત્યાં શાહમૃગનો વાડો થશે.
И возникнут во градех их терновая древеса и во твердынех его, и будут селения сирином и селища струфионом:
14 ૧૪ ત્યાં જંગલનાં પ્રાણીઓ અને વરુઓ ભેગા થશે અને જંગલનાં બકરાઓ એકબીજાને પોકારશે. નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે અને પોતાને માટે વિશ્રામસ્થાન બનાવશે.
и срящутся беси со онокентавры и возопиют друг ко другу, ту почиют онокентаври, обретше себе покоища:
15 ૧૫ ઘુવડો ત્યાં માળો બાંધશે, ઈંડાં મૂકશે અને તે સેવીને બચ્ચાંને પોતાની છાયા નીચે એકત્ર કરશે. હા, ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાથી સહિત એકઠી થશે.
тамо возгнездится ежь, и сохранит земля дети его со утверждением: тамо елени сретошася и увидеша лица друг друга.
16 ૧૬ યહોવાહના પુસ્તકમાં શોધ કરો; તેઓમાંથી એક પણ બાકી રહેશે નહિ. કોઈપણ પોતાના સાથી વિનાનું માલૂમ પડશે નહિ, કેમ કે તેમના મુખે આ આજ્ઞા આપી છે અને તેમના આત્માએ તેઓને એકઠાં કર્યાં છે.
Числом преидоша, и един и них не погибе, друг друга не взыска, яко Господь заповеда им, и дух Его собра я.
17 ૧૭ તેમણે તેઓના માટે ચિઠ્ઠી નાખી છે અને તેમના હાથે દોરીથી માપીને તેમને તે વહેંચી આપ્યું છે; તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે; પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે.
И Той вержет им жребия, и рука Его раздели пастися: в вечное время наследите, в роды родов почиют в нем.

< યશાયા 34 >