< 詩篇 9 >

1 大衛的詩,交與伶長。調用慕拉便。 我要一心稱謝耶和華; 我要傳揚你一切奇妙的作為。
મુખ્ય ગવૈયાને માટે; રાગ મુથ-લાબ્બેન. દાઉદનું ગીત. હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ.
2 我要因你歡喜快樂; 至高者啊,我要歌頌你的名!
હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ; હે પરાત્પર ઈશ્વર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.
3 我的仇敵轉身退去的時候, 他們一見你的面就跌倒滅亡。
જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે, ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.
4 因你已經為我伸冤,為我辨屈; 你坐在寶座上,按公義審判。
કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
5 你曾斥責外邦,你曾滅絕惡人; 你曾塗抹他們的名,直到永永遠遠。
તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.
6 仇敵到了盡頭; 他們被毀壞,直到永遠。 你拆毀他們的城邑, 連他們的名號都歸於無有。
શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી.
7 惟耶和華坐着為王,直到永遠; 他已經為審判設擺他的寶座。
પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.
8 他要按公義審判世界, 按正直判斷萬民。
તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે. તે લોકોનો અદલ ઇનસાફ કરશે.
9 耶和華又要給受欺壓的人作高臺, 在患難的時候作高臺。
વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટસમયે ગઢ થશે.
10 耶和華啊,認識你名的人要倚靠你, 因你沒有離棄尋求你的人。
૧૦જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે, કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.
11 應當歌頌居錫安的耶和華, 將他所行的傳揚在眾民中。
૧૧સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.
12 因為那追討流人血之罪的-他記念受屈的人, 不忘記困苦人的哀求。
૧૨કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ ભૂલી જતા નથી.
13 耶和華啊,你是從死門把我提拔起來的; 求你憐恤我,看那恨我的人所加給我的苦難,
૧૩હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર, મારો દ્વ્રેષ કરનાર મને દુ: ખ દે છે, તે તમે જુઓ.
14 好叫我述說你一切的美德; 我必在錫安城的門因你的救恩歡樂。
૧૪સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ.
15 外邦人陷在自己所掘的坑中; 他們的腳在自己暗設的網羅裏纏住了。
૧૫પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા જાળમાં તેઓના પોતાના પગ સપડાયા છે.
16 耶和華已將自己顯明了,他已施行審判; 惡人被自己手所做的纏住了 (細拉)
૧૬યહોવાહે પોતે પોતાની ઓળખાણ આપી છે; તેમણે ન્યાય કર્યો છે; દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (સેલાહ)
17 惡人,就是忘記上帝的外邦人, 都必歸到陰間。 (Sheol h7585)
૧૭દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે. (Sheol h7585)
18 窮乏人必不永久被忘; 困苦人的指望必不永遠落空。
૧૮કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહિ, ગરીબોની આશા હંમેશ માટે નિષ્ફળ જશે નહિ.
19 耶和華啊,求你起來,不容人得勝! 願外邦人在你面前受審判!
૧૯હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો; તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય.
20 耶和華啊,求你使外邦人恐懼; 願他們知道自己不過是人。 (細拉)
૨૦હે યહોવાહ, તેઓને ભયભીત કરો; જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે. (સેલાહ)

< 詩篇 9 >