< હિબ્રૂઓને પત્ર 13 >

1 ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો.
Let love of the brethren continue.
2 પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.
Forget not to shew love unto strangers: for thereby some have entertained angels unawares.
3 બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો.
Remember them that are in bonds, as bound with them; them that are evil entreated, as being yourselves also in the body.
4 લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.
[Let] marriage [be] had in honour among all, and [let] the bed [be] undefiled: for fornicators and adulterers God will judge.
5 દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, ‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’”
Be ye free from the love of money; content with such things as ye have: for himself hath said, I will in no wise fail thee, neither will I in any wise forsake thee.
6 તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, ‘પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
So that with good courage we say, The Lord is my helper; I will not fear: What shall man do unto me?
7 જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો.
Remember them that had the rule over you, which spake unto you the word of God; and considering the issue of their life, imitate their faith.
8 ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે. (aiōn g165)
Jesus Christ [is] the same yesterday and today, [yea] and for ever. (aiōn g165)
9 તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી.
Be not carried away by divers and strange teachings: for it is good that the heart be stablished by grace; not by meats, wherein they that occupied themselves were not profited.
10 ૧૦ આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી.
We have an altar, whereof they have no right to eat which serve the tabernacle.
11 ૧૧ કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે.
For the bodies of those beasts, whose blood is brought into the holy place by the high priest [as an offering] for sin, are burned without the camp.
12 ૧૨ એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું.
Wherefore Jesus also, that he might sanctify the people through his own blood, suffered without the gate.
13 ૧૩ તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ.
Let us therefore go forth unto him without the camp, bearing his reproach.
14 ૧૪ કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.
For we have not here an abiding city, but we seek after [the city] which is to come.
15 ૧૫ માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.
Through him then let us offer up a sacrifice of praise to God continually, that is, the fruit of lips which make confession to his name.
16 ૧૬ ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.
But to do good and to communicate forget not: for with such sacrifices God is well pleased.
17 ૧૭ તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થશે.
Obey them that have the rule over you, and submit [to them]: for they watch in behalf of your souls, as they that shall give account; that they may do this with joy, and not with grief: for this [were] unprofitable for you.
18 ૧૮ તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.
Pray for us: for we are persuaded that we have a good conscience, desiring to live honestly in all things.
19 ૧૯ તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું.
And I exhort [you] the more exceedingly to do this, that I may be restored to you the sooner.
20 ૨૦ હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, (aiōnios g166)
Now the God of peace, who brought again from the dead the great shepherd of the sheep with the blood of the eternal covenant, [even] our Lord Jesus, (aiōnios g166)
21 ૨૧ તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn g165)
make you perfect in every good thing to do his will, working in us that which is well-pleasing in his sight, through Jesus Christ; to whom [be] the glory for ever and ever. Amen. (aiōn g165)
22 ૨૨ ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે.
But I exhort you, brethren, bear with the word of exhortation: for I have written unto you in few words.
23 ૨૩ તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.
Know ye that our brother Timothy hath been set at liberty; with whom, if he come shortly, I will see you.
24 ૨૪ તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે.
Salute all them that have the rule over you, and all the saints. They of Italy salute you.
25 ૨૫ તમ સર્વ ઉપર કૃપા હો. આમીન.
Grace be with you all. Amen.

< હિબ્રૂઓને પત્ર 13 >