< 1 Rois 16 >

1 Et la parole de l'Éternel fut adressée à Jéhu, fils de Hanani, contre Baësa en ces termes:
હવે બાશા વિરુદ્ધ હનાનીના પુત્ર યેહૂ પાસે યહોવાહનું વચન આવ્યું,
2 Parce que je t'ai fait surgir de la poussière, et établi prince de mon peuple d'Israël, et que tu as marché sur les errements de Jéroboam et entraîné à pécher mon peuple d'Israël pour me provoquer par leurs péchés,
“મેં તને ધૂળમાંથી ઉઠાવીને ઊંચો કર્યો અને મારા ઇઝરાયલી લોકો પર અધિકારી તરીકે નીમ્યો. તો પણ તું યરોબામને પગલે ચાલ્યો અને મારા લોકો ઇઝરાયલીઓ પાસે પાપ કરાવીને તેમણે મને રોષ ચઢાવ્યો છે.
3 voici je vais ravager après Baësa et sa maison et réduire ta maison à l'état de la maison de Jéroboam, fils de Nebat.
જો, હું બાશા અને તારા કુટુંબને નષ્ટ કરી નાખીશ અને હું તારા કુટુંબને નબાટના પુત્ર યરોબામના કુટુંબના જેવું છિન્નભિન્ન કરી નાખીશ.
4 Ceux qui mourront à Baësa dans la ville seront dévorés par les chiens et ceux qui lui mourront aux champs, dévorés par les oiseaux du ciel.
બાશાના કુટુંબનાં જે માણસો નગરમાં મૃત્યુ પામશે તેઓને કૂતરાં ખાઈ જશે અને જેઓ ખેતરમાં મૃત્યુ પામશે તેઓને પક્ષીઓ ખાઈ જશે.”
5 Et le reste des actes de Baësa, et ses entreprises et ses exploits sont d'ailleurs consignés dans le livre des annales des rois d'Israël.
બાશાનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેનું પરાક્રમ તે બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું?
6 Et Baësa reposa à côté de ses pères et reçut la sépulture à Thirtsa, et Éla, son fils, régna en sa place.
બાશા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તિર્સામાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેના પુત્ર એલાએ તેની જગ્યાએ રાજ કર્યું.
7 Et par l'organe de Jéhu, fils de Hanani, le prophète, la parole de l'Éternel fut donc aussi prononcée contre Baësa et contre sa maison et à cause de tout le mal qu'il avait fait à la face de l'Éternel, Le provoquant par l'ouvrage de ses mains, et étant comme la maison de Jéroboam, et aussi parce qu'il lui avait porté ses coups.
બાશા અને તેના કુટુંબની વિરુદ્ધ હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક દ્વારા યહોવાહનું વચન આવ્યું. ત્યાર બાદ બાશાએ અને તેના કુટુંબે યહોવાહની દ્રષ્ટિમાં જે સઘળો દુરાચાર કર્યો અને યરોબામના કુટુંબના જેવા થઈને પોતાના હાથોના કામથી તેમને રોષ ચઢાવ્યો તેને લીધે તે યરોબામના કુટુંબની જેમ તેઓનો પણ નાશ કરશે.
8 La vingt-sixième année d'Asa, roi de Juda, Éla, fils de Baësa, devint roi d'Israël à Thirtsa, pour deux ans.
યહૂદિયાના રાજા આસાના છવ્વીસમા વર્ષે બાશાનો પુત્ર એલા તિર્સામાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો; તેણે બે વર્ષ રાજ કર્યુ.
9 Et contre lui conspira son serviteur Zimri, chef de la demi-division des chars. Et comme il était à s'enivrer à Thirtsa dans la maison d'Artsa, préfet du palais,
તેના એક ચાકર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. હવે એલા તિર્સામાં હતો. તિર્સામાં તેના મહેલનો એક કારભારી આર્સાના ઘરે મદ્યપાન કરીને ચકચૂર થયો હતો.
10 Zimri s'introduisit et l'assassina et lui donna la mort la vingt-septième année d'Asa, roi de Juda, et régna en sa place.
૧૦ઝિમ્રી ત્યાં ગયો અને એલાને ત્યાં મારી નાખ્યો. યહૂદિયાના રાજા આસાના સત્તાવીસમા વર્ષે તે તેની જગ્યાએ રાજા બન્યો.
11 Et quand il fut roi et fut assis sur son trône, il fit main basse sur toute la maison de Baësa, sans laisser la vie à aucun des siens, soit [enfants] pissant à la muraille, soit proche, soit ami.
૧૧જયારે ઝિમ્રી રાજ કરવા લાગ્યો અને તે રાજ્યાસન પર બેઠો ત્યારે એમ થયું કે તેણે બાશાના કુટુંબના સર્વ લોકોને મારી નાખ્યા. તેણે તેના કુટુંબમાંથી, કે તેના મિત્રોનાં કુટુંબોમાંથી એકેય નર બાળકને જીવિત રહેવા દીધો નહિ.
12 Ainsi Zimri anéantit toute la maison de Baësa, selon la menace de l'Éternel qu'il avait prononcée contre Baësa par l'organe de Jéhu, le prophète,
૧૨આમ, જે પ્રમાણે યહોવાહ પોતાનું વચન પ્રબોધક યેહૂની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે ઝિમ્રીએ બાશાના કુટુંબોના સર્વ લોકોનો નાશ કર્યો.
13 à cause de tous les péchés de Baësa et des péchés d'Éla, son fils, dont ils se rendirent coupables et où ils entraînèrent les Israélites, qui provoquèrent l'Éternel, Dieu d'Israël, par leurs vaines idoles.
૧૩કેમ કે બાશાએ અને તેના પુત્ર એલાએ જે સર્વ પાપો કર્યાં હતાં અને તે વડે ઇઝરાયલીઓને પાપમાં દોરી ગયા હતા તેને લીધે અને તેઓની મૂર્તિઓને લીધે યહોવાહને રોષ ચઢાવ્યો હતો.
14 Le reste des actes d'Éla et toutes ses entreprises sont d'ailleurs consignés dans le livre des annales des rois d'Israël.
૧૪એલાનાં બાકીનાં સર્વ કાર્યો અને તેણે જે સર્વ કર્યું તે બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું?
15 La vingt-septième année d'Asa, roi de Juda, Zimri devint roi, pour sept jours, à Thirtsa. Or le peuple campait cernant Gibbethon, qui est aux Philistins.
૧૫યહૂદિયાના રાજા આસાના સત્તાવીસમા વર્ષે ઝિમ્રીએ તિર્સામાં ફક્ત સાત દિવસ રાજ કર્યુ. હવે તે વખતે ઇઝરાયલી સૈન્યએ પલિસ્તીઓના ગિબ્બથોનના શહેર તરફ છાવણી નાખી.
16 Et le peuple campé entendit cette nouvelle: Zimri a conspiré, et a même tué le roi; et tous les Israélites ce jour-là dans le camp constituèrent roi d'Israël Omri, général de l'armée.
૧૬જ્યારે સેનાને ખબર પડી કે “ઝિમ્રીએ રાજા વિરુદ્ધ બંડ કરી તેનું ખૂન કર્યુ છે.” ત્યારે તે દિવસે છાવણીમાં તેઓએ સેનાપતિ ઓમ્રીને ઇઝરાયલ પર નવા રાજા તરીકે જાહેર કર્યો.
17 Alors Omri accompagné de tous les Israélites, partit de Gibbethon, et ils vinrent assiéger Thirtsa.
૧૭ઓમ્રીએ અને આખી ઇઝરાયલી સેનાએ ગિબ્બથોન છોડીને તિર્સાને ઘેરો ઘાલ્યો.
18 Et Zimri voyant que la ville était prise, se retira dans le donjon du palais royal et il mit le feu sur lui au palais royal qu'il brûla,
૧૮જયારે ઝિમ્રીને ખબર પડી કે નગરને જીતી લેવામાં આવ્યું છે ત્યારે તેણે રાજમહેલના કિલ્લામાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે પોતે પણ બળીને મૃત્યુ પામ્યો.
19 et il périt ensuite de ses péchés qu'il avait commis en faisant ce qui est mal aux yeux de l'Éternel, en marchant sur les errements de Jéroboam et dans son péché qu'il avait commis pour entraîner Israël au péché.
૧૯યરોબામના માર્ગમાં તથા ઇઝરાયલની પાસે તેણે જે પાપ કરાવ્યું હતું તેમાં ચાલવાથી અને યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કરીને તેણે જે જે પાપો કર્યા તેને લીધે આ બન્યું હતું.
20 Le reste des actes de Zimri, et sa conspiration qu'il ourdit, est d'ailleurs consigné dans le livre des annales des rois d'Israël.
૨૦ઝિમ્રીનાં બાકીનાં કાર્યો, તેણે કરેલો રાજદ્રોહ તે સર્વ વિષે ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું?
21 Alors le peuple d'Israël se divisa en deux partis: une moitié du peuple suivit Thibni, fils de Ginath, dans le but de lui donner la royauté; et l'autre moitié suivit Omri;
૨૧ત્યાર બાદ ઇઝરાયલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને અનુસરતો હતો અને તેને રાજા બનાવવા માગતો હતો અને બીજો ઓમ્રીને અનુસરતો હતો.
22 mais le peuple qui suivait Omri, l'emportait sur le peuple qui suivait Thibni, fils de Ginath, et Thibni mourut et Omri régna.
૨૨પણ જે લોકો ઓમ્રીને અનુસરતા હતા, તેઓ ગિનાથના દીકરા તિબ્નીને અનુસરનારા લોકો કરતાં વધુ બળવાન હતા. તેથી તિબ્નીને મારી નાખવામાં આવ્યો અને ઓમ્રી રાજા થયો.
23 La trente-unième année d'Asa, roi de Juda, Omri devint roi d'Israël, pour douze ans, dont il régna six à Thirtsa.
૨૩યહૂદિયાના રાજા આસાના એકત્રીસમા વર્ષે ઓમ્રી ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ સુધી રાજ કર્યું. તેમાંથી તેણે છ વર્ષ તિર્સામાં રાજ કર્યું.
24 Et il acheta le mont de Samarie de Semer pour deux talents d'argent, et il y éleva des bâtiments, et il nomma la ville qu'il avait bâtie, Samarie du nom de Semer, seigneur du mont.
૨૪તેણે શેમેર પાસેથી સમરુન પર્વત બે તાલંત ચાંદી આપીને ખરીદી લીધો. તેના પર તેણે નગર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરુન પાડયું.
25 Et Omri fit ce qui est mal aux yeux de l'Éternel et fut pire que tous ses prédécesseurs.
૨૫ઓમ્રીએ યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતાં તેણે વિશેષ દુરાચારો કર્યા.
26 Et il marcha en tout sur les errements de Jéroboam, fils de Nebat, et dans ses péchés où il avait entraîné Israël qui provoqua l'Éternel, Dieu d'Israël, par ses vaines idoles.
૨૬તે નબાટના પુત્ર યરોબામને માર્ગે ચાલ્યો, તેના પાપ વડે ઇઝરાયલ પાસે પણ પાપ કરાવ્યાં તથા તેઓની મૂર્તિઓને લીધે ઇઝરાયલના ઈશ્વર યહોવાહને કોપાયમાન કર્યાં.
27 Le reste des actes d'Omri et ses entreprises, et les exploits qu'il exécuta, sont d'ailleurs consignés dans le livre des annales des rois d'Israël.
૨૭ઓમ્રીનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેણે જે પરાક્રમો બતાવ્યાં તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું?
28 Et Omri reposa à côté de ses pères et il reçut la sépulture à Samarie. Et Achab, son fils, régna en sa place.
૨૮પછી ઓમ્રી તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને સમરુનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાબ રાજા બન્યો.
29 Or Achab, fils d'Omri, devint roi d'Israël, la trente-huitième année d'Asa, roi de Juda, et Achab, fils d'Omri, régna sur Israël à Samarie vingt-deux ans.
૨૯યહૂદિયાના રાજા આસાના આડત્રીસમા વર્ષે ઓમ્રીનો પુત્ર આહાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે સમરુનમાં બાવીસ વર્ષ સુધી રાજ કર્યું.
30 Et Achab, fils d'Omri, fit ce qui est mal aux yeux de l'Éternel plus que tous ses prédécesseurs.
૩૦ઓમ્રીના પુત્ર આહાબે યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતાં તેણે વધારે દુરાચારો કર્યા.
31 Et (était-ce trop peu pour lui de marcher sur les errements de Jéroboam, fils de Nebat?) il prit pour femme Jézabel, fille d'Ethbaal, roi de Sidon, et il s'en alla servir Baal et l'adorer.
૩૧એમ થયું કે, નબાટના પુત્ર યરોબામના માર્ગે ચાલવું તેને માટે એક નજીવી બાબત હોય તેમ તેણે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે લગ્ન કર્યા. તેણે બઆલ દેવની પૂજા કરીને તેને દંડવત પ્રણામ કર્યા.
32 Et il érigea un autel à Baal dans le temple de Baal qu'il avait bâti à Samarie.
૩૨તેણે સમરુનમાં બાલ દેવનું જે ભક્તિસ્થાન બાંધ્યું હતું તેમાં તેણે બઆલને માટે વેદી બનાવી.
33 Et Achab fit une Astarté, et Achab fit davantage encore pour provoquer l'Éternel, Dieu d'Israël, plus que tous les rois d'Israël, ses prédécesseurs.
૩૩આહાબે અશેરાની પણ એક મૂર્તિ બનાવડાવી અને તેણે બીજા ઇઝરાયલી રાજાઓ કરતાં પણ વિશેષ દુષ્ટતા કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાહને રોષ ચઢાવ્યો.
34 De son temps, Hiel, de Béthel, édifia Jéricho. Il en posa les fondements au prix d'Abiram, son premier-né; et au prix de Serub, son cadet, il en éleva les portes selon la parole que l'Éternel avait prononcée par l'organe de Josué, fils de Nun.
૩૪તેના સમય દરમિયાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું. તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબિરામ મૃત્યુ પામ્યો અને જ્યારે તેના દરવાજાઓ બેસાડ્યા. ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગુબ મૃત્યુ પામ્યો. યહોવાહ જે વચન નૂનના પુત્ર યહોશુઆની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે થયું.

< 1 Rois 16 >