< ઊત્પત્તિ 35 >

1 ઈશ્વરે યાકૂબને કહ્યું, “હવે તું બેથેલમાં જા અને ત્યાં રહે. જયારે તું તારા ભાઈ એસાવથી ડરીને નાસી ગયો હતો ત્યારે જેમણે તને દર્શન આપ્યું હતું, તે ઈશ્વરને સારુ તું ત્યાં વેદી બાંધ.”
Рече же Бог ко Иакову: востав взыди на место Вефиль, и живи тамо, и сотвори тамо жертвенник Богу явльшемуся тебе, егда бежал еси от лица Исава брата твоего.
2 પછી યાકૂબે તેના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારી વચ્ચે જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, પોતપોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલો.
Рече же Иаков дому своему и всем иже с ним: поверзите боги чуждыя, иже с вами, от среды вас и очиститеся, и измените ризы своя:
3 પછી આપણે બેથેલમાં જઈએ. જે ઈશ્વરે મારી આપત્તિના દિવસે મને સાંભળ્યો હતો અને જ્યાં કંઈ હું ગયો ત્યાં જેઓ મારી સાથે રહ્યા, તેમને સારુ ત્યાં વેદી બાંધવાની છે.”
и воставше взыдем в Вефиль и сотворим тамо жертвенник Богу послушавшему мене в день скорбения, Иже бе со мною и спасе мя на пути, в оньже ходих.
4 તેથી તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે સર્વ યાકૂબને આપ્યાં. યાકૂબે શખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં.
И вдаша Иакову боги чуждыя, иже бяху в руках их, и усерязи яже во ушесех их: и скры я Иаков под теревинфом иже в Сикимех: И погуби я до днешняго дне.
5 જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં, તેમ તેમ ઈશ્વરે તેઓની ચારેગમનાં નગરોને ભયભીત કર્યા. તેથી ત્યાંના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો કર્યો નહિ.
И воздвижеся Израиль от Сикимов, и бысть страх Божий на градех, иже окрест их: и не гнаша вслед сынов Израилевых.
6 યાકૂબ તથા તેની સાથેના સર્વ લોકો કનાન દેશમાં આવેલા લૂઝ એટલે બેથેલમાં પહોંચ્યાં.
Прииде же Иаков в Лузу, яже есть в земли Ханаанстей, яже есть Вефиль, сам и вси людие, иже бяху с ним,
7 તેણે ત્યાં વેદી બાંધી અને તે જગ્યાનું નામ એલ બેથેલ પાડ્યું, કેમ કે જયારે તે તેના ભાઈથી નાસી જતો હતો, ત્યારે ત્યાં ઈશ્વરે તેને દર્શન આપ્યું હતું.
и созда тамо жертвенник, и прозва имя месту тому Вефиль: тамо бо явися ему Бог, егда бежаше он от лица Исава брата своего.
8 રિબકાની સંભાળ રાખનારી દાઈ દબોરા મૃત્યુ પામી. તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દફનાવામાં આવી તેથી તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ રાખવામાં આવ્યું.
Умре же Девора, доилица Ревеккина, и погребоша ю ниже Вефиля под дубом, и прозва имя ему дуб плача.
9 જયારે પાદ્દાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને આશીર્વાદ આપ્યો.
Явися же Бог Иакову еще в Лузе, егда прииде от Месопотамии Сирския, и благослови его Бог
10 ૧૦ ઈશ્વરે તેને કહ્યું, “તારું નામ યાકૂબ છે પણ હવેથી તારું નામ યાકૂબ કહેવાશે નહિ. તારું નામ ઇઝરાયલ થશે.” તેમણે તેનું નામ ઇઝરાયલ પાડ્યું.
и рече ему Бог: имя твое не прозовется ктому Иаков, но Израиль будет имя тебе. И нарече имя ему Израиль.
11 ૧૧ ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સફળ થા અને વૃદ્ધિ પામ. તારા વંશમાં પ્રજાઓ અને પ્રજાઓના સમુદાયો પેદા થશે અને તારાં સંતાનોમાંથી કેટલાંક રાજાઓ થશે.
Рече же ему Бог: Аз Бог твой: расти и множися: языцы и собрания языков будут от тебе, и царие из чресл твоих изыдут:
12 ૧૨ મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ અને તારા પછી તારા સંતાનોને પણ હું તે દેશ આપીશ.”
и землю, юже дах Аврааму и Исааку, тебе дах ю, тебе будет, и семени твоему по тебе дам землю сию.
13 ૧૩ જે જગ્યાએ ઈશ્વરે તેની સાથે વાત કરી હતી ત્યાંથી તેઓ ચાલ્યા ગયા.
Взыде же Бог от него от места, идеже глагола с ним:
14 ૧૪ જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાએ યાકૂબે પથ્થરનું એક સ્મારક એટલે સ્તંભ ઊભો કર્યો. તેણે તેના પર પેયાર્પણ કર્યું તથા તેલ રેડ્યું.
и постави Иаков столп на месте, идеже глагола с ним Бог, столп каменный, и пожре на нем жертву и возлия на него елей:
15 ૧૫ જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું.
и прозва Иаков имя месту тому, идеже глагола с ним Бог, Вефиль.
16 ૧૬ તેઓ બેથેલથી આગળ વધ્યા. એફ્રાથ પહોંચવાને હજી થોડું અંતર બાકી રહ્યું હતું ત્યારે રાહેલને પ્રસૂતિપીડા થઈ. તેને સખત દુઃખાવો ઊપડ્યો.
(Востав же (Иаков) от Вефиля, и постави кущу свою далее столпа Гадер.) бысть же егда приближися к хаврафе приити до земли Ефрафа, роди Рахиль и возбедствова в рождении:
17 ૧૭ જયારે તે સખત પીડાતી હતી ત્યારે તેને તેની દાઈએ કહ્યું, “બીશ નહિ, કેમ કે હવે તને બીજો દીકરો જન્મ્યો છે.”
бысть же внегда жестоко ей родити, рече ей баба: дерзай, ибо сей тебе есть сын.
18 ૧૮ જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડ્યું.
Бысть же егда оставляше ю душа, умираше бо, прозва имя ему Сын Болезни моея: отец же прозва имя ему Вениамин.
19 ૧૯ રાહેલ મૃત્યુ પામી. તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.
Умре же Рахиль, и погребоша ю на пути ипподрома Ефрафы: сия есть Вифлеем:
20 ૨૦ યાકૂબે તેની કબર પર સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ કહેવાય છે.
и постави Иаков столп на гробе ея: сей есть столп над гробом Рахилиным даже до дне сего.
21 ૨૧ ઇઝરાયલ મુસાફરી કરતાં આગળ વધ્યો અને મિગ્દાલ એદેરના બુરજની પેલી બાજુએ મુકામ કર્યો.
Изыде же оттуду Израиль и постави кущу свою за столпом Гадер.
22 ૨૨ જયારે ઇઝરાયલ તે દેશમાં હતો, ત્યારે રુબેન તેના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો. તે ઘટના ઇઝરાયલના સાંભળવામાં આવી. યાકૂબના બાર દીકરા હતા.
Бысть же егда вселися Израиль в земли той, иде Рувим и спа с Валлою, наложницею отца своего Иакова. И слыша Израиль, и зло явися пред ним. Беша же сынове Иаковли дванадесять.
23 ૨૩ લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન.
Сынове Лиины: Рувим, первенец Иаковль, Симеон, Левий, Иуда, Иссахар, Завулон.
24 ૨૪ રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન.
Сынове же Рахилины: Иосиф и Вениамин.
25 ૨૫ રાહેલની દાસી બિલ્હાના દીકરા: દાન તથા નફતાલી.
Сынове же Валлы, рабы Рахилины: Дан и Неффалим.
26 ૨૬ લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા.
Сынове же Зелфы, рабы Лиины: Гад и Асир. Сии сынове Иаковли, иже родишася ему в Месопотамии Сирстей.
27 ૨૭ મામરે, એટલે કિર્યાથ-આર્બા જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમ તથા ઇસહાક રહ્યાં હતા, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.
Прииде же Иаков ко Исааку отцу своему (еще живу сущу ему) в Мамврию, во Град Польный: сей есть Хеврон в земли Ханаанстей, идеже обита Авраам и Исаак.
28 ૨૮ ઇસહાકનું આયુષ્ય એકસો એંસી વર્ષનું હતું.
Быша же дние Исааковы, яже поживе, сто осмьдесят лет:
29 ૨૯ ઇસહાક ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને તેના પૂર્વજો સાથે મળી ગયો. તેના દીકરા એસાવે તથા યાકૂબે તેને દફનાવ્યો.
и ослабев Исаак умре, и приложися к роду своему стар исполнь дний: и погребоста его Исав и Иаков, сынове его.

< ઊત્પત્તિ 35 >