< ઊત્પત્તિ 42 >

1 હવે યાકૂબના જાણવામાં આવ્યું કે મિસરમાં અનાજ મળે છે. તેથી તેણે તેના દીકરાઓને કહ્યું, “તમે એકબીજા સામે જોતા કેમ ઊભા છો?”
و اما یعقوب چون دید که غله درمصر است، پس یعقوب به پسران خودگفت: «چرا به یکدیگر می‌نگرید؟»۱
2 મારા સાંભળવામાં આવ્યું છે કે, “મિસરમાં અનાજ ઉપલબ્ધ છે. ત્યાં જાઓ અને ત્યાંથી આપણે સારુ અનાજ વેચાતું લાવો કે આપણે ખાઈને મરણથી બચીએ અને જીવતા રહીએ.”
و گفت: «اینک شنیده‌ام که غله در مصر است، بدانجابروید و برای ما از آنجا بخرید، تا زیست کنیم ونمیریم.»۲
3 યૂસફના દસ ભાઈઓ અનાજ ખરીદવાને મિસરમાં ગયા.
پس ده برادر یوسف برای خریدن غله به مصر فرود آمدند.۳
4 પણ તેઓની સાથે યૂસફના ભાઈ બિન્યામીનને યાકૂબે મોકલ્યો નહિ, કેમ કે તેણે કહ્યું, “કદાચને તેના પર કંઈ વિઘ્ન આવી પડે.”
و اما بنیامین، برادر یوسف رایعقوب با برادرانش نفرستاد، زیرا گفت مبادازیانی بدو رسد.۴
5 બીજા લોકો કે જેઓ અનાજ વેચાતું લેવા આવેલા હતા તેઓની સાથે ઇઝરાયલના દીકરા પણ અનાજ માટે આવ્યા હતા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો.
پس بنی‌اسرائیل در میان آنانی که می‌آمدند، به جهت خرید آمدند، زیرا که قحطدر زمین کنعان بود.۵
6 અહીં મિસર દેશનો અધિપતિ યૂસફ હતો. દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. યૂસફના ભાઈઓ આવ્યા અને તેઓએ જમીન સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
و یوسف حاکم ولایت بود، و خود به همه اهل زمین غله می‌فروخت. و برادران یوسف آمده، رو به زمین نهاده، او را سجده کردند.۶
7 યૂસફે પોતાના ભાઈઓને જોયાં. તેઓને ઓળખ્યા, પણ તે જાણે તેઓને ઓળખતો ન હોય તેમ તેઓની સાથે વર્ત્યો. તેણે તેઓની સાથે કઠોરતાથી વાત કરીને પૂછ્યું, “તમે ક્યાંથી આવ્યા છો? “તેઓએ કહ્યું, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવાને આવ્યા છીએ.
چون یوسف برادران خود را دید، ایشان را بشناخت، وخود را بدیشان بیگانه نموده، آنها را به درشتی، سخن گفت و از ایشان پرسید: «از کجا آمده‌اید؟» گفتند: «از زمین کنعان تا خوراک بخریم.»۷
8 યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.
و یوسف برادران خود را شناخت، لیکن ایشان او را نشناختند.۸
9 યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં હતાં તે યાદ આવ્યાં. તેણે તેઓને કહ્યું, “તમે જાસૂસ છે. અનાજને બહાને જાસૂસી કરવા આવ્યા છો.”
و یوسف خوابها را که درباره ایشان دیده بود، بیاد آورد. پس بدیشان گفت: «شما جاسوسانید، و به جهت دیدن عریانی زمین آمده‌اید.»۹
10 ૧૦ તેઓએ તેને કહ્યું, “ના, મારા માલિક, તારા દાસો અનાજ વેચાતું લેવાને આવ્યા છે.
بدو گفتند: «نه، یا سیدی! بلکه غلامانت به جهت خریدن خوراک آمده‌اند.۱۰
11 ૧૧ અમે સર્વ એક માણસના દીકરાઓ છીએ. અમે પ્રમાણિક પુરુષો છીએ. જાસૂસો નથી.”
ماهمه پسران یک شخص هستیم. ما مردمان صادقیم؛ غلامانت، جاسوس نیستند.»۱۱
12 ૧૨ પણ યૂસફે તેઓને કહ્યું, “ના, તમે તો દેશની જાસૂસી માટે આવ્યા છો.”
بدیشان گفت: «نه، بلکه به جهت دیدن عریانی زمین آمده‌اید.»۱۲
13 ૧૩ તેઓ બોલ્યા, “અમે તારા દાસો બાર ભાઈઓ છીએ, કનાન દેશના એક માણસના દીકરા છીએ. જુઓ, નાનો ભાઈ અમારા પિતાની પાસે છે અને એક ભાઈનો તો પત્તો નથી.”
گفتند: «غلامانت دوازده برادرند، پسران یک مرد در زمین کنعان. و اینک کوچکتر، امروز نزد پدر ماست، و یکی نایاب شده است.»۱۳
14 ૧૪ યૂસફે તેઓને કહ્યું, “જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો, એ વાત ખરી છે.
یوسف بدیشان گفت: «همین است آنچه به شما گفتم که جاسوسانید!۱۴
15 ૧૫ તેથી તમારી તપાસ કરવામાં આવશે. ફારુનના જીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમને અહીંથી જવા દેવામાં આવશે નહિ.
بدینطور آزموده می‌شوید: به حیات فرعون از اینجا بیرون نخواهید رفت، جز اینکه برادر کهتر شما در اینجابیاید.۱۵
16 ૧૬ તમે તમારામાંથી એકને મોકલો. તે તમારા ભાઈને લઈને અહીં આવે. તમને કેદમાં રાખવામાં આવશે. તમારી વાતની ખાતરી કરાશે કે તમે સાચું બોલો છો કે નહિ. હું તો ફારુનના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો.”
یک نفر از خودتان بفرستید، تا برادر شمارا بیاورد، و شما اسیر بمانید تا سخن شما آزموده شود که صدق با شماست یا نه، والا به حیات فرعون جاسوسانید!»۱۶
17 ૧૭ તેણે તેઓને ત્રણ દિવસ સુધી કેદમાં પૂરી રાખ્યા.
پس ایشان را با هم سه روز در زندان انداخت.۱۷
18 ૧૮ ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે એક કામ કરો અને જીવતા રહો. કેમ કે હું ઈશ્વરથી ડરું છું.
و روز سوم یوسف بدیشان گفت: «این رابکنید و زنده باشید، زیرا من از خدا می‌ترسم:۱۸
19 ૧૯ જો તમે પ્રમાણિક અને સાચા પુરુષો હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ અને દુકાળને લીધે તમારા ઘર માટે અનાજ લઈ જાઓ.
هر گاه شما صادق هستید، یک برادر از شما درزندان شما اسیر باشد، و شما رفته، غله برای گرسنگی خانه های خود ببرید.۱۹
20 ૨૦ તમારા નાના ભાઈને મારી પાસે લાવો. જેથી તમારી વાત સાચી ઠરશે અને તમે મરણને પાત્ર થશો નહિ.” તેથી તેઓએ એમ જ કર્યું.
و برادر کوچک خود را نزد من آرید، تا سخنان شما تصدیق شودو نمیرید.» پس چنین کردند.۲۰
21 ૨૧ તેઓએ એકબીજાને કહ્યું, “નિશ્ચે આપણે આપણા ભાઈ સંબંધી અપરાધી છીએ, કેમ કે જયારે તેણે કાલાવાલા કર્યા ત્યારે આપણે તેની પીડા જોઈ, પણ તેનું સાંભળ્યું નહિ. તેથી આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”
و به یکدیگر گفتند: «هر آینه به برادر خودخطا کردیم، زیرا تنگی جان او را دیدیم وقتی که به ما استغاثه می‌کرد، و نشنیدیم. از این‌رو این تنگی بر ما رسید.»۲۱
22 ૨૨ રુબેને તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમને કહ્યું ન હતું, ‘આ છોકરા સંબંધી તમે પાપ ન કરો?’ પણ તમે માન્યું નહિ. હવે તેના લોહીનો બદલો લેવામાં આવે છે.”
و روبین در جواب ایشان گفت: «آیا به شما نگفتم که به پسر خطا مورزید؟۲۲
23 ૨૩ તેઓ જાણતા ન હતા કે યૂસફ તેમની વાત સમજે છે, કેમ કે તેઓની અને યૂસફની વચ્ચે દુભાષિયા મારફતે વાતચીત થતી હતી.
و ایشان ندانستند که یوسف می‌فهمد، زیرا که ترجمانی در میان ایشان بود.۲۳
24 ૨૪ યૂસફ તેના ભાઈઓની પાસેથી દૂર જઈને રડી પડ્યો. તેણે તેઓની પાસે પાછા આવીને વાત કરી. તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો.
پس از ایشان کناره جسته، بگریست و نزدایشان برگشته، با ایشان گفتگو کرد، و شمعون را ازمیان ایشان گرفته، او را روبروی ایشان دربند نهاد.۲۴
25 ૨૫ પછી યૂસફે તેના ચાકરોને આજ્ઞા આપી કે તેઓની ગૂણોમાં અનાજ ભરો, દરેક માણસે ચૂકવેલાં નાણાં તેમની ગૂણમાં પાછાં મૂકો તથા તેઓની મુસાફરીને માટે ખાધસામગ્રી આપો. ચાકરોએ યૂસફની સૂચના પ્રમાણે કર્યું.
و یوسف فرمود تا جوالهای ایشان را از غله پر سازند، و نقد ایشان را در عدل هر کس نهند، وزاد سفر بدیشان دهند، و به ایشان چنین کردند.۲۵
26 ૨૬ તેઓ તેમનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી ઘરે જવા રવાના થયા.
پس غله را بر حماران خود بار کرده، از آنجاروانه شدند.۲۶
27 ૨૭ રસ્તામાં રાતવાસો કર્યો ત્યારે એક ભાઈએ પોતાનાં ગધેડાંને દાણા ખવડાવવાને તેની ગૂણ છોડી, ત્યારે તેણે તેમાં પોતાનાં નાણાં જોયાં. તે તેની ગૂણમાં મૂકેલા હતાં.
و چون یکی، عدل خود را در منزل باز کرد، تا خوراک به الاغ دهد، نقد خود را دید که اینک در دهن عدل او بود.۲۷
28 ૨૮ તેણે તેના ભાઈઓને કહ્યું, “મારાં નાણાં મને પાછાં મળ્યાં છે. તે મારી ગૂણમાં હતાં.” તેઓનાં મન ગભરાયા અને તેઓ ભયભીત થયા. તેઓએ કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?”
و به برادران خود گفت: «نقد من رد شده است، و اینک در عدل من است. آنگاه دل ایشان طپیدن گرفت، و به یکدیگر لرزان شده، گفتند: «این چیست که خدا به ما کرده است.»۲۸
29 ૨૯ તેઓ કનાન દેશમાં તેઓના પિતા યાકૂબ પાસે આવ્યા. તેઓની સાથે જે બન્યું હતું તે બધી બાબતની વાત પિતા સમક્ષ કરતાં તેઓએ કહ્યું,
پس نزد پدر خود، یعقوب، به زمین کنعان آمدند، و از آنچه بدیشان واقع شده بود، خبرداده، گفتند:۲۹
30 ૩૦ “જે માણસ તે દેશનો માલિક છે તે અમારી સાથે કઠોરતાથી વર્ત્યો અને અમને દેશના જાસૂસ ગણ્યા.
«آن مرد که حاکم زمین است، با مابه سختی سخن گفت، و ما را جاسوسان زمین پنداشت.۳۰
31 ૩૧ અમે તેને કહ્યું, ‘અમે પ્રામાણિક માણસો છીએ. અમે જાસૂસ નથી.
و بدو گفتیم ما صادقیم و جاسوس نی.۳۱
32 ૩૨ અમે બાર ભાઈઓ, અમારા પિતાના દીકરા છીએ. એકનો તો પત્તો નથી અને નાનો અમારા પિતાની પાસે હમણાં કનાન દેશમાં છે”
ما دوازده برادر، پسران پدر خود هستیم، یکی نایاب شده است، و کوچکتر، امروز نزد پدرما در زمین کنعان می‌باشد.۳۲
33 ૩૩ તે માણસે એટલે દેશના માલિકે અમને કહ્યું, ‘તમે પ્રામાણિક માણસો છો એની ખાતરી માટે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો. તમે તમારા ભૂખે મરતા કુટુંબને માટે અનાજ લઈને જાઓ.
و آن مرد که حاکم زمین است، به ما گفت: از این خواهم فهمید که شما راستگو هستید که یکی از برادران خود را نزدمن گذارید، و برای گرسنگی خانه های خودگرفته، بروید.۳۳
34 ૩૪ તમે તમારા નાના ભાઈને મારી પાસે લઈ આવો. તેથી હું જાણીશ કે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છો. પછી હું તમારા ભાઈને મુક્ત કરીને તમને પાછો આપીશ અને તમને આ દેશમાં વેપાર કરવા દઈશ એટલે શિમયોનને ત્યાં રહેવા દેવો પડ્યો છે.’”
و برادر کوچک خود را نزد من آرید، و خواهم یافت که شما جاسوس نیستیدبلکه صادق. آنگاه برادر شما را به شما رد کنم، ودر زمین داد و ستد نمایید.»۳۴
35 ૩૫ તેઓ પોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, દરેક માણસના નાણાંની થેલી તેની ગૂણમાં હતી. જયારે તેઓએ તથા તેઓના પિતાએ તેઓનાં નાણાંની થેલીઓ જોઈ ત્યારે તેઓ ખૂબ ગભરાયા.
و واقع شد که چون عدلهای خود را خالی می‌کردند، اینک کیسه پول هر کس در عدلش بود. و چون ایشان و پدرشان، کیسه های پول را دیدند، بترسیدند.۳۵
36 ૩૬ તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, “ઓ મારા દીકરાઓ, તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ રહ્યો નથી, શિમયોન મિસરમાં છે અને તમે બિન્યામીનને લઈ જવા બધું જ મારી વિરુદ્ધ થાય છે.”
و پدر ایشان، یعقوب، بدیشان گفت: «مرا بی‌اولاد ساختید، یوسف نیست و شمعون نیست و بنیامین را می‌خواهید ببرید. این همه برمن است؟»۳۶
37 ૩૭ રુબેને તેના પિતાને કહ્યું, “જો હું બિન્યામીનને તારી પાસે પાછો ન લાવું તો તું મારા બે દીકરાને મારી નાખજે. તેને મારા હાથમાં સોંપ અને હું તેને તારી પાસે પાછો લાવીશ.”
روبین به پدر خود عرض کرده، گفت: «هر دو پسر مرا بکش، اگر او را نزد تو بازنیاورم. او را به‌دست من بسپار، و من او را نزد توباز خواهم آورد.»۳۷
38 ૩૮ યાકૂબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે. કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહ્યો છે. જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે, તો તમારાથી મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મરણ થાય, તમે એવું કરવા ઇચ્છો છો.” (Sheol h7585)
گفت: «پسرم با شما نخواهد آمد زیرا که برادرش مرده است، و او تنها باقی است. و هر گاه در راهی که می‌روید زیانی بدو رسد، همانامویهای سفید مرا با حزن به گور فرود خواهیدبرد.» (Sheol h7585)۳۸

< ઊત્પત્તિ 42 >