< ᏉᎳ ᏓᏓᏏ ᎤᏬᏪᎳᏁᎸᎯ 3 >

1 ᏕᎭᏅᏓᏗᏍᏗᏍᎨᏍᏗ ᏧᏃᎯᏳᏗ ᎨᏒ ᏄᏂᎬᏫᏳᏌᏕᎩ ᎠᎴ ᏗᎨᎦᏁᎶᏗ ᎨᏒᎢ, ᎤᏃᎯᏳᎯᏍᏛ ᎢᏳᎵᏍᏙᏗ ᎨᏒᎢ, ᏂᎪᎯᎸᏉ ᎤᎾᏛᏅᎢᏍᏗ ᎢᏳᎵᏍᏙᏗ ᎨᏒ ᏂᎦᎥᏉ ᎣᏍᏛ ᏧᏂᎸᏫᏍᏓᏁᏗᏱ.
તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારાં કામને સારુ તત્પર બને.
2 ᎩᎶ ᎤᏐᏅ ᎤᏂᏃᎮᏗᏱ ᏂᎨᏒᎾ, ᏧᎾᏘᏲᏌᏘ ᏂᎨᏒᎾ ᎢᏳᎾᎵᏍᏙᏗᏱ, ᎤᎾᏓᏅᏘᏍᎩᏂ ᎢᏳᎾᎵᏍᏙᏗᏱ, ᎬᏂᎨᏒ ᎢᏳᏅᏁᏗᏱ ᎾᏂᎥᏉ ᎠᏂᎦᏔᎲ ᎤᏣᏘ ᎤᎾᏓᏅᏘᏳ ᎨᏒᎢ.
કોઈની નિંદા ન કરે, શાંતિપ્રિય અને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે.
3 ᎢᎬᏒᏰᏃ ᎾᏍᏉ ᎢᎸᎯᏳ ᏥᎨᏒ ᎢᎩᏁᎫ ᎨᏒᎩ, ᏂᎪᎯᏳᏒᎾ, ᎢᎩᎵᏓᏍᏔᏅᎯ, ᎪᎱᏍᏗ ᏕᏓᏛᏁᎲᎩ ᏧᏓᎴᏅᏛ ᎠᏚᎸᏅᏗ ᎨᏒ ᎠᎴ ᎣᏍᏛ ᎠᏓᏓᏅᏓᏗᏍᏗᏍᎩ ᎨᏒᎢ, ᎤᏲ ᎨᏒ ᎠᎴ ᎠᏛᏳᎨᏗ ᎢᏕᎲᎩ, ᎢᎩᏂᏆᏘᏍᏗ, ᎠᎴ ᏗᏓᏓᏂᏆᏘᎯ ᎨᏒᎩ.
કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનાજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, ઘણી વિષયવાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઈ રાખનારા, તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારાં હતા.
4 ᎠᏎᏃ ᎿᎭᏉ ᎤᏁᎳᏅᎯ ᎢᎩᏍᏕᎵᏍᎩ ᎤᏓᏅᏘᏳ ᎨᏒ ᎠᎴ ᏴᏫ ᏚᎨᏳᏒ ᎤᎦᏄᎪᏨ,
પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માનવજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો,
5 ᎥᏝ ᏚᏳᎪᏛ ᏗᎦᎸᏫᏍᏓᏁᏗ ᎨᏒ ᎬᏗ ᎠᏴ ᎾᏍᎩ ᏕᎩᎸᏫᏍᏓᏁᎸᎢ, ᎾᏍᎩᏯᏍᎩᏂ ᎤᏓᏙᎵᏣᏘᏳ ᎨᏒ ᎢᎩᏍᏕᎸᎲᎩ ᎤᏮᏔᏅᎩ ᏔᎵᏁ ᎠᏕᏗ ᎨᏒ ᎤᎬᏩᎵ ᎠᏙᏑᎴᏗᏱ, ᎠᎴ ᎦᎸᏉᏗᏳ ᎠᏓᏅᏙ ᎤᏓᏁᏟᏴᏍᏗ ᎨᏒᎢ;
ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માનાં નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા.
6 ᎾᏍᎩ ᎤᏧᏈᏍᏗ ᏥᎩᏐᏅᏰᎵ, ᏥᏌ ᎦᎶᏁᏛ ᎢᎩᏍᏕᎵᏍᎩ ᎢᏳᏩᏂᏌᏛ;
પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે;
7 ᎾᏍᎩ ᎬᏩᎦᏘᏯ ᎤᏓᏙᎵᏍᏗ ᎨᏒ ᏗᎦᏚᏓᎴᏍᏔᏅᎯ ᎨᏒᎢ, ᎾᏍᎩ ᎾᏍᎩᏯ ᎤᎵᏍᏆᏗᏍᏗ ᏂᎨᏒᎾ ᎬᏂᏛ ᎢᎦᏤᎵ ᎢᏳᎵᏍᏙᏗᏱ ᎾᏍᎩᏯ ᎤᏚᎩ ᎢᎬᏒᎢ. (aiōnios g166)
જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ. (aiōnios g166)
8 ᎤᏙᎯᏳᎯᏯ ᎢᎦᏪᏛ; ᎠᎴ ᎾᏍᎩ ᎯᎠ ᏧᏓᎴᏅᏛ ᎠᏆᏚᎵᎭ ᏣᏍᏓᏱᏗᏍᏗᏱ, ᎾᏍᎩ Ꮎ ᎤᏁᎳᏅᎯ ᎤᏃᎯᏳᏅᎯ ᎤᎾᎦᏌᏯᏍᏙᏗᏱ ᏂᎪᎯᎸᏉ ᎣᏍᏛ ᏧᏂᎸᏫᏍᏓᏁᏗᏱ. ᎯᎠ ᎾᏍᎩ ᎣᏏᏳ ᎠᎴ ᎬᏩᎾᎵᏍᏕᎸᏙᏗ ᏴᏫ.
આ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારાં કામ કરવાને કાળજી રાખે માટે મારી ઇચ્છા છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે.
9 ᎤᎵᏍᎦᏂᏍᏛᏍᎩᏂ ᎧᏃᎮᎸᏗ ᎨᏒ ᎠᎴ ᎤᎾᏓᏁᏟᏴᏒᏒᎢ, ᎠᎴ ᏗᏘᏲᏍᏗ ᎨᏒᎢ, ᎠᎴ ᎠᏗᏒᏍᏗ ᎨᏒ ᏗᎧᎿᎭᏩᏛᏍᏗ ᎤᎬᏩᎵ ᏕᎭᏓᏅᏒᎮᏍᏗ, ᎬᏩᎾᏓᏍᏕᎸᏗᏰᏃ ᏂᎨᏒᎾ ᎠᎴ ᎠᏎᏉᏉ ᎾᏍᎩ.
પણ મૂર્ખાઈભર્યા વાદવિવાદો, વંશાવળીઓ, ઝગડા તથા નિયમશાસ્ત્ર વિષેના વિસંવાદોથી તું દૂર રહે; કેમ કે તે બાબતો નિરુપયોગી તથા વ્યર્થ છે.
10 ᎩᎶ ᏗᎦᎴᏅᏗᏍᎩ ᏌᏉ ᎠᎴ ᏔᎵ ᎢᏯᎨᏯᏔᏅᎯ ᎨᏎᏍᏗ ᎡᏥᏲᎢᏎᎸᎭ;
૧૦એક કે બે વાર ચેતવણી આપ્યા પછી ભાગલા પડાવનાર માણસને દૂર કર;
11 ᎢᏥᎦᏔᎮᏍᏗ ᎾᏍᎩ Ꮎ ᏱᏄᏍᏗ ᎩᎶ ᎤᎪᎸᏛ ᎨᏒᎢ, ᎠᎴ ᎤᏍᎦᏅᏨᎢ, ᎤᏩᏒᏉ ᏓᏓᏚᎪᏓᏁᎲᎢ.
૧૧એમ જાણવું કે એવો માણસ સત્ય માર્ગેથી દૂર થયો છે અને પોતાને અપરાધી ઠરાવતાં પાપ કરે છે.
12 ᎢᏳᏃ ᎠᏘᎹ ᏥᏅᏒᎭ ᏫᏣᎷᏤᏗᏱ, ᎠᎴ ᏗᎩᎦ, ᎭᏟᏂᎬᏁᎸᎭ ᎾᎪᏆᎵ ᏍᎩᎷᏤᏗᏱ; ᎾᎿᎭᏰᏃ ᏓᏇᎪᏔᏅ ᎠᏆᎪᎳᏗᏴᏗᏱ.
૧૨જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે.
13 ᏥᎾ ᏗᎧᎿᎭᏩᏛᏍᏗ ᏗᎪᏏᏏᏍᎩ ᎠᎴ ᎠᏉᎳ ᎭᏟᏂᎬᏁᎸᎭ ᎩᏍᏕᎸᏗᏱ ᎠᎾᎢᏒᎢ, ᎾᏍᎩ ᎪᎱᏍᏗ ᏄᏂᏂᎬᏎᎲᎾ ᎢᏳᎵᏍᏙᏗᏱ.
૧૩ઝેનાસ શાસ્ત્રીને તથા આપોલસને એવી વ્યવસ્થા કરીને મોકલજે કે રસ્તામાં તેમને કશી તંગી પડે નહિ.
14 ᎠᎴ ᎾᏍᏉ ᏗᎦᏤᎵᎦ ᏩᎾᏕᎶᏆ ᏂᎪᎯᎸ ᎣᏍᏛ ᏧᏂᎸᏫᏍᏓᏁᏗᏱ ᎾᏍᎩ ᎤᏚᎸᏗ ᏂᎦᎵᏍᏗᏍᎬ ᎪᎱᏍᏗ ᎬᏔᏂᏓᏍᏗ, ᎾᏍᎩ ᎠᏂᏁᏉᏍᎩ ᎢᏳᎾᎵᏍᏙᏗᏱ.
૧૪વળી આપણા લોકો જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ભલું કામ કરવા શીખે, કે જેથી તેઓ નિરુપયોગી થાય નહિ.
15 ᏂᎦᏛ ᎠᏂ ᏃᎦᏛᏅᎢ ᏫᎨᏣᏲᎵᎦ. ᏕᎯᏲᎵᎸᎭ ᎾᏍᎩ Ꮎ ᎨᎩᎨᏳᎯ ᎪᎯᏳᏗ ᎨᏒ ᏅᏗᎦᎵᏍᏙᏗᏍᎬᎢ. ᎬᏩᎦᏘᏯ ᎤᏓᏙᎵᏍᏗ ᎨᏒ ᎢᏤᎳᏗᏙᎮᏍᏗ ᏂᏥᎥᎢ. ᎡᎺᏅ.
૧૫મારી સાથેના સઘળાં તને સલામ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ કરે છે તેમને સલામ કહેજે. તમ સર્વ પર કૃપા હો.

< ᏉᎳ ᏓᏓᏏ ᎤᏬᏪᎳᏁᎸᎯ 3 >