< નિર્ગમન 20 >

1 પછી યહોવાહે આ સર્વ વચનો ઉચ્ચારતાં કહ્યું:
И глагола Господь вся словеса сия к Моисею глаголя:
2 “હું તમારો ઈશ્વર યહોવાહ છું. હું તમને મિસર દેશમાં જ્યાં તમે ગુલામ હતા ત્યાંથી બહાર લઈ આવ્યો છું. તેથી તમારે આ આદેશો માનવા પડશે.
Аз есмь Господь Бог твой, изведый тя от земли Египетския, от дому работы:
3 “તમારે કોઈ દેવોની પૂજા કરવી નહિ, માત્ર મારી જ ભક્તિ કરવી.”
да не будут тебе бози инии разве Мене.
4 “તમારે આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમા બનાવવી નહિ.
Не сотвори себе кумира и всякаго подобия, елика на небеси горе и елика на земли низу, и елика в водах под землею:
5 તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવાહ છું અને આવેશ રાખનાર છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ.
да не поклонишися им, ни послужиши им: Аз бо есмь Господь Бог твой, Бог ревнитель, отдаяй грехи отец на чада до третияго и четвертаго рода ненавидящым Мене,
6 પરંતુ મારા પર પ્રેમ રાખનાર અને મારી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવીશ.
и творяй милость в тысящах любящым Мя и хранящым повеления Моя.
7 “તમારે તમારા ઈશ્વર યહોવાહનું નામ વ્યર્થપણે ન લેવું. કારણ કે તે માણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ મારું નામ વ્યર્થપણે લેશે તેને સજા કર્યા વિના હું રહેવાનો નથી.”
Не возмеши имене Господа Бога твоего всуе: не очистит бо Господь приемлющяго имя Его всуе.
8 “વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખજો.”
Помни день субботный, еже святити его:
9 છ દિવસ તમારે તમારાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમારા ઈશ્વર યહોવાહનો છે.
шесть дний делай и сотвориши (в них) вся дела твоя:
10 ૧૦ તેથી વિશ્રામવારના દિવસે તમારે કે તમારા પુત્રોએ કે તમારી પુત્રીઓએ, તમારા દાસ-દાસીઓએ કે તમારાં જાનવરોએ કે તમારા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે,
в день же седмый, суббота Господу Богу твоему: да не сотвориши всякаго дела в онь ты и сын твой и дщерь твоя, и раб твой и раба твоя, и вол твой и осля твое и всякий скот твой, и пришлец обитаяй у тебе:
11 ૧૧ છ દિવસમાં મેં યહોવાહે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમામ વસ્તુઓ ઉત્પન્ન કરી હતી અને સાતમે દિવસે મેં વિશ્રામ કર્યો હતો, તેથી મેં યહોવાહે વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.
зане в шести днех сотвори Господь небо и землю, море и вся яже в них, и почи в день седмый: сего ради благослови Господь день седмый и освяти его.
12 ૧૨ “તમારાં માતાપિતાનું સન્માન કરો, જેથી હું યહોવાહ તમારો ઈશ્વર તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.
Чти отца твоего и матерь твою, да благо ти будет и да долголетен будеши на земли блазе, юже Господь Бог твой дает тебе.
13 ૧૩ તમારે ખૂન કરવું નહિ.
Не убий.
14 ૧૪ તમારે વ્યભિચાર કરવો નહિ.
Не прелюбы сотвори.
15 ૧૫ તમારે ચોરી કરવી નહિ.
Не укради.
16 ૧૬ તમારે પડોશી કે માનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવી નહિ.
Не послушествуй на друга своего свидетелства ложна.
17 ૧૭ તમારા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમારા પડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા-લોભ, લાલચ, ઉત્કટ ઇચ્છા રાખવી નહિ.”
Не пожелай жены искренняго твоего, не пожелай дому ближняго твоего, ни села его, ни раба его, ни рабыни его, ни вола его, ни осла его, ни всякаго скота его, ни всего, елика суть ближняго твоего.
18 ૧૮ બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ધુમાડો જોઈને ભયભીત થઈને થરથર ધ્રૂજતા દૂર જ ઊભા રહ્યા.
И вси людие зряху глас и свещы, и глас трубный и гору дымящуюся: и убоявшеся вси людие сташа издалече,
19 ૧૯ પછી તેઓએ મૂસાને કહ્યું, “અમારી સાથે તું જ બોલ, તો અમે સાંભળીશું, પણ યહોવાહ અમારી સાથે બોલે નહિ. જો તે બોલશે તો અમે બધા મરી જઈશું.”
и рекоша Моисею: глаголи ты с нами, и да не глаголет к нам Бог, да не когда умрем.
20 ૨૦ એટલે મૂસાએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, કારણ કે યહોવાહ તો તમારી કસોટી કરવા આવ્યા છે કે, જેથી તમે બધા તેમનો ડર રાખો અને પાપ ન કરો.”
Рече же им Моисей: дерзайте: искушения бо ради прииде Бог к вам, яко да будет страх Его в вас, да не согрешаете.
21 ૨૧ “પરંતુ તેમ છતાં લોકો તો દૂર જ ઊભા રહ્યા અને મૂસા ઘનઘોર વાદળ નજીક જ્યાં યહોવાહ હતા ત્યાં ગયો.”
Стояху же вси людие издалече: Моисей же вниде во мрак, идеже бяше Бог.
22 ૨૨ પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું ઇઝરાયલના લોકોને એમ કહે કે, મેં તમારી સાથે આકાશમાંથી વાત કરી છે એ તમે જાતે જોયું છે.
Рече же Господь к Моисею: сия речеши дому Иаковлю и возвестиши сыном Израилевым: вы видесте, яко с небесе глаголах к вам:
23 ૨૩ તેથી મારી આગળ તમારે કોઈ સોનાચાંદીની મૂર્તિઓ ન બનાવવી. તમારે આવા ખોટા દેવો બનાવવા નહિ.”
не сотворите себе сами богов сребряных и богов златых не сотворите самым себе:
24 ૨૪ “મારા માટે તમે લોકો એક માટીની વેદી બનાવજો, અને તેના પર તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોમાંથી મને દહનીયાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. જે સર્વ જગાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તમારી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ.
олтарь из земли сотворите Ми и пожрете на нем всесожжения ваша и спасителная ваша, и овцы и телцы вашя, на всяком месте, идеже нареку имя Мое тамо, и прииду к тебе и благословлю тя:
25 ૨૫ જો તમે મારા માટે પથ્થરની વેદી બાંધો, તો ઘડેલા પથ્થરની નહિ પણ અસલ પથ્થરની બાંધશો. કારણ કે તમે જો તેના પર કોઈ પણ ઓજાર વાપરો તો તે અશુદ્ધ બની જાય.
аще же олтарь от камений сотвориши Ми, да не устроиши их тесаных: сечиво бо твое аще возложиши на них, то осквернятся:
26 ૨૬ તેમ જ તમારે પગથિયાં પર થઈને મારી વેદી ઉપર ચઢવું નહિ, રખેને તમે ઉઘાડા દેખાઓ.”
да не взыдеши по степенем ко олтарю Моему, яко да не открыеши срамоты твоея на нем.

< નિર્ગમન 20 >