< પ્રેરિતોનાં કૃત્યો 23 >

1 ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે, ભાઈઓ, ‘હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.’”
In Pavel, pogledavši na zbor, reče: Možjé bratje! jaz sem z vso dobro vestjó živel pred Bogom do današnjega dné.
2 ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર (તમાચો) મારવાની આજ્ઞા કરી.
Véliki duhoven Ananija pa ukaže tistim, kteri so pri njem stali, naj ga udarijo po ustih.
3 ત્યારે પાઉલે તેને કહ્યું કે, ‘ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?’
Tedaj mu Pavel reče: Udaril te bo Bog, stena pobeljena! in ti sediš, da bi me sodil po postavi, in zoper postavo me veliš bíti?
4 પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે, ‘શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?’
Tisti pa, kteri so zraven stali, rekó: Vélikega duhovna Božjega preklinjaš?
5 ત્યારે પાઉલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ યાજક છે, તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહિ.
Pa reče Pavel: Nisem vedel, bratje, da je véliki duhoven; pisano je namreč: "Poglavarja naroda svojega ne preklinjaj."
6 પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’”
Vedoč pa Pavel, da je eden del Saducejev, a drugi Farizejev, zavpije v zboru: Možjé bratje, jaz sem Farizej, sin Farizejev; za voljo upanja in vstajanja mrtvih sem na sodbi.
7 તેણે એવું કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ, અને સભામાં પક્ષ પડયા.
Ko je pa to rekel, nastane razpor med Farizeji in Saduceji, in množica se razdelí.
8 કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.
Kajti Saduceji pravijo, da ni vstajanja, in tudi angelja in duha ne; a Farizeji trdijo oboje.
9 ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, ‘આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને (પવિત્ર) આત્માએ અથવા (પ્રભુના) દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?’
In vstata je velika krika; in vstavši pismarji od strani Farizejske, pobijali so, govoreč: Nič hudega ne nahajamo na tem človeku; če mu je pa duh govoril ali angelj, ne nasprotujmo Bogu.
10 ૧૦ તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, ‘જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.’”
Ko je pa vstal razpor velik, bal se je jezernik, da ne bi Pavla raztrgali, ter ukaže, naj snidejo vojaki in ga potegnejo izmed njih, in odpeljejo v grad.
11 ૧૧ તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, ‘હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.’”
Drugo noč pa pristopi Gospod k njemu, in reče: Ne boj se, Pavel! kajti kakor si v Jeruzalemu pričal za-me, tako moraš tudi v Rimu pričati.
12 ૧૨ દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’”
Ko se je pa zdanilo, zbere se nekaj Judov, in zaroté se, govoreč, da ne bodo ne jedli ne pili, dokler ne ubijejo Pavla.
13 ૧૩ આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.
Bilo jih je pa več kakor štirideset, kteri so se bili tako zakleli.
14 ૧૪ તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.
Ti pristopijo k vélikim duhovnom in starešinam, in rekó: S prisego smo se zakleli, da ne bomo ničesar okusili, dokler Pavla ne ubijemo.
15 ૧૫ માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’”
Sedaj torej vi z zborom naznanite jezerniku, naj ga pripelje jutri k vam, kakor da bi hoteli kaj natančnijega zvedeti za njegove zadeve; a mi smo pripravljeni, da ga ubijemo, predno se približa.
16 ૧૬ પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.
Slišavši pa sin sestre Pavlove za to zalezovanje, pride in vnide v grad, in sporočí Pavlu.
17 ૧૭ ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
Poklicavši pa Pavel enega od stotnikov, reče: Tega mladeniča odpelji k jezerniku; kajti ima mu nekaj sporočiti.
18 ૧૮ ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
On ga torej vzeme in pripelje k jezerniku, in reče: Jetnik Pavel me je poklical in prosil, naj tega mladeniča popeljem k tebi, kteri ima nekaj s teboj govoriti.
19 ૧૯ ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?’
In jezernik ga prime za roko in odide na stran, in vpraševal je: Kaj je, kar mi imaš povedati?
20 ૨૦ તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે.
Pa reče: Judje so se dogovorili, da te bodo prosili, da bi jutri pripeljal Pavla v zbor, kakor da bi hoteli kaj natančnijega izprašati za-nj.
21 ૨૧ એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે.
Ti jih pa ne poslušaj; kajti zalezuje ga izmed njih več kakor štirideset móž, kteri so se zarotili, da ne bodo ne jedli ne pili, dokler ga ne umoré; in sedaj so pripravljeni, in čakajo tvojega odgovora.
22 ૨૨ ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.
Tedaj jezernik mladeniča odpustí, naročivši mu, naj nikomur ne pové, da si mi to naznanil.
23 ૨૩ પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;
In poklicavši dva stotnika, reče: Pripravita dve sto vojakov, da pojdejo do Cezareje, in sedemdeset konjikov, in dve sto strelcev, po tretjej uri nočí;
24 ૨૪ અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’”
In pripeljejo naj živino, da Pavla posadé in zdravega pripeljejo k Feliksu, poglavarju.
25 ૨૫ તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે,
In napiše pismo, ktero se je tako-le glasilo.
26 ૨૬ ‘નેક નામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ.
Klavdij Lizija pozdravlja častitega poglavarja Feliksa.
27 ૨૭ આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો.
Tega moža so Judje zgrabili, in hoteli so ga umoriti; ali prišel sem z vojsko, in otél sem ga, ko sem zvedel, da je Rimljan.
28 ૨૮ તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો.
Hoteč pa zvedeti vzrok, za kaj ga tožijo, peljal sem ga v njih zbor.
29 ૨૯ ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી.
In našel sem, da ga tožijo za vprašanja njih postave, da pa nima nobene krivice, za ktero bi bil vreden smrti ali vezî.
30 ૩૦ જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને (જે કહેવું હોય તે) તેઓ તમારી આગળ કહે.’”
Ko mi se je pa naznanil naklep, kterega so kovali Judje zoper tega moža, poslal sem precej k tebi sporočivši tudi tožnikom, naj pred teboj povedó, kar imajo zoper njega. Zdrav!
31 ૩૧ ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા.
Tedaj so vojaki, kakor jim se je bilo naročilo, Pavla vzeli in odpeljali po noči v Antipatrido.
32 ૩૨ પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા.
A drugi dan so se vrnili v grad, pustivši konjike, da so šli ž njim.
33 ૩૩ તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો.
Ti pa, ko so prišli v Cezarejo, oddali so pismo poglavarju, in postavili so Pavla pred-nj.
34 ૩૪ તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે,
Poglavar pa, ko je prebral in vprašal, iz ktere dežele da je, in je zvedel, da iz Cilicije:
35 ૩૫ ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ;’ પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.’”
Zaslišal te bom, reče, kedar tudi tožniki tvoji pridejo. In ukazal je, naj ga varujejo v dvoru Herodovem.

< પ્રેરિતોનાં કૃત્યો 23 >