< ՅԱՅՏՆՈՒԹԻՒՆ ՅՈՎՀԱՆՆՈՒ 5 >

1 Գահին վրայ բազմողին աջ ձեռքին մէջ տեսայ գիրք մը՝ գրուած ներսէն ու դուրսէն, եւ կնքուած եօթը կնիքով:
રાજ્યાસન પર જે બિરાજેલા હતા તેમના જમણાં હાથમાં મેં એક ઓળિયું જોયું, તેની અંદરની તથા બહારની બન્ને બાજુએ લખેલું હતું, તથા સાત મુદ્રાથી તે મહોરબંધ કરેલું હતું.
2 Տեսայ նաեւ հզօր հրեշտակ մը, որ բարձրաձայն կը յայտարարէր. «Ո՞վ արժանի է բանալու այդ գիրքը եւ քակելու ատոր կնիքները»:
તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે, ‘આ ઓળિયું ખોલવાને અને તેનું મહોર તોડવાને કોણ યોગ્ય છે?’”
3 Բայց ո՛չ մէկը, ո՛չ երկինքի մէջ, ո՛չ երկրի վրայ, ո՛չ ալ երկրի ներքեւ՝ կարող էր բանալ այդ գիրքը, ո՛չ ալ նայիլ անոր:
પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો.
4 Ես ալ սաստիկ կու լայի՝ քանի որ ո՛չ մէկը արժանի գտնուեցաւ բանալու այդ գիրքը, ո՛չ ալ նայելու անոր:
ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહિ.
5 Իսկ երէցներէն մէկը ըսաւ ինծի. «Մի՛ լար. ահա՛ Յուդայի տոհմէն եղող Առիւծը, Դաւիթի Արմատը, յաղթեց՝ որպէսզի բանայ այդ գիրքը եւ քակէ ատոր եօթը կնիքները:
ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.
6 Ու տեսայ թէ գահին եւ չորս էակներուն մէջտեղ, ու երէցներուն մէջտեղ, կայնած էր Գառնուկ մը՝ որպէս թէ մորթուած. ան ունէր եօթը եղջիւր ու եօթը աչք, որոնք Աստուծոյ եօթը Հոգիներն են՝ ղրկուած ամբողջ երկիրը:
રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.
7 Ան եկաւ եւ առաւ գիրքը գահին վրայ բազմողին աջ ձեռքէն:
તેમણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણાં હાથમાંથી તે ઓળિયું લીધું.
8 Երբ առաւ գիրքը, չորս էակներն ու քսանչորս երէցները ինկան Գառնուկին առջեւ եւ երկրպագեցին. անոնցմէ իւրաքանչիւրը ունէր քնար մը, ու ոսկիէ սկաւառակ մը՝ խունկերով լեցուն, որ սուրբերուն աղօթքներն են:
જયારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે ચારેય પ્રાણી તથા ચોવીસ વડીલોએ હલવાન આગળ દંડવત પ્રણામ કર્યું; અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલાં સુવર્ણ પાત્ર હતાં, જે સંતોની પ્રાર્થનાઓ છે.
9 Անոնք կ՚երգէին նոր երգ մը՝ ըսելով. «Դուն արժանի ես առնելու այդ գիրքը եւ քակելու ատոր կնիքները. որովհետեւ մորթուեցար, ու քու արիւնովդ գնեցիր մեզ Աստուծոյ համար՝ ամէն տոհմէ, լեզուէ, ժողովուրդէ եւ ազգէ,
તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું મહોર તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે.
10 թագաւորներ ու քահանաներ ըրիր մեզ մեր Աստուծոյն, եւ երկրի վրայ պիտի թագաւորենք»:
૧૦તમે તેઓને અમારા ઈશ્વરને સારુ રાજ્ય તથા યાજકો બનાવ્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.
11 Տեսայ, ու լսեցի ձայնը շատ հրեշտակներու՝ որոնք գահին, էակներուն եւ երէցներուն շուրջն էին. անոնց թիւը բիւրերով բիւր ու հազարներով հազար էր:
૧૧મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી.
12 Անոնք բարձրաձայն կ՚ըսէին. «Այդ մորթուած Գառնուկը արժանի է ընդունելու զօրութիւն, հարստութիւն, իմաստութիւն, ոյժ, պատիւ, փառք եւ օրհնաբանութիւն»:
૧૨તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.’”
13 Ու լսեցի բոլոր արարածները՝ երկինքի մէջ, երկրի վրայ, երկրի ներքեւ եւ ծովու մէջ եղող, ու ամէն ինչ որ անոնց մէջ կայ, որոնք կ՚ըսէին. «Գահին վրայ բազմողին եւ Գառնուկին՝ օրհնաբանութի՜ւն, պատի՜ւ, փա՜ռք ու զօրութի՜ւն դարէ դար՝՝»: (aiōn g165)
૧૩વળી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. (aiōn g165)
14 Եւ չորս էակները կ՚ըսէին. «Ամէն»: Ու երէցները ինկան եւ երկրպագեցին:
૧૪ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન! પછી વડીલોએ દંડવત પ્રણામ કરીને તેમની આરાધના કરી.

< ՅԱՅՏՆՈՒԹԻՒՆ ՅՈՎՀԱՆՆՈՒ 5 >