< ઊત્પત્તિ 5 >

1 આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.
Voici le livre de l'histoire d'Adam. Lorsque Dieu créa Adam, il le fit à la ressemblance de Dieu.
2 પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.
Il les créa mâle et femelle, et il les bénit, et il leur donna le nom d'Homme, lorsqu'ils furent créés.
3 જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.
Adam vécut cent trente ans, et il engendra un fils à sa ressemblance, selon son image, et il lui donna le nom de Seth.
4 શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
Les jours d'Adam, après qu'il eut engendré Seth, furent de huit cents ans, et il engendra des fils et des filles.
5 આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Tout le temps qu'Adam vécut fut de neuf cent trente ans, et il mourut.
6 જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
Seth vécut cent cinq ans, et il engendra Enos.
7 અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
Après qu'il eut engendré Enos, Seth vécut huit cent sept ans, et il engendra des fils et des filles.
8 શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Tout le temps que Seth vécut fut de neuf cent douze ans, et il mourut.
9 જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
Enos vécut quatre-vingt-dix ans, et il engendra Caïnan.
10 ૧૦ કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
Après qu'il eut engendré Caïnan, Enos vécut huit cent quinze ans, et il engendra des fils et des filles.
11 ૧૧ અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Tout le temps qu'Enos vécut fut de neuf cent cinq ans, et il mourut.
12 ૧૨ જયારે તેના પુત્ર માહલાલેલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
Caïnan vécut soixante-dix ans, et il engendra Malaléel.
13 ૧૩ માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
Après qu'il eut engendré Malaléel, Caïnan vécut huit cent quarante ans, et il engendra des fils et des filles.
14 ૧૪ કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Tout le temps que Caïnan vécut fut de neuf cent dix ans, et il mourut.
15 ૧૫ જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાલેલ પાંસઠ વર્ષનો હતો.
Malaléel vécut soixante-cinq ans, et il engendra Jared.
16 ૧૬ યારેદનો જન્મ થયા પછી માહલાલેલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
Après qu'il eut engendré Jared, Malaléel vécut huit cent trente ans, et il engendra des fils et des filles.
17 ૧૭ માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Tout le temps que Malaléel vécut fut de huit cent quatre-vingt-quinze ans, et il mourut.
18 ૧૮ જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.
Jared vécut cent soixante-deux ans, et il engendra Hénoch.
19 ૧૯ હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
Après qu'il eut engendré Hénoch, Jared vécut huit cents ans, et il engendra des fils et des filles.
20 ૨૦ યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Tout le temps que Jared vécut fut de neuf cent soixante-deux ans, et il mourut.
21 ૨૧ તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો.
Hénoch vécut soixante-cinq ans, et il engendra Mathusalem.
22 ૨૨ મથૂશેલાહનો જન્મ થયાં પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
Après qu'il eut engendré Mathusalem, Hénoch marcha avec Dieu trois cents ans, et il engendra des fils et des filles.
23 ૨૩ હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.
Tout le temps qu'Hénoch vécut fut de trois cent soixante-cinq ans.
24 ૨૪ હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.
Hénoch marcha avec Dieu, et on ne le vit plus, car Dieu l'avait pris.
25 ૨૫ જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો.
Mathusalem vécut cent quatre-vingt-sept ans, et il engendra Lamech.
26 ૨૬ લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
Après qu'il eut engendré Lamech, Mathusalem vécut sept cent quatre-vingt-deux ans, et il engendra des fils et des filles.
27 ૨૭ મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Tout le temps que Mathusalem vécut fut de neuf cent soixante-neuf ans, et il mourut.
28 ૨૮ જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો.
Lamech vécut cent quatre-vingt-deux ans, et il engendra un fils.
29 ૨૯ તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, “આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે.”
Il lui donna le nom de Noé, en disant: " Celui-ci nous soulagera de nos fatigues et du travail pénible de nos mains, provenant de ce sol qu'a maudit Yahweh. "
30 ૩૦ નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
Après qu'il eut engendré Noé, Lamech vécut cinq cent quatre-vingt-quinze ans, et il engendra des fils et des filles.
31 ૩૧ લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Tout le temps que Lamech vécut fut de sept cent soixante-dix-sept ans, et il mourut.
32 ૩૨ નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.
Noé, âgé de cinq cents ans, engendra Sem, Cham et Japheth.

< ઊત્પત્તિ 5 >