< 2 કાળવ્રત્તાંત 2 >

1 હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો.
וַיֹּ֣אמֶר שְׁלֹמֹ֗ה לִבְנֹ֥ות בַּ֙יִת֙ לְשֵׁ֣ם יְהוָ֔ה וּבַ֖יִת לְמַלְכוּתֹֽו׃
2 સુલેમાને સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસો માણસોને તેઓના પર દેખરેખ રાખવા મુકાદમ તરીકે કામે રાખ્યા.
וַיִּסְפֹּ֨ר שְׁלֹמֹ֜ה שִׁבְעִ֥ים אֶ֙לֶף֙ אִ֣ישׁ סַבָּ֔ל וּשְׁמֹונִ֥ים אֶ֛לֶף אִ֖ישׁ חֹצֵ֣ב בָּהָ֑ר וּמְנַצְּחִ֣ים עֲלֵיהֶ֔ם שְׁלֹ֥שֶׁת אֲלָפִ֖ים וְשֵׁ֥שׁ מֵאֹֽות׃ פ
3 સુલેમાને તૂરના રાજા હીરામની પાસે સંદેશો મોકલીને જણાવ્યું, “તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારનાં લાકડાં મોકલી આપ્યાં હતાં, તેમ જ તું મારી સાથે વર્તજે.
וַיִּשְׁלַ֣ח שְׁלֹמֹ֔ה אֶל־חוּרָ֥ם מֶֽלֶךְ־צֹ֖ר לֵאמֹ֑ר כַּאֲשֶׁ֤ר עָשִׂ֙יתָ֙ עִם־דָּוִ֣יד אָבִ֔י וַתִּֽשְׁלַֽח־לֹ֣ו אֲרָזִ֔ים לִבְנֹֽות־לֹ֥ו בַ֖יִת לָשֶׁ֥בֶת בֹּֽו׃
4 જુઓ, હું મારા ઈશ્વર યહોવાહ માટે ઘર બાંધવા માગું છું, ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારુ, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરનાં નક્કી કરેલાં પર્વોને માટે, સવાર તથા સાંજના દહનીયાર્પણોને સારુ તથા તેમના નામને સારુ, હું ઘર બાંધુ છું. ઇઝરાયલને માટે સર્વકાળને સારુ આ વિધિઓ ઠરાવેલા છે.
הִנֵּה֩ אֲנִ֨י בֹֽונֶה־בַּ֜יִת לְשֵׁ֣ם ׀ יְהוָ֣ה אֱלֹהָ֗י לְהַקְדִּ֣ישׁ לֹ֡ו לְהַקְטִ֣יר לְפָנָ֣יו קְטֹֽרֶת־סַמִּים֩ וּמַעֲרֶ֨כֶת תָּמִ֤יד וְעֹלֹות֙ לַבֹּ֣קֶר וְלָעֶ֔רֶב לַשַּׁבָּתֹות֙ וְלֶ֣חֳדָשִׁ֔ים וּֽלְמֹועֲדֵ֖י יְהוָ֣ה אֱלֹהֵ֑ינוּ לְעֹולָ֖ם זֹ֥את עַל־יִשְׂרָאֵֽל׃
5 હું જે ઘર બાંધવાનો છું તે ઘણું મોટું છે, કારણ કે આપણા ઈશ્વર બીજા સર્વ દેવો કરતાં મહાન છે.
וְהַבַּ֛יִת אֲשֶׁר־אֲנִ֥י בֹונֶ֖ה גָּדֹ֑ול כִּֽי־גָדֹ֥ול אֱלֹהֵ֖ינוּ מִכָּל־הָאֱלֹהִֽים׃
6 તો પણ તેમને માટે સભાસ્થાન બાંધવાને કોણ સમર્થ છે? કારણ કે સમગ્ર વિશ્વમાં અને આકાશોના આકાશમાં તેમનો સમાવેશ થઈ શકે તેમ નથી. તો પછી હું કોણ કે તેમને માટે સભાસ્થાન બાંધું? એ તો માત્ર તેમની સમક્ષ અર્પણ કરવાને માટે જ છે.
וּמִ֤י יַעֲצָר־כֹּ֙חַ֙ לִבְנֹֽות־לֹ֣ו בַ֔יִת כִּ֧י הַשָּׁמַ֛יִם וּשְׁמֵ֥י הַשָּׁמַ֖יִם לֹ֣א יְכַלְכְּלֻ֑הוּ וּמִ֤י אֲנִי֙ אֲשֶׁ֣ר אֶבְנֶה־לֹּ֣ו בַ֔יִת כִּ֖י אִם־לְהַקְטִ֥יר לְפָנָֽיו׃
7 તેથી સોનાના, ચાંદીના, પિત્તળના, લોખંડના, જાંબુડિયા, ઘાટા લાલ, આસમાની રંગના વસ્ત્રના કામમાં બાહોશ તથા કોતરણી કોતરવામાં નિપુણ એવા માણસોને મારી પાસે મોકલ. યહૂદિયામાં તથા યરુશાલેમમાં મારી પાસે જે કુશળ પુરુષો છે, તેઓને તો મારા પિતા દાઉદે પૂરા પાડ્યા છે. તું જેઓને મોકલે તેઓ તેઓની સાથે રહીને કામ કરશે.
וְעַתָּ֡ה שְֽׁלַֽח־לִ֣י אִישׁ־חָכָ֡ם לַעֲשֹׂות֩ בַּזָּהָ֨ב וּבַכֶּ֜סֶף וּבַנְּחֹ֣שֶׁת וּבַבַּרְזֶ֗ל וּבָֽאַרְגְּוָן֙ וְכַרְמִ֣יל וּתְכֵ֔לֶת וְיֹדֵ֖עַ לְפַתֵּ֣חַ פִּתּוּחִ֑ים עִם־הַֽחֲכָמִ֗ים אֲשֶׁ֤ר עִמִּי֙ בִּֽיהוּדָ֣ה וּבִֽירוּשָׁלַ֔͏ִם אֲשֶׁ֥ר הֵכִ֖ין דָּוִ֥יד אָבִֽי׃
8 લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારનાં વૃક્ષો, ચંદનના વૃક્ષો મારા માટે મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે. જુઓ, મારા ચાકરો,
וּֽשְׁלַֽח־לִי֩ עֲצֵ֨י אֲרָזִ֜ים בְּרֹושִׁ֣ים וְאַלְגּוּמִּים֮ מֵֽהַלְּבָנֹון֒ כִּ֚י אֲנִ֣י יָדַ֔עְתִּי אֲשֶׁ֤ר עֲבָדֶ֙יךָ֙ יֹֽודְעִ֔ים לִכְרֹ֖ות עֲצֵ֣י לְבָנֹ֑ון וְהִנֵּ֥ה עֲבָדַ֖י עִם־עֲבָדֶֽיךָ׃
9 મારા માટે પુષ્કળ લાકડાં તૈયાર કરવા તમારા ચાકરોની સાથે રહેશે; કેમ કે જે સભાસ્થાન બનાવવા હું જઈ રહ્યો છું તે ઘણું અદ્દભુત અને ભવ્ય થશે.
וּלְהָכִ֥ין לִ֛י עֵצִ֖ים לָרֹ֑ב כִּ֥י הַבַּ֛יִת אֲשֶׁר־אֲנִ֥י בֹונֶ֖ה גָּדֹ֥ול וְהַפְלֵֽא׃
10 ૧૦ જુઓ, હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનારાઓને વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર ગૂણ જવ, વીસ હજાર બાથ એક લાખ એંશી હજાર ગેલન દ્રાક્ષારસ અને વીસ હજાર બાથ તેલ આપીશ.”
וְהִנֵּ֣ה לַֽחֹטְבִ֣ים ׀ לְֽכֹרְתֵ֣י ׀ הָעֵצִ֡ים נָתַתִּי֩ חִטִּ֨ים ׀ מַכֹּ֜ות לַעֲבָדֶ֗יךָ כֹּרִים֙ עֶשְׂרִ֣ים אֶ֔לֶף וּשְׂעֹרִ֕ים כֹּרִ֖ים עֶשְׂרִ֣ים אָ֑לֶף וְיַ֗יִן בַּתִּים֙ עֶשְׂרִ֣ים אֶ֔לֶף וְשֶׁ֕מֶן בַּתִּ֖ים עֶשְׂרִ֥ים אָֽלֶף׃ פ
11 ૧૧ પછી તૂરના રાજા હીરામે સુલેમાનને જવાબ લખી મોકલ્યો: “ઈશ્વરને પોતાના લોકો પર પ્રેમ છે, માટે તેમણે તને તેઓના પર રાજા બનાવ્યો છે.”
וַיֹּ֨אמֶר חוּרָ֤ם מֶֽלֶךְ־צֹר֙ בִּכְתָ֔ב וַיִּשְׁלַ֖ח אֶל־שְׁלֹמֹ֑ה בְּאַהֲבַ֤ת יְהוָה֙ אֶת־עַמֹּ֔ו נְתָנְךָ֥ עֲלֵיהֶ֖ם מֶֽלֶךְ׃
12 ૧૨ આ ઉપરાંત, હીરામે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની પ્રશંસા હો! તેમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યાં અને તેમણે દાઉદ રાજાને જ્ઞાની, બુદ્ધિશાળી તથા સમજણથી ભરપૂર એવો દીકરો આપ્યો છે, જે ઈશ્વરના નામે સભાસ્થાન અને પોતાના માટે રાજમહેલ બંધાવનાર છે.
וַיֹּאמֶר֮ חוּרָם֒ בָּר֤וּךְ יְהוָה֙ אֱלֹהֵ֣י יִשְׂרָאֵ֔ל אֲשֶׁ֣ר עָשָׂ֔ה אֶת־הַשָּׁמַ֖יִם וְאֶת־הָאָ֑רֶץ אֲשֶׁ֣ר נָתַן֩ לְדָוִ֨יד הַמֶּ֜לֶךְ בֵּ֣ן חָכָ֗ם יֹודֵ֙עַ֙ שֵׂ֣כֶל וּבִינָ֔ה אֲשֶׁ֤ר יִבְנֶה־בַּ֙יִת֙ לַיהוָ֔ה וּבַ֖יִת לְמַלְכוּתֹֽו׃
13 ૧૩ હવે હું તારી પાસે મારો એક નિપુણ માણસ તે ઘણો હોશિયાર છે તેને હીરામ અબીને ભેટ તરીકે મોકલું છું,
וְעַתָּ֗ה שָׁלַ֧חְתִּי אִישׁ־חָכָ֛ם יֹודֵ֥עַ בִּינָ֖ה לְחוּרָ֥ם אָבִֽי׃
14 ૧૪ તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે. તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોનાચાંદીની, પિત્તળની, લોખંડની, કિંમતી પથ્થરની, લાકડાની તેમ જ જાંબુડિયા, કિરમજી, ભૂરા રંગની ઊન અને બારીક શણની કામગીરીમાં કુશળ છે. તે કોઈપણ પ્રકારનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. તો મારા માલિક તથા તારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક કરજે.
בֶּן־אִשָּׁ֞ה מִן־בְּנֹ֣ות דָּ֗ן וְאָבִ֣יו אִישׁ־צֹרִ֡י יֹודֵ֡עַ לַעֲשֹׂ֣ות בַּזָּֽהָב־וּ֠בַכֶּסֶף בַּנְּחֹ֨שֶׁת בַּבַּרְזֶ֜ל בָּאֲבָנִ֣ים וּבָעֵצִ֗ים בָּאַרְגָּמָ֤ן בַּתְּכֵ֙לֶת֙ וּבַבּ֣וּץ וּבַכַּרְמִ֔יל וּלְפַתֵּ֙חַ֙ כָּל־פִּתּ֔וּחַ וְלַחְשֹׁ֖ב כָּל־מַחֲשָׁ֑בֶת אֲשֶׁ֤ר יִנָּֽתֶן־לֹו֙ עִם־חֲכָמֶ֔יךָ וְֽחַכְמֵ֔י אֲדֹנִ֖י דָּוִ֥יד אָבִֽיךָ׃
15 ૧૫ હવે, મારા માલિકે જણાવ્યાં મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોને માટે તું મોકલી આપ.
וְ֠עַתָּה הַחִטִּ֨ים וְהַשְּׂעֹרִ֜ים הַשֶּׁ֤מֶן וְהַיַּ֙יִן֙ אֲשֶׁ֣ר אָמַ֣ר אֲדֹנִ֔י יִשְׁלַ֖ח לַעֲבָדָֽיו׃
16 ૧૬ તારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું. અને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રના માર્ગે યાફામાં તારી પાસે લાવીશું અને ત્યાંથી તું તે યરુશાલેમ લઈ જજે.”
וַ֠אֲנַחְנוּ נִכְרֹ֨ת עֵצִ֤ים מִן־הַלְּבָנֹון֙ כְּכָל־צָרְכֶּ֔ךָ וּנְבִיאֵ֥ם לְךָ֛ רַפְסֹדֹ֖ות עַל־יָ֣ם יָפֹ֑ו וְאַתָּ֛ה תַּעֲלֶ֥ה אֹתָ֖ם יְרוּשָׁלָֽ͏ִם׃ פ
17 ૧૭ જે વિદેશીઓ ઇઝરાયલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને, તેના પિતા દાઉદે ગણતરી કરી હતી. તે પ્રમાણે, તેઓની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો હતી.
וַיִּסְפֹּ֣ר שְׁלֹמֹ֗ה כָּל־הָאֲנָשִׁ֤ים הַגֵּירִים֙ אֲשֶׁר֙ בְּאֶ֣רֶץ יִשְׂרָאֵ֔ל אַחֲרֵ֣י הַסְּפָ֔ר אֲשֶׁ֥ר סְפָרָ֖ם דָּוִ֣יד אָבִ֑יו וַיִּמָּצְא֗וּ מֵאָ֤ה וַחֲמִשִּׁים֙ אֶ֔לֶף וּשְׁלֹ֥שֶׁת אֲלָפִ֖ים וְשֵׁ֥שׁ מֵאֹֽות׃
18 ૧૮ તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઊંચકવા માટે, એંસી હજારને પર્વતમાં લાકડાં કાપવા તથા ત્રણ હજાર છસોને આ કામ કરનારા લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નીમ્યા.
וַיַּ֨עַשׂ מֵהֶ֜ם שִׁבְעִ֥ים אֶ֙לֶף֙ סַבָּ֔ל וּשְׁמֹנִ֥ים אֶ֖לֶף חֹצֵ֣ב בָּהָ֑ר וּשְׁלֹ֤שֶׁת אֲלָפִים֙ וְשֵׁ֣שׁ מֵאֹ֔ות מְנַצְּחִ֖ים לְהַעֲבִ֥יד אֶת־הָעָֽם׃

< 2 કાળવ્રત્તાંત 2 >