< 1 શમુએલ 3 >

1 બાળ શમુએલ એલીની પાસે રહીને ઈશ્વરની સેવા કરતો હતો. તે દિવસોમાં ઈશ્વરની વાણી દુર્લભ હતી; ત્યાં વારંવાર પ્રબોધકીય સંદર્શન થતાં નહોતા.
A chłopiec Samuel służył PANU przed Helim. W tych dniach słowo PANA było drogocenne i nie było jawnego widzenia.
2 તે સમયે, જયારે એલીની, આંખોની દ્રષ્ટિ ઝાંખી થવાથી તે સારી રીતે જોઈ શકતો નહોતો, ત્યારે તે પોતાની પથારીમાં સૂતો હતો,
Pewnego dnia, gdy Heli leżał na swoim miejscu, a jego oczy już zaczęły słabnąć i nie mógł widzieć;
3 ઈશ્વરનો દીવો હજી હોલવાયો ન હતો. ત્યારે શમુએલ ઈશ્વરના ઘરમાં જે ઠેકાણે ઈશ્વરનો કોશ હતો ત્યાં ઊંઘતો હતો.
A lampa Boża jeszcze nie zgasła w świątyni PANA, gdzie była arka Boga, i Samuel też się położył;
4 ઈશ્વરે શમુએલને હાંક મારી, તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.”
PAN zawołał Samuela, a on odpowiedział: Oto jestem.
5 શમુએલે એલીની પાસે દોડી જઈને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી; પાછો જઈને ઊંઘી જા.” જેથી શમુએલ જઈને ઊંઘી ગયો.
I przybiegł do Heliego, i powiedział: Oto jestem, gdyż mnie wołałeś. A on odparł: Nie wołałem, wróć i połóż się. Poszedł więc i położył się.
6 ઈશ્વરે ફરીથી હાંક મારી, “શમુએલ.” ફરીથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ જવાબ આપ્યો, “મેં તને નથી બોલાવ્યો, મારા દીકરા; પાછો જઈને ઊંઘી જા.”
PAN ponownie zawołał Samuela. I Samuel wstał, poszedł do Heliego i powiedział: Oto jestem, gdyż mnie wołałeś. On [mu] odpowiedział: Nie wołałem, mój synu; wróć i połóż się.
7 હવે શમુએલને હજી સુધી ઈશ્વરનો કોઈપણ પ્રકારનો પરિચય થયો નહોતો, ક્યારેય ઈશ્વરનો કોઈ સંદેશ તેને પ્રગટ થયો ન હતો.
A Samuel jeszcze nie znał PANA i słowo PANA nie zostało mu jeszcze objawione.
8 ફરીથી ઈશ્વરે શમુએલને ત્રીજી વાર હાંક મારી. શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” પછી એલીને સમજાયું કે ઈશ્વર છોકરાંને બોલાવી રહ્યા છે.
I PAN zawołał Samuela po raz trzeci. Wstał więc, poszedł do Heliego i powiedział: Oto jestem, gdyż mnie wołałeś. Wtedy Heli zrozumiał, że PAN wołał chłopca.
9 માટે એલીએ શમુએલને કહ્યું, “જઈને પાછો સૂઈ જા; જો તે તને ફરીથી બોલાવે, તો તારે કહેવું, ‘બોલો, ઈશ્વર, કેમ કે તમારો સેવક સાંભળે છે.’ જેથી શમુએલ ફરીથી પોતાની પથારીમાં જઈને ઊંઘી ગયો.
I Heli powiedział do Samuela: Idź, połóż się, a jeśli cię zawoła, powiedz: Mów, PANIE, bo twój sługa słucha. Samuel poszedł więc i położył się na swoim miejscu.
10 ૧૦ ઈશ્વર આવીને ઊભા રહ્યા; પહેલાંની જેમ જ તેમણે અવાજ કર્યો, “શમુએલ, શમુએલ.” ત્યારે શમુએલે કહ્યું, “બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે.”
Potem PAN przyszedł, stanął i zawołał tak jak poprzednio: Samuelu, Samuelu! I Samuel odpowiedział: Mów, bo twój sługa słucha.
11 ૧૧ ઈશ્વરે શમુએલને કહ્યું, “જો, હું ઇઝરાયલમાં એક એવું કાર્ય કરનાર છું કે તે વિષે જે સાંભળશે તેના બન્ને કાન કાંપશે.
Wtedy PAN powiedział do Samuela: Oto uczynię [taką] rzecz w Izraelu, że każdemu, kto o niej usłyszy, zadzwoni w obu uszach.
12 ૧૨ મેં એલીની વિરુદ્ધ તેના ઘર સંબંધી જે સઘળું કહ્યું છે તે બધું આરંભથી તે અંત સુધી, હું તે દિવસે પૂરું કરીશ.
W tym dniu dokonam na Helim wszystkiego, co mówiłem przeciwko jego domowi, od początku do końca.
13 ૧૩ મેં તેને કહ્યું હતું કે જે દુષ્ટતાની તેને ખબર છે તેને લીધે હું તેના ઘરનો ન્યાય સદાને માટે કરીશ, કારણ કે તેના દીકરાઓ પોતા પર શાપ લાવ્યા અને તેણે તેઓને અટકાવ્યા નહિ.
I dałem mu poznać, że osądzę jego dom na wieki za nieprawość, o której wiedział. Jego synowie bowiem postępowali nikczemnie, a on ich nie poskromił.
14 ૧૪ આ કારણ માટે એલીના ઘર વિષે મેં એવા સમ ખાધા છે કે એલીના ઘરની દુષ્ટતાનું પ્રાયશ્ચિત બલિદાનથી અથવા અર્પણથી કદાપિ થશે નહિ.”
Dlatego przysiągłem domowi Heliego, że nieprawość domu Heliego nigdy nie będzie oczyszczona [żadną] ofiarą [krwawą] ani ofiarą pokarmową.
15 ૧૫ શમુએલ સવાર સુધી ઊંઘી રહ્યો; પછી તેણે ઈશ્વરના ઘરનાં બારણાં ઉઘાડ્યાં. પણ શમુએલ એ સંદર્શન એલીને કહેતાં ગભરાયો.
I Samuel do rana leżał, po czym otworzył drzwi domu PANA. Samuel jednak bał się oznajmić Heliemu o widzeniu.
16 ૧૬ ત્યારે એલીએ શમુએલને હાંક મારી અને કહ્યું, “શમુએલ, મારા દીકરા.” શમુએલે કહ્યું, “હું આ રહ્યો.”
Wtedy Heli zawołał Samuela: Samuelu, synu mój. Ten odpowiedział: Oto jestem.
17 ૧૭ તેણે કહ્યું, “તેમણે તારી સાથે શી વાત કરી? કૃપા કરી તે મારાથી છુપાવી રાખીશ નહિ. તેમણે જે બધી વાતો તને કહી તેમાંથી કોઈપણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર એવું અને એ કરતાં પણ વધારે તને કરો.”
I zapytał: Cóż to za słowa, które [PAN] ci powiedział? Nie ukrywaj tego, proszę, przede mną. Niech Bóg tak ci uczyni i tamto dorzuci, jeśli ukryjesz przede mną cokolwiek z tego, co ci powiedział.
18 ૧૮ ત્યારે શમુએલે તેને સર્વ વાત કહી; તેનાથી તેણે કશું છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “તે ઈશ્વર છે. તેમની નજરમાં જે સારું લાગે તે તેઓ કરે.”
Samuel opowiedział mu więc wszystko i nie ukrył [nic] przed nim. A [on] odparł: To PAN. Niech czyni to, co dobre w jego oczach.
19 ૧૯ શમુએલ મોટો થયો, ઈશ્વર તેની સાથે હતા અને ઈશ્વરે શમુએલના પ્રબોધકીય શબ્દોને નિષ્ફળ થવા દીધા નહિ.
I Samuel rósł, a PAN był z nim i nie pozwolił upaść na ziemię [żadnemu] z jego słów.
20 ૨૦ દાનથી તે બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓએ જાણ્યું કે શમુએલ ઈશ્વરના પ્રબોધક તરીકે નિમાયો છે.
A cały Izrael od Dan aż do Beer-Szeby poznał, że Samuel stał się wiernym prorokiem PANA.
21 ૨૧ ઈશ્વરે ફરીથી શીલોમાં તેને દર્શન આપ્યું, કેમ કે ઈશ્વર પોતાના વચન દ્વારા શીલોમાં શમુએલને પોતાનું દર્શન આપતા રહેતા હતા.
PAN zaś ukazywał się znowu w Szilo. PAN bowiem objawił się Samuelowi w Szilo przez słowo PANA.

< 1 શમુએલ 3 >