< 2 શમએલ 14 >

1 હવે સરુયાના દીકરા યોઆબને લાગ્યું કે, રાજાનું હૃદય આબ્શાલોમને જોવાની અગમ્ય ઇચ્છા ધરાવે છે.
ଏଥିଉତ୍ତାରେ ସରୁୟାର ପୁତ୍ର ଯୋୟାବ ଦେଖିଲା ଯେ, ରାଜାଙ୍କର ହୃଦୟ ଅବଶାଲୋମ ଆଡ଼େ ଅଛି।
2 તેથી યોઆબે તકોઆ નગરમાં ખબર મોકલીને ત્યાંથી એક જ્ઞાની સ્ત્રીને તેડાવી પછી તેને કહ્યું, “કૃપા કરીને તું શોક કરનારનાં જેવો ઢોંગ કર અને શોકના વસ્ત્રો પહેર. કૃપા કરી તારા પોતાના પર તેલ ન લગાવ, પણ મૃત્યુ પામેલાંને માટે લાંબા સમયથી શોક કરનાર સ્ત્રીના જેવી તું થા.
ଏଣୁ ଯୋୟାବ ତକୋୟକୁ ଲୋକ ପଠାଇ ସେଠାରୁ ଏକ ଜ୍ଞାନବତୀ ସ୍ତ୍ରୀକୁ ଅଣାଇ ତାହାକୁ କହିଲା, “ଆଗୋ, ବିନୟ କରୁଅଛି, ତୁମ୍ଭେ ଶୋକକାରିଣୀର ବେଶ ଧର ଓ ଶୋକସୂଚକ ବସ୍ତ୍ର ପିନ୍ଧ, ତୁମ୍ଭେ ତେଲ ଲଗାଅ ନାହିଁ, ମାତ୍ର ମୃତ ଲୋକ ପାଇଁ ବହୁ କାଳରୁ ଶୋକକାରିଣୀ ସ୍ତ୍ରୀ ପରି ହୁଅ;
3 પછી હું તને જે કહું તે પ્રમાણે રાજા પાસે જઈને તેને કહે.” પછી યોઆબે તેને એ વાત કહી કે જે તેણે જઈને રાજાને કહેવાની હતી.
ପୁଣି ରାଜାଙ୍କ ନିକଟକୁ ଯାଇ ଏହି ପ୍ରକାରେ ତାଙ୍କୁ କୁହ।” ଆଉ ଯୋୟାବ ତାହାକୁ ବକ୍ତବ୍ୟ କଥା ଶିଖାଇଲା।
4 પછી તકોઆની તે સ્ત્રી રાજાની સાથે વાત કરવા ગઈ. ત્યારે તેણે સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, “હે રાજા, મને મદદ કર.”
ତହୁଁ ତକୋୟର ସେହି ସ୍ତ୍ରୀ ରାଜାଙ୍କୁ କଥା କହିବା ବେଳେ ଭୂମିରେ ମୁହଁ ମାଡ଼ି ପ୍ରଣାମ କରି କହିଲା, “ମହାରାଜ, ରକ୍ଷା କରନ୍ତୁ।”
5 રાજાએ તેને કહ્યું કે, “તારી સાથે શું ખરાબ થયું છે?” તેણે જવાબ આપ્યો કે, સાચી વાત એ છે કે હું વિધવા છું અને મારો પતિ મરણ પામ્યો છે.
ତହିଁରେ ରାଜା ତାହାକୁ କହିଲେ, “ତୁମ୍ଭର କଅଣ ହେଲା?” ସେ ଉତ୍ତର କଲା, “ମୁଁ ସତ୍ୟ କହୁଛି, ମୁଁ ବିଧବା ସ୍ତ୍ରୀ, ମୋʼ ସ୍ୱାମୀ ମରିଯାଇଅଛି।
6 મારે બે દીકરા હતા, તે બન્ને ખેતરમાં લડી પડ્યા. ત્યાં તેઓને અલગ કરનાર કોઈ ન હતું. એક ભાઈએ બીજા ભાઈ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.
ଆପଣଙ୍କ ଏହି ଦାସୀର ଦୁଇ ପୁତ୍ର ଥିଲେ, ସେ ଦୁହେଁ କ୍ଷେତ୍ରରେ ଝଗଡା କଲେ, ସେତେବେଳେ ସେମାନଙ୍କୁ ଛଡ଼ାଇ ଦେବାକୁ କେହି ନ ଥିବାରୁ ଜଣେ ଅନ୍ୟ ଜଣକୁ ମାରି ବଧ କଲା।
7 અને હવે, આખું કુટુંબ મારી વિરુદ્ધ ઊઠ્યું છે, તેઓએ કહ્યું, ‘જેણે તેના ભાઈને મારી નાખ્યો છે, તેને અમારા હાથમાં સોંપ, કે તેના ભાઈને મારી નાખ્યો તેના બદલામાં અમે તેને પણ મારી નાખીએ.’ આમ કરીને તેઓ વારસનો પણ નાશ કરશે. મારા કુળનો નાશ કરશે અને બાકી રહેલો મારો વંશ, મારા પતિનું નામ કે કુળનું નામ તેઓ પૃથ્વી પર રહેવા દેશે નહિ.”
ଏବେ ଦେଖନ୍ତୁ, ସମୁଦାୟ ଗୋଷ୍ଠୀ ଆପଣଙ୍କ ଦାସୀ ବିରୁଦ୍ଧରେ ଉଠି କହୁଛନ୍ତି, ‘ଆପଣା ଭାଇକୁ ଯେ ମାରିଲା, ତାହାକୁ ସମର୍ପଣ କର, ତହିଁରେ ଆମ୍ଭେମାନେ ତାହାର ହତ ଭାଇର ପ୍ରାଣ ବଦଳେ ତାହାର ପ୍ରାଣ ନେବୁ,’ ପୁଣି ଉତ୍ତରାଧିକାରୀଙ୍କୁ ମଧ୍ୟ ଉଚ୍ଛିନ୍ନ କରିବୁ; ଏହା କଲେ ସେମାନେ ମୋର ବାକି ଥିବା ନିଆଁ ଲିଭାଇ ଦେବେ ଓ ପୃଥିବୀରୁ ମୋʼ ସ୍ୱାମୀର ନାମ ଓ ଅବଶିଷ୍ଟ କିଛି ରଖିବେ ନାହିଁ।”
8 તેથી રાજાએ તે સ્ત્રીને કહ્યું કે, “તારા ઘરે જા, તારા વિષે કંઈ કરવા માટે હું હુકમ આપીશ.”
ଏଥିରେ ରାଜା ସେହି ସ୍ତ୍ରୀଙ୍କୁ କହିଲେ, “ଘରକୁ ଯାଅ, ମୁଁ ତୁମ୍ଭ ବିଷୟରେ ଆଜ୍ଞା ଦେବି।”
9 તકોઆની સ્ત્રીએ રાજાને જવાબ આપ્યો, “મારા માલિક રાજા, આ દોષ મારા પર તથા મારા પિતાના ઘર પર આવો. રાજા તથા તેનું રાજ્યાસન નિર્દોષ રહો.”
ତହୁଁ ତକୋୟର ସେହି ସ୍ତ୍ରୀ ରାଜାଙ୍କୁ କହିଲା, “ହେ ମୋହର ପ୍ରଭୋ, ମହାରାଜ, ଏ ଅପରାଧଟି ମୋʼ ଉପରେ ଓ ମୋʼ ପିତୃଗୃହ ଉପରେ ଥାଉ; ମାତ୍ର ମହାରାଜ ଓ ତାଙ୍କ ସିଂହାସନ ଦୋଷରହିତ ହେଉନ୍ତୁ।”
10 ૧૦ રાજાએ કહ્યું, “જો કોઈ તને કશું કહે, તેને મારી પાસે લાવ અને તે હવેથી તારું નામ લેશે નહિ.”
ତହିଁରେ ରାଜା କହିଲେ, “କେହି ଯେବେ ତୁମ୍ଭକୁ କିଛି କହେ, ତାଙ୍କୁ ମୋʼ ନିକଟକୁ ଆଣ, ତେବେ ସେ ତୁମ୍ଭକୁ ଆଉ ଛୁଇଁବ ନାହିଁ।”
11 ૧૧ પછી તેણે કહ્યું કે, “કૃપા કરી, હે રાજા પોતાના પ્રભુ ઈશ્વરનું સ્મરણ કર, લોહીનો બદલો લેનારા હવે કોઈનો નાશ કરે નહિ, કે જેથી તેઓ મારા દીકરાનો નાશ કરે નહિ.” રાજાએ જવાબ આપ્યો કે, “જીવતા ઈશ્વરના સમ, તારા દીકરાનો એક વાળ પણ હું જમીન પર પડવા નહિ દઉં.”
ତହିଁରେ ସେ ସ୍ତ୍ରୀ କହିଲେ, “ରକ୍ତର ପ୍ରତିହନ୍ତା (ନାଶକ) ଯେପରି ଆଉ ବିନାଶ ନ କରେ, ଏଥିପାଇଁ ମହାରାଜ ଆପଣା ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସ୍ମରଣ କରନ୍ତୁ, ନୋହିଲେ, ସେମାନେ ମୋʼ ପୁତ୍ରକୁ ଉଚ୍ଛିନ୍ନ କରିବେ।” ତହୁଁ ରାଜା କହିଲେ, “ସଦାପ୍ରଭୁ ଜୀବିତ ଥିବା ପ୍ରମାଣେ ତୁମ୍ଭ ପୁତ୍ରର ଏକ କେଶ ହିଁ ତଳେ ପଡ଼ିବ ନାହିଁ।”
12 ૧૨ પછી તે સ્ત્રીએ કહ્યું કે, “કૃપા કરી હવે તારી દાસીને એક વાત મારા માલિક રાજાને કહેવા દે.” તેણે કહ્યું, “બોલ.”
ସେତେବେଳେ ସେହି ସ୍ତ୍ରୀ କହିଲା, “ଆପଣଙ୍କ ଦାସୀଙ୍କୁ ମୋର ପ୍ରଭୁ ମହାରାଜଙ୍କ ନିକଟରେ ଗୋଟିଏ କଥା କହିବାକୁ ଦେଉନ୍ତୁ;” ସେ କହିଲେ, “କୁହ।”
13 ૧૩ તેથી તે સ્ત્રીએ કહ્યું,” શા માટે તેં ઈશ્વરના લોકો વિરુદ્ધ આવી યુક્તિની યોજના કરી છે? કેમ કે આ બાબત બોલતાં રાજા એક દોષી વ્યક્તિ જેવો લાગે છે, કેમ કે રાજા પોતાના દેશનિકાલ કરેલા દીકરાને પાછો ઘરે લાવતો નથી.
ତହୁଁ ସେହି ସ୍ତ୍ରୀ କହିଲା, “ତେବେ ଆପଣ କାହିଁକି ପରମେଶ୍ୱରଙ୍କ ଲୋକମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଏରୂପ ସଂକଳ୍ପ କରିଅଛନ୍ତି? ମହାରାଜ ଯାହା କହିଲେ, ତଦ୍ଦ୍ୱାରା ଦୋଷୀ ଲୋକ ପରି ହୋଇଅଛନ୍ତି, କାରଣ ମହାରାଜ ଆପଣା ନିର୍ବାସିତ ଲୋକଙ୍କୁ ଫେରାଇ ଆଣୁ ନାହାନ୍ତି।
14 ૧૪ કેમ કે આપણા સર્વનું મૃત્યુ નિશ્ચિત છે અને જેમ જમીન ઉપર ઢળેલું પાણી જે ફરીથી ઉપર ભેગું કરાતું નથી, તેના જેવા છીએ. ઈશ્વર કોઈનો જીવ લેતા નથી; પણ, જેને તેમણે પોતાનાથી દૂર કર્યા છે તેને પાછો લાવે છે.
ଆମ୍ଭେମାନେ ତ ନିତାନ୍ତ ମରିବା, ପୁଣି ଭୂମିରେ ଢଳାଗଲା ଉତ୍ତାରେ ଯାହା ପୁନର୍ବାର ସଂଗୃହୀତ ହୋଇ ନ ପାରେ, ଏପରି ଜଳ ତୁଲ୍ୟ ହେବା; କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ଜୀବନ ହରଣ କରନ୍ତି ନାହିଁ; ମାତ୍ର ନିର୍ବାସିତ ଲୋକ ଯେପରି ତାହାଙ୍କଠାରୁ ନିର୍ବାସିତ ନ ହୁଏ, ଏପରି ଉପାୟର ସଂକଳ୍ପ କରନ୍ତି।
15 ૧૫ તેથી મારા માલિક રાજાને આ વાત કહેવાને હું આવી છું, તેનું કારણ એ છે કે લોકોએ મને બીવડાવી છે. જેથી તારી દાસીએ પોતાને કહ્યું કે, ‘હવે હું રાજા સાથે વાત કરીશ. કદાચ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી અમલમાં મૂકે.
ଏବେ ମୁଁ ଯେ ମୋର ପ୍ରଭୁ ମହାରାଜଙ୍କ ନିକଟରେ ଏହି କଥା ନିବେଦନ କରିବାକୁ ଆସିଲି, ତହିଁର କାରଣ ଏହି ଯେ, ଲୋକମାନେ ମୋର ଭୟ ଜନ୍ମାଇଲେ; ତହିଁରେ ଆପଣଙ୍କ ଦାସୀ କହିଲା, ‘ମୁଁ ଏବେ ମହାରାଜଙ୍କୁ କହିବି; ହୋଇପାରେ, ମହାରାଜ ଆପଣା ଦାସୀର ନିବେଦନାନୁସାରେ କରିବେ।
16 ૧૬ કેમ કે રાજા મારું સાંભળીને, જે માણસ મારા દીકરા સાથે ઈશ્વરના વારસામાંથી નાશ કરવાને ઇચ્છે છે, તેના હાથમાંથી મને છોડાવશે.
ଯେଉଁ ଲୋକ ମୋତେ ଓ ମୋʼ ପୁତ୍ରକୁ ଏକତ୍ର ପରମେଶ୍ୱରଙ୍କ ଅଧିକାରରୁ ଉଚ୍ଛିନ୍ନ କରିବାକୁ ଇଚ୍ଛା କରେ, ତାହା ହସ୍ତରୁ ମହାରାଜ ଆପଣା ଦାସୀଙ୍କୁ ରକ୍ଷା କରିବାକୁ ମନୋଯୋଗ କରିବେ।’
17 ૧૭ પછી મેં પ્રાર્થના કરી કે, કૃપા કરી, ‘ઈશ્વર, મારા મુરબ્બી રાજાની વાત મને શાંતિરૂપ થાઓ, કેમ કે મારો મુરબ્બી રાજા સારું અને નરસું પારખવામાં ઈશ્વરના જેવો છે.’ ઈશ્વર તમારો પ્રભુ તમારી સાથે હો.
ଆପଣଙ୍କ ଦାସୀ ଆହୁରି କହିଲା, ‘ମୋର ପ୍ରଭୁ ମହାରାଜଙ୍କ ବାକ୍ୟ ଅବଶ୍ୟ ଶାନ୍ତିଦାୟକ ହେବ, କାରଣ ଭଲ ମନ୍ଦ ଶୁଣିବାକୁ ମୋର ପ୍ରଭୁ ମହାରାଜ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୂତ ତୁଲ୍ୟ,’ ପୁଣି ସଦାପ୍ରଭୁ ଆପଣଙ୍କ ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କ ସଙ୍ଗେ ଥାଉନ୍ତୁ।”
18 ૧૮ પછી રાજાએ તે સ્ત્રીને કહ્યું, “કૃપા કરીને જે કંઈ વાત હું તને પૂછું તેમાંનું કંઈ મારાથી છુપાવીશ નહિ.” તે સ્ત્રીએ જવાબ આપ્યો, “મારા માલિક રાજા બોલો.
ଏଥିରେ ରାଜା ଉତ୍ତର ଦେଇ ସେହି ସ୍ତ୍ରୀକୁ କହିଲେ, “ଭଲ, ମୁଁ ତୁମ୍ଭକୁ ଯାହା ପଚାରିବି, ତାହା ମୋʼ ଠାରୁ ଗୋପନ କରିବ ନାହିଁ।” ତହୁଁ ସେହି ସ୍ତ୍ରୀ କହିଲା, “ମୋର ପ୍ରଭୁ ମହାରାଜ କହନ୍ତୁ।”
19 ૧૯ રાજાએ કહ્યું, “આ સર્વમાં શું યોઆબનો હાથ તારી સાથે નથી?” તે સ્ત્રીએ જવાબ આપ્યો કે, “મારા માલિક રાજા, તારા જીવના સમ, કે જે કંઈ મારો માલિક રાજા બોલ્યો છે તે તદ્દન સાચી વાત છે. તારા સેવક યોઆબે મને આજ્ઞા આપી અને તેણે આ વાતો મને કહેલી હતી.
ଏଥିରେ ରାଜା କହିଲେ, “ଏସମସ୍ତ କଥାରେ କି ତୁମ୍ଭ ସଙ୍ଗେ ଯୋୟାବର ହାତ ନାହିଁ?” ସେହି ସ୍ତ୍ରୀ ଉତ୍ତର ଦେଇ କହିଲା, “ହେ ମୋର ପ୍ରଭୋ, ମହାରାଜ, ଆପଣଙ୍କ ପ୍ରାଣ ଜୀବିତ ଥିବା ପ୍ରମାଣେ କହୁଛି, ମୋʼ ପ୍ରଭୁ ମହାରାଜ ଯାହା କହିଅଛନ୍ତି, ତହିଁର ଡାହାଣକୁ କି ବାମକୁ ଫେରିବାକୁ କାହାରି ଆୟତ୍ତ ନାହିଁ; କାରଣ ଆପଣଙ୍କ ଦାସ ଯୋୟାବ ମୋତେ ଆଦେଶ କରି ଆପଣଙ୍କ ଦାସୀଙ୍କୁ ଏହି ସମସ୍ତ କଥା ଶିଖାଇଅଛନ୍ତି।
20 ૨૦ વાતને યોગ્ય રીતે રજૂ કરવા માટે યોઆબે આ કામ કર્યું છે. ભૂમિ પર જે સર્વ બને છે તે જાણવામાં મારા માલિક તો ઈશ્વરના જેવો જ્ઞાની છે.”
କଥାକୁ ଏପରି ବୁଲାଇ କହିବାକୁ ଆପଣଙ୍କ ଦାସ ଯୋୟାବ ଏହା କରିଅଛନ୍ତି; ଯାହାହେଉ, ମୋର ପ୍ରଭୁ ପୃଥିବୀର ସମସ୍ତ ବିଷୟ ଜାଣିବା ପାଇଁ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୂତଙ୍କ ଜ୍ଞାନ ପ୍ରମାଣେ ଜ୍ଞାନବାନ ଅଟନ୍ତି।”
21 ૨૧ તેથી રાજાએ યોઆબને કહ્યું, “હવે જો, હું આ કામ કરીશ. માટે જા, જુવાન આબ્શાલોમને પાછો લઈ આવ.”
ଏଥିଉତ୍ତାରେ ରାଜା ଯୋୟାବକୁ କହିଲେ, “ଆଚ୍ଛା, ଦେଖ, ମୁଁ ଏହି କଥା କରିବି, ଏଣୁ ଯାଅ, ସେ ଯୁବା ଅବଶାଲୋମଙ୍କୁ ପୁନର୍ବାର ଆଣ।”
22 ૨૨ યોઆબે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને રાજાનો આદર કરીને ધન્યવાદ આપ્યો. યોઆબે કહ્યું, “હે મારા માલિક રાજા, આજે તારો દાસ હું જાણું છું કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે તમે મારી વિનંતી સ્વીકારી છે.”
ତହିଁରେ ଯୋୟାବ ମୁହଁ ମାଡ଼ି ପ୍ରଣାମ କରି ରାଜାଙ୍କର ଧନ୍ୟବାଦ କଲା; ଆଉ ଯୋୟାବ କହିଲା, “ହେ ମୋହର ପ୍ରଭୋ, ମହାରାଜ, ମୁଁ ଯେ ଆପଣଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଅନୁଗ୍ରହ ପାଇଅଛି, ଏହା ଆପଣଙ୍କ ଦାସ ଆଜି ଜାଣିଲା, ଯେହେତୁ ମହାରାଜ ଆପଣା ଦାସର ନିବେଦନାନୁସାରେ କଲେ।”
23 ૨૩ તેથી યોઆબ ઊઠીને ગશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લાવ્યો.
ତହୁଁ ଯୋୟାବ ଉଠି ଗଶୂରକୁ ଯାଇ ଅବଶାଲୋମଙ୍କୁ ଯିରୂଶାଲମକୁ ଆଣିଲା।
24 ૨૪ રાજાએ કહ્યું, “તે પાછો ફરીને પોતાના ઘરે જાય, પણ મારું મુખ ન જુએ.” તેથી આબ્શાલોમ વળીને તેના ઘરે ગયો, પણ રાજાનું મુખ જોવા પામ્યો નહિ.”
ଆଉ ରାଜା କହିଲେ, “ସେ ଫେରି ଆପଣା ଘରକୁ ଯାଉ, ମାତ୍ର ସେ ମୋହର ମୁଖ ନ ଦେଖୁ।” ତହିଁରେ ଅବଶାଲୋମ ଆପଣା ଗୃହକୁ ଫେରିଗଲା ଓ ରାଜାଙ୍କର ମୁଖ ଦେଖିଲା ନାହିଁ।
25 ૨૫ હવે આખા ઇઝરાયલમાં કોઈ પણ માણસ સૌંદર્યની બાબતમાં આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગનાં તળિયાંથી તે તેના માથા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.
ସମୁଦାୟ ଇସ୍ରାଏଲ ମଧ୍ୟରେ ଅବଶାଲୋମ ପରି ଅତି ପ୍ରଶଂସନୀୟ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ପୁରୁଷ କେହି ନ ଥିଲା; ତାହାର ତଳିପାରୁ ମସ୍ତକର ଅଗ୍ରଭାଗ ପର୍ଯ୍ୟନ୍ତ ତାହାଠାରେ କୌଣସି ଖୁଣ ନ ଥିଲା।
26 ૨૬ તેના માથાના વાળ વધવાથી તે દર વર્ષને અંતે માથાના વાળ કપાવતો, ત્યારે તે પોતાના માથાના વાળનું વજન કરાવતો હતો. તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો શેકેલ થતું.
ତାହାର ମସ୍ତକର କେଶ ଭାରୀ ହେବାରୁ ପ୍ରତି ବର୍ଷର ଶେଷରେ ସେ ତାହା କଟାଏ। ପୁଣି ସେ ଆପଣା ମସ୍ତକର କେଶ କଟାଇବା ବେଳେ ରାଜପରିମାଣାନୁସାରେ ତାହା ଦୁଇ ଶହ ଶେକଲ ପରିମିତ ହୁଏ।
27 ૨૭ આબ્શાલોમને ત્રણ દીકરા અને એક દીકરી હતાં, જેનું નામ તામાર હતું. તે સુંદર કન્યા હતી.
ସେହି ଅବଶାଲୋମର ତିନି ପୁତ୍ର ଓ ଗୋଟିଏ କନ୍ୟା ଜାତ ହୋଇଥିଲେ; କନ୍ୟାର ନାମ ତାମର ଥିଲା, ସେ ପରମାସୁନ୍ଦରୀ।
28 ૨૮ આબ્શાલોમ રાજાનું મુખ જોયા વગર યરુશાલેમમાં પૂરા બે વર્ષ રહ્યો.
ଅବଶାଲୋମ ଯିରୂଶାଲମରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଦୁଇ ବର୍ଷ ବାସ କଲା; ମାତ୍ର ରାଜାଙ୍କର ମୁଖ ଦେଖିଲା ନାହିଁ।
29 ૨૯ પછી આબ્શાલોમે યોઆબને રાજા પાસે સંદેશ મોકલવા માટે તેડાવ્યો, પણ યોઆબ તેની પાસે આવ્યો નહિ. તેથી આબ્શાલોમે ફરી બીજીવાર સંદેશ મોકલ્યો, તેમ છતાં યોઆબ આવ્યો નહિ.
ଏଣୁ ଅବଶାଲୋମ ରାଜାଙ୍କ ନିକଟକୁ ପଠାଇବା ପାଇଁ ଯୋୟାବଙ୍କୁ ଡକାଇଲା; ମାତ୍ର ସେ ଆସିଲା ନାହିଁ; ତହୁଁ ସେ ଦ୍ୱିତୀୟ ଥର ପୁଣି ଲୋକ ପଠାଇଲା, ମାତ୍ର ସେ ଆସିଲା ନାହିଁ।
30 ૩૦ તેથી આબ્શાલોમે તેના ચાકરોને કહ્યું કે, “યોઆબનું ખેતર મારા ખેતરની પાસે છે અને તેમાં જવની વાવણી કરેલ છે. જઈને તેને આગથી બાળી નાખો.” તેથી આબ્શાલોમના ચાકરોએ તેના ખેતરમાં આગ લગાડી.
ଏହେତୁ ସେ ଆପଣା ଦାସମାନଙ୍କୁ କହିଲା, “ଦେଖ, ଆମ୍ଭ କ୍ଷେତ୍ର ପାଖରେ ଯୋୟାବର କ୍ଷେତ୍ର ଅଛି, ସେ ତହିଁରେ ଯବ କରିଅଛି; ଯାଅ, ତହିଁରେ ନିଆଁ ଲଗାଇ ଦିଅ।” ତହୁଁ ଅବଶାଲୋମର ଦାସମାନେ ସେହି କ୍ଷେତ୍ରରେ ନିଆଁ ଲଗାଇଦେଲେ।
31 ૩૧ ત્યારે યોઆબે આબ્શાલોમના ઘરે આવીને તેને કહ્યું, “તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?”
ଏଥିରେ ଯୋୟାବ ଉଠି ଅବଶାଲୋମ ପାଖକୁ ତାହାର ଗୃହକୁ ଆସି ତାହାକୁ କହିଲା, “ତୁମ୍ଭ ଦାସମାନେ କାହିଁକି ମୋʼ କ୍ଷେତ୍ରରେ ନିଆଁ ଲଗାଇଲେ?”
32 ૩૨ આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો કે, “જો, મેં તને સંદેશો મોકલાવ્યો હતો કે, ‘તું અહીં આવ કે જેથી હું તારા દ્વારા રાજાને ખબર મોકલું કે, “હું ગશૂરથી શા માટે આવ્યો છું? હું હજી ત્યાં જ રહ્યો હોત તો મારા માટે વધારે સારું થાત. માટે હવે રાજા સાથે મારી રૂબરૂ મુલાકાત કરાવ. અને જો તેને મારામાં દોષ દેખાય તો તે ભલે મને મારી નાખે.”
ତହୁଁ ଅବଶାଲୋମ ଯୋୟାବଙ୍କୁ ଉତ୍ତର କଲା, “ଦେଖ ମୁଁ ତୁମ୍ଭ ନିକଟକୁ ଲୋକ ପଠାଇ କହିଲି, ତୁମ୍ଭେ ଏଠାକୁ ଆସ, ମୁଁ କାହିଁକି ଗଶୂରରୁ ଆସିଲି? ଏ କଥା ପଚାରିବା ପାଇଁ ମୁଁ ରାଜାଙ୍କ ନିକଟକୁ ତୁମ୍ଭକୁ ପଠାଇବି। ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ସେଠାରେ ଥିଲେ, ମୋହର ଭଲ ହୋଇଥାʼନ୍ତା; ଏବେ ମୋତେ ରାଜାଙ୍କ ମୁଖ ଦେଖିବାକୁ ଦିଅ, ଯେବେ ମୋʼ ଠାରେ ଅପରାଧ ଥାଏ, ତେବେ ସେ ମୋତେ ବଧ କରନ୍ତୁ।”
33 ૩૩ તેથી યોઆબે રાજાને એ બાબત જણાવી. પછી રાજાએ આબ્શાલોમને બોલાવ્યો, ત્યારે તેણે રાજા પાસે આવીને તેમને સાષ્ટાંગ દંડવત કર્યા અને રાજાએ આબ્શાલોમને ચુંબન કર્યું.
ତହୁଁ ଯୋୟାବ ଯାଇ ରାଜାଙ୍କୁ ଏହା ଜଣାଇଲା; ତହିଁରେ ରାଜା ଅବଶାଲୋମଙ୍କୁ ଡକାନ୍ତେ, ସେ ରାଜାଙ୍କ ନିକଟକୁ ଆସି ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଭୂମିରେ ମୁହଁ ମାଡ଼ି ପ୍ରଣାମ କଲା, ପୁଣି ରାଜା ଅବଶାଲୋମଙ୍କୁ ଚୁମ୍ବନ କଲେ।

< 2 શમએલ 14 >