< 約伯記 29 >

1 約伯又接着說:
અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે,
2 惟願我的景況如從前的月份, 如上帝保守我的日子。
“અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું!
3 那時他的燈照在我頭上; 我藉他的光行過黑暗。
ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
4 我願如壯年的時候: 那時我在帳棚中, 上帝待我有密友之情;
જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી,
5 全能者仍與我同在; 我的兒女都環繞我。
તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા અને મારાં સંતાનો મારી આસપાસ હતાં.
6 奶多可洗我的腳; 磐石為我出油成河。
તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા, અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા!
7 我出到城門, 在街上設立座位;
ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.
8 少年人見我而迴避, 老年人也起身站立;
યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા.
9 王子都停止說話, 用手摀口;
સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતા.
10 首領靜默無聲, 舌頭貼住上膛。
૧૦અધિકારીઓ બોલતા બંધ થઈ જતા, તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી.
11 耳朵聽我的,就稱我有福; 眼睛看我的,便稱讚我;
૧૧કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા
12 因我拯救哀求的困苦人 和無人幫助的孤兒。
૧૨કેમ કે રડતાં ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,
13 將要滅亡的為我祝福; 我也使寡婦心中歡樂。
૧૩જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.
14 我以公義為衣服, 以公平為外袍和冠冕。
૧૪મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો.
15 我為瞎子的眼, 瘸子的腳。
૧૫હું અંધજનોની આંખ સમાન હતો; હું અપંગ માટે પગ સમાન હતો.
16 我為窮乏人的父; 素不認識的人,我查明他的案件。
૧૬ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો.
17 我打破不義之人的牙床, 從他牙齒中奪了所搶的。
૧૭હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો; હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો.
18 我便說:我必死在家中, 必增添我的日子,多如塵沙。
૧૮ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ. મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે.
19 我的根長到水邊; 露水終夜霑在我的枝上。
૧૯મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે.
20 我的榮耀在身上增新; 我的弓在手中日強。
૨૦મારું ગૌરવ મારામાં તાજું છે. અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે.
21 人聽見我而仰望, 靜默等候我的指教。
૨૧લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા.
22 我說話之後,他們就不再說; 我的言語像雨露滴在他們身上。
૨૨મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા. કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી.
23 他們仰望我如仰望雨, 又張開口如切慕春雨。
૨૩તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા.
24 他們不敢自信,我就向他們含笑; 他們不使我臉上的光改變。
૨૪જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો; મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ.
25 我為他們選擇道路,又坐首位; 我如君王在軍隊中居住, 又如弔喪的安慰傷心的人。
૨૫હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો; હું સરદાર તરીકે બિરાજતો, અને સૈન્યમાં રાજાની જેમ રહેતો.

< 約伯記 29 >