< Matthew 24 >

1 Jesus went out from the temple and was going on his way. His disciples came to him to point out to him the buildings of the temple.
ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા.
2 But he answered and said to them, “Do you not see all these things? Truly I say to you, not one stone will be left on another that will not be torn down.”
ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “શું તમે એ બધા નથી જોતાં? હું તમને નિશ્ચે કહું છું કે, આ બધું તોડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”
3 As he sat on the Mount of Olives, the disciples came to him privately and said, “Tell us, when will these things happen? What will be the sign of your coming and of the end of the age?” (aiōn g165)
પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” (aiōn g165)
4 Jesus answered and said to them, “Be careful that no one leads you astray.
ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો.
5 For many will come in my name. They will say, 'I am the Christ,' and will lead many astray.
કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.
6 You will hear of wars and reports of wars. See that you are not troubled, for these things must happen; but the end is not yet.
યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.
7 For nation will rise against nation, and kingdom against kingdom. There will be famines and earthquakes in various places.
કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે.
8 But all these things are only the beginning of birth pains.
પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.
9 Then they will deliver you up to tribulation and kill you. You will be hated by all the nations for my name's sake.
ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.
10 Then many will stumble, and betray one another and hate one another.
૧૦અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે.
11 Many false prophets will rise up and lead many astray.
૧૧ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.
12 Because lawlessness will increase, the love of many will grow cold.
૧૨દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.
13 But the one who endures to the end will be saved.
૧૩પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.
14 This gospel of the kingdom will be preached in the whole world as a testimony to all the nations. Then the end will come.
૧૪સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.
15 Therefore, when you see the abomination of desolation, which was spoken of by Daniel the prophet, standing in the holy place” (let the reader understand),
૧૫માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે),
16 “let those who are in Judea flee to the mountains,
૧૬ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય,
17 let him who is on the housetop not go down to take anything out of his house,
૧૭અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે,
18 and let him who is in the field not return to take his cloak.
૧૮અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે.
19 But woe to those who are with child and to those who are nursing infants in those days!
૧૯તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે!
20 Pray that your flight will not occur in the winter or on a Sabbath.
૨૦પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.
21 For there will be great tribulation, such as has not been from the beginning of the world until now, no, nor ever will be again.
૨૧કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.
22 Unless those days are shortened, no flesh would be saved. But for the sake of the elect, those days will be shortened.
૨૨જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.
23 Then if anyone says to you, 'Look, here is the Christ!' or, 'There is the Christ!' do not believe it.
૨૩ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ.
24 For false Christs and false prophets will come and show great signs and wonders, so as to lead astray, if possible, even the elect.
૨૪કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.
25 See, I have told you ahead of time.
૨૫જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.
26 Therefore, if they say to you, 'Look, he is in the wilderness,' do not go out to the wilderness. Or, 'See, he is in the inner rooms,' do not believe it.
૨૬એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ.
27 For as the lightning shines out from the east and flashes all the way to the west, so will be the coming of the Son of Man.
૨૭કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.
28 Wherever a dead animal is, there the vultures will gather.
૨૮જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.
29 But immediately after the tribulation of those days the sun will be darkened, the moon will not give its light, the stars will fall from the sky, and the powers of the heavens will be shaken.
૨૯તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.
30 Then the sign of the Son of Man will appear in the sky, and all the tribes of the earth will mourn. They will see the Son of Man coming on the clouds of the sky with power and great glory.
૩૦પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે.
31 He will send his angels with a great sound of a trumpet, and they will gather together his elect from the four winds, from one end of the sky to the other.
૩૧રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
32 Learn a lesson from the fig tree. As soon as the branch becomes tender and puts out its leaves, you know that summer is near.
૩૨હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
33 So also, when you see all these things, you should know that he is near, at the very gates.
૩૩એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે.
34 Truly I say to you, this generation will not pass away until all of these things will have happened.
૩૪હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
35 Heaven and the earth will pass away, but my words will never pass away.
૩૫આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
36 But concerning that day and hour no one knows, not even the angels of heaven, nor the Son, but only the Father.
૩૬પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.
37 As the days of Noah were, so will be the coming of the Son of Man.
૩૭જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.
38 For as in those days before the flood they were eating and drinking, marrying and giving in marriage until the day that Noah entered the ark,
૩૮કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા;
39 and they knew nothing until the flood came and took them all away—so will be the coming of the Son of Man.
૩૯અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
40 Then two men will be in a field—one will be taken, and one will be left.
૪૦તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે.
41 Two women will be grinding with a mill—one will be taken, and one will be left.
૪૧બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
42 Therefore be on your guard, for you do not know on what day your Lord will come.
૪૨માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.
43 But know this, that if the master of the house had known in what time of night the thief was coming, he would have been on guard and would not have allowed his house to be broken into.
૪૩પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.
44 Therefore you must also be ready, for the Son of Man will come at an hour that you do not expect.
૪૪એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.
45 So who is the faithful and wise servant whom his master has set over his household in order to give them their food at the right time?
૪૫તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?
46 Blessed is that servant whom his master will find doing that when he comes.
૪૬જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે.
47 Truly I say to you that the master will set him over everything that he owns.
૪૭હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.
48 But if an evil servant says in his heart, 'My master has been delayed,'
૪૮પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’
49 and begins to beat his fellow servants, and eats and drinks with drunkards,
૪૯અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;
50 then the master of that servant will come on a day that the servant does not expect and at an hour that he does not know.
૫૦તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે.
51 His master will cut him in pieces and assign him a place with the hypocrites, where there will be weeping and grinding of teeth.
૫૧તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.

< Matthew 24 >