< હોશિયા 5 >

1 “હે યાજકો, તમે આ સાંભળો. હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો. હે રાજકુટુંબ તું સાંભળ. કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે. મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતા, તાબોર પર જાળની જેમ પ્રસરેલા છો.
Hear this, priests! Attend, Israelites! Listen, royal family! For you is the judgment: a snare you have become at Mizpeh, and a net spread out on Tabor,
2 બંડખોરો ભ્રષ્ટાચારમાં નિમગ્ન થયા છે, પણ હું તમને સર્વને શિક્ષા કરનાર છું.
the rebels are deep in slaughter, but I will discipline all.
3 હું એફ્રાઇમને ઓળખું છું, ઇઝરાયલ મારાથી છુપાયેલું નથી. કેમ કે હે, એફ્રાઇમ તું તો ગણિકાના જેવું છે; ઇઝરાયલ અપવિત્ર છે.
I know Ephraim, Israel is not hidden from me, for you, Ephraim, have committed prostitution and Israel is defiled.
4 તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ પાછા ફરતાં રોકશે, કેમ કે તેઓમાં વ્યભિચારનો આત્મા છે, તેઓ યહોવાહને જાણતા નથી.
Their deeds do not permit them to return to their God. For the spirit of prostitution is within them, they do not know the Lord.
5 ઇઝરાયલનો ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે; ઇઝરાયલ તથા એફ્રાઇમ પોતાના અપરાધમાં ઠોકર ખાશે; યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાશે.
Israel’s arrogance testifies against them, Israel, even Ephraim, stumble in their sin, and Judah also stumbles with them.
6 તેઓ યહોવાહની શોધ કરવા પોતાનાં ટોળું તથા જાનવર લઈને જશે, પણ તે તેઓને મળશે નહિ, કેમ કે તે તેઓની પાસેથી જતા રહ્યા છે.
With their sheep and their cattle they will go to seek the Lord but they will not find him, he has withdrawn from them,
7 તેઓ યહોવાહને અવિશ્વાસુ થયા છે, કેમ કે તેઓએ બીજા કોઈનાં સંતાનોને જન્મ આપ્યો છે. હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેમના વતન સહિત નાશ કરશે.
for they have been untrue to the Lord, their children are strangers. Their new moon festivals will soon destroy them and their fields.
8 ગિબયાહમાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો. બેથ-આવેનમાં ભયસૂચક વગાડો: ‘હે બિન્યામીન અમે તારી પાછળ છીએ!’
Blow the trumpet in Gibeah, the clarion in Ramah! Raise the alarm in Beth-aven: we are with you, Benjamin!
9 શિક્ષાના દિવસે એફ્રાઇમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલના કુળોને જાહેર કર્યું છે.
Ephraim will become a desolation in the day of punishment, concerning the tribes of Israel I make known what is certain.
10 ૧૦ યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે. હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ.
The princes of Israel have become like thieves who move boundary stones. On them I will pour out my wrath like a flood.
11 ૧૧ એફ્રાઇમ કચડાઈ ગયો છે, તે ન્યાયનીરૂએ કચડાઈ ગયો છે, કેમ કે તે મૂર્તિઓની પાછળ ચાલવા રાજી હતો,
Ephraim will be oppressed, crushed by judgment, for they are determined to go after vanity.
12 ૧૨ તેથી હું એફ્રાઇમને ઉધાઈ સમાન, યહૂદિયાના લોકોને સડારૂપ છું.
So I am like a moth to Ephraim, like rottenness to the house of Judah.
13 ૧૩ જ્યારે એફ્રાઇમે પોતાની બીમારી જોઈ, અને યહૂદિયાએ પોતાનો ઘા જોયો, ત્યારે એફ્રાઇમ આશ્શૂરની પાસે ગયો અને મોટા રાજા યારેબની પાસે સંદેશાવાહક મોકલ્યો. પણ તે તમને સાજા કરી શકે એમ નથી કે, તમારા ઘા રુઝાવી શકે એમ નથી.
For when Ephraim saw their sickness and Israel their wound, Ephraim turned to Assyria, to its patron king. But he cannot heal you nor relieve you of your wound.
14 ૧૪ કેમ કે હું એફ્રાઇમ પ્રત્યે સિંહની જેમ, યહૂદિયાના લોકો પ્રત્યે જુવાન સિંહ જેવો થઈશ. હું, હા હું જ, તેઓને ફાડી નાખીને જતો રહીશ; હું તેમને પકડી લઈ જઈશ, તેઓની રક્ષા કરનાર કોઈ હશે નહિ.
For I myself will be like a lion to Ephraim, like a young lion to the house of Judah. I, yes I, will rend and go my way, I will carry off and none will rescue.
15 ૧૫ તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે; પોતાના દુ: ખના સમયે તેઓ મને આતરુતાથી શોધશે, ત્યારે હું મારે સ્થાને પાછો જઈશ.”
I will return to my place, until in remorse they seek my presence. When they are in distress they will quickly seek me,

< હોશિયા 5 >