< Psalms 70 >

1 [For the Chief Musician. By David. A reminder.] Hurry, God, to deliver me. Come quickly to help me, LORD.
મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો.
2 Let them be put to shame and confounded who seek my soul. Let those who desire my ruin be turned back in disgrace.
જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ.
3 Let them be turned back because of their shame who say to me, "Aha. Aha."
જેઓ કહે છે કે, “આહા, આહા,” તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો.
4 Let all those who seek you rejoice and be glad in you. Let those who love your salvation continually say, "Let God be exalted."
તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, “ઈશ્વર મોટા મનાઓ.”
5 But I am poor and needy. Come to me quickly, God. You are my help and my deliverer. LORD, do not delay.
પણ હું તો દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. હે યહોવાહ, વિલંબ ન કરો.

< Psalms 70 >