< એસ્તેર 6 >

1 તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે કાળવૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી. અને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું.
Ону ноћ не могаше цар спавати, и заповеди те му донесоше књигу од знаменитих догађаја, дневнике, те је читаше цару.
2 તેમાં લખેલું હતું કે, રાજાના દરવાનોમાંના બે ચોકીદારો કે જેઓ દ્ધારની ચોકી કરતા હતા, તે બિગ્થાન અને તેરેશ જેઓએ અહાશ્વેરોશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું તે વિષે મોર્દખાયે ખબર આપી હતી.
И нађе се записано како је Мардохеј проказао за Вихтана и Тереса, два дворанина, који чуваху стражу на прагу, да гледају да дигну руке на цара Асвира.
3 આ ઉપરથી રાજાએ પૂછ્યું કે, “એને માટે મોર્દખાયને શું કંઈ માન તથા મોભો આપવામાં આવ્યાં છે? ત્યારે રાજાની હજૂરમાં જે દરબારીઓ હતા તેઓએ જણાવ્યું કે, મોર્દખાયને કંઈ જ આપવામાં આવ્યું નથી કદર કરાઈ નથી.”
Тада рече цар: Каква је част и како је добро учињено Мардохеју за то? А момци цареви, слуге његове, рекоше: Није му учињено ништа.
4 તેથી રાજાએ પૂછ્યું, “આંગણામાં કોણ છે?” હવે જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરાવી હતી તે પર એને ફાંસી આપવાનું રાજાને કહેવા માટે તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો.
А цар рече: Ко је у трему? А Аман беше дошао у спољашњи трем двора царевог да каже цару да се обеси Мардохеј на вешала која му је приправио.
5 તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, ‘આંગણામાં હામાન ઊભો છે.’ રાજાએ કહ્યું, ‘એને અંદર બોલાવો.”
А момци цареви рекоше му: Гле, Аман стоји у трему. А цар рече: Нека дође.
6 “ત્યારે હામાન અંદર ગયો. એટલે રાજાએ તેને પૂછ્યું ‘જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ?’ હવે હામાને મનમાં વિચાર્યું કે, મારા કરતાં બીજા કોને રાજા માન આપવા વધારે ખુશ થાય?”
И Аман дође, а цар му рече: Шта треба учинити човеку ког цар хоће да прослави? А Аман рече у себи: Кога би цар хтео прославити ако не мене?
7 એટલે હામાને રાજાને કહ્યું કે, “જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય,
И рече Аман цару: Кога цар хоће да прослави,
8 તેને માટે તો જે રાજપોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે તથા જે ઘોડા પર રાજા સવારી કરતા હોય તે, અને જે રાજમુગટ રાજાને માથે મુકાય છે તે લાવવા.
Треба донети царско одело које цар носи, и довести коња на коме цар јаше, и метнути му на главу венац царски;
9 પછી તે પોશાક અને તે ઘોડો રાજાના સૌથી વધુ માનવંતા સરદારોમાંના એકના હાથમાં આપવા અને તે માણસને એ પોશાક પહેરાવી અને તેને ઘોડા પર બેસાડી અને નગરમાં ફેરવે અને તેની આગળ એમ પોકાર કરવામાં આવે કે, જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે.”
И одело и коња треба дати коме између највећих кнезова царевих да обуку човека оног ког цар хоће да прослави, па да га проведу на коњу по улицама градским и вичу пред њим: Овако бива човеку кога цар хоће да прослави.
10 ૧૦ ત્યારે રાજાએ હામાનને કહ્યું, “જલ્દી જા અને પોશાક અને ઘોડો લઈ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર, તું જે બોલ્યો છે તે સઘળામાંથી કંઈ જ રહી જવું જોઈએ નહિ.
Тада рече цар Аману: Брже узми одело и коња као што рече, и учини тако Мардохеју, Јудејцу који седи на вратима царевим; немој изоставити ништа што си рекао.
11 ૧૧ ત્યારે હામાને તે પોશાક મોર્દખાયને પહેરાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને નગરના રસ્તે ફેરવીને તેની આગળ નેકી પોકારી કે, “જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને એ પ્રમાણે કરવામાં આવશે.”
И узе Аман одело и коња, и обуче Мардохеја и проведе га на коњу по улицама градским вичући пред њим: Овако бива човеку кога цар хоће да прослави.
12 ૧૨ મોર્દખાય રાજાના મહેલને દરવાજે પાછો આવ્યો પણ હામાન શોક કરતો પોતાનું મોં છુપાવીને જલદીથી ઘરે ચાલ્યો ગયો.
Потом се врати Мардохеј на врата царева, а Аман брже отиде кући својој жалостан и покривене главе.
13 ૧૩ પછી હામાને પોતાની પત્ની ઝેરેશને અને બધાં મિત્રોને જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે તેની પત્ની ઝેરેશે અને તેના મિત્રમંડળે તેને કહ્યું “મોર્દખાય કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો એક યહૂદી વંશનો હોય, તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ ચોક્કસ તું નાશ પામીશ.”
И приповеди Аман Сереси, жени својој и свим пријатељима својим све што му се догоди. Тада му рекоше мудраци његови и Сереса жена његова: Кад је од јудејског семена Мардохеј пред којим си почео падати, нећеш му одолети, него ћеш пасти пред њим.
14 ૧૪ હજી તો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી મિજબાનીમાં હામાનને ઉતાવળે તેડી ગયા.
И док они још говораху с њим, дођоше дворани цареви и брже одведоше Амана на обед који зготови Јестира.

< એસ્તેર 6 >