< ՅԱԿՈԲՈՒ 2 >

1 Եղբայրնե՛րս, առանց աչառութեան թող ըլլայ մեր Տէրոջ՝ Յիսուս Քրիստոսի՝ փառքի Տէրոջ հաւատքը:
મારા ભાઈઓ, તમે પક્ષપાત વિના આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો.
2 Արդարեւ եթէ ձեր ժողովարանին մէջ մտնէ մարդ մը՝ ոսկիէ մատանիով ու փայլուն տարազով, եւ մտնէ նաեւ աղքատ մը՝ աղտոտ տարազով,
કેમ કે જેની આંગળીએ સોનાની વીંટી હોય તથા જેનાં અંગ પર સુંદર કિંમતી વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો ગંદા વસ્ત્ર પહેરેલો એક ગરીબ માણસ પણ આવે;
3 ու նայիք անոր՝ որ փայլուն տարազ կը կրէ, եւ ըսէք. «Հո՛ս նստէ՝ պատիւով», իսկ աղքատին ըսէք. «Հո՛ն ոտքի կայնէ, կամ հո՛ս նստէ՝ պատուանդանիս քով»,
ત્યારે તમે સુંદર કિંમતી વસ્ત્ર ધારણ કરેલા માણસને માન આપીને કહો છો, ‘તમે અહીં ઉત્તમ સ્થાને બેસો,’ પણ પેલા ગરીબને કહો છો, ‘તું ત્યાં ઊભો રહે,’ અથવા ‘અહીં મારા પગનાં આસન પાસે બેસ;’
4 միթէ ձեր մէջ խտրութիւն դրած չէ՞ք ըլլար, ու չար մտածումներու դատաւոր եղած:
તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતયુક્ત વિચારો સાથે આચરણ કરતા નથી?
5 Լսեցէ՛ք, սիրելի՛ եղբայրներս. միթէ Աստուած չընտրե՞ց այս աշխարհի աղքատները՝ որոնք հարուստ են հաւատքով, ու ժառանգորդ արքայութեան՝ որ խոստացաւ զինք սիրողներուն:
મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો; વિશ્વાસમાં ધનવાન થવા સારુ તથા ઈશ્વરે પોતાના લોકો પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું આશાવચન આપ્યું છે તેનું વતન પામવા સારુ, ઈશ્વરે આ માનવજગતના ગરીબોને પસંદ નથી કર્યા?
6 Բայց դուք անպատուեցիք աղքատները: Հարուստները չե՞ն՝ որ կը հարստահարեն ձեզ ու դատարանները կը քաշեն:
પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી?
7 Անոնք չե՞ն որ կը հայհոյեն այն բարի անունը՝ որով կոչուած էք:
જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી?
8 Ուրեմն՝ եթէ դուք կը գործադրէք արքայական Օրէնքը՝ Գիրքին ըսածին համաձայն. «Սիրէ՛ ընկերդ քու անձիդ՝՝ պէս», լա՛ւ կ՚ընէք:
તોપણ શાસ્ત્રવચન પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, ‘તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ,’ તે નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો;
9 Բայց եթէ աչառութիւն կ՚ընէք՝ մե՛ղք կը գործէք, եւ կը կշտամբուիք Օրէնքէն՝ օրինազանցներու պէս.
પણ જો તમે ભેદભાવ રાખો છો, તો પાપ કરો છો, નિયમશાસ્ત્રનો ભંગ કરનારા તરીકે નિયમશાસ્ત્રથી અપરાધી ઠરો છે.
10 քանի որ ո՛վ որ պահէ ամբողջ Օրէնքը սակայն սայթաքի մէ՛կ բանի մէջ, պարտապան կ՚ըլլայ բոլորին:
૧૦કેમ કે જે કોઈ પૂરેપૂરું નિયમશાસ્ત્ર પાળશે અને ફક્ત એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી ઠરે છે.
11 Արդարեւ ա՛ն որ ըսաւ. «Շնութիւն մի՛ ըներ», ըսաւ նաեւ. «Մի՛ սպաններ»: Ուստի եթէ շնութիւն չընես բայց սպաննես, օրինազանց կ՚ըլլաս:
૧૧કેમ કે જેમણે કહ્યું, ‘તું વ્યભિચાર ન કર, ‘તેમણે જ કહ્યું કે, ‘તું હત્યા ન કર;’ માટે જો તું વ્યભિચાર ન કરે, પણ જો તું હત્યા કરે છે, તો તું નિયમશાસ્ત્રનો ભંગ કરનારો થયો છે.
12 Ա՛յնպէս խօսեցէք եւ ա՛յնպէս գործեցէք՝ որպէս թէ պիտի դատուիք ազատութեան Օրէնքով:
૧૨સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો.
13 Որովհետեւ դատաստանը անողորմ պիտի ըլլայ անոր՝ որ չէ ողորմած. սակայն ողորմութիւնը կը պարծենայ դատաստանին դիմաց:
૧૩કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.
14 Ի՞նչ օգուտ ունի, եղբայրնե՛րս, եթէ մէկը ըսէ թէ հաւատք ունի սակայն գործեր չունենայ. միթէ հաւատքը կրնա՞յ փրկել զինք:
૧૪મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, ‘મને વિશ્વાસ છે,’ પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે?
15 Եթէ եղբայր մը կամ քոյր մը մերկ ըլլայ եւ օրուան կերակուրին կարօտ,
૧૫જો કોઈ ભાઈ અથવા બહેન નિર્વસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય,
16 ու ձեզմէ մէկը ըսէ անոնց. «Գացէ՛ք խաղաղութեամբ, տաքցէ՛ք եւ կշտացէ՛ք», բայց մարմինին հարկաւոր բաները չտայ անոնց, ի՞նչ օգուտ ունի:
૧૬અને તમારામાંનો કોઈ તેઓને કહે કે ‘શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;’ તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો શો લાભ થાય?
17 Ա՛յդպէս ալ հաւատքը՝ եթէ գործեր չունենայ իրեն հետ՝ մեռած է ինքնիր մէջ:
૧૭તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.
18 Նոյնիսկ մէկը կրնայ ըսել. «Դուն հաւա՛տք ունիս, ես ալ գործե՛ր ունիմ. ցո՛յց տուր ինծի քու հաւատքդ՝ առանց գործերու, իսկ ես ցոյց պիտի տամ քեզի իմ հաւատքս՝ գործերո՛վս”:
૧૮હા, કોઈ કહેશે, ‘તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ.’
19 Դուն կը հաւատաս թէ Աստուած մէկ է. լա՛ւ կ՚ընես: Դեւե՛րն ալ կը հաւատան ու կը սարսռան:
૧૯તું વિશ્વાસ કરે છે કે, ઈશ્વર એક છે; તો તું સારું કરે છે; દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે.
20 Բայց կ՚ուզե՞ս գիտնալ, ո՛վ սնոտի մարդ, թէ հաւատքը մեռած է առանց գործերու:
૨૦પણ ઓ નિર્બુદ્ધ માણસ, કાર્યો વગર વિશ્વાસ નિર્જીવ છે, તે જાણવાની તું ઇચ્છા રાખે છે?
21 Աբրահամ՝ մեր հայրը՝ գործերով չարդարացա՞ւ, երբ իր որդին՝ Իսահակը մատուցանեց զոհասեղանին վրայ:
૨૧આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઇસહાકનું અર્પણ કર્યું; તેમ કરીને કૃત્યોથી તેને ન્યાયી ઠરાવવાંમાં આવ્યો નહિ?
22 Կը տեսնե՞ս թէ հաւատքը գործակից եղաւ անոր գործերուն, ու գործերո՛վ հաւատքը կատարեալ եղաւ,
૨૨તું જુએ છે કે તેના કૃત્યો સાથે વિશ્વાસ હતો અને કૃત્યોથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો;
23 եւ իրագործուեցաւ Գիրքին խօսքը՝ որ կ՚ըսէ. «Աբրահամ հաւատաց Աստուծոյ, ու ատիկա արդարութիւն սեպուեցաւ անոր, եւ ինք Աստուծոյ բարեկամ կոչուեցաւ»:
૨૩એટલે આ શાસ્ત્રવચન સત્ય ઠર્યું કે જેમાં કહેલું છે, ‘ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે તેને માટે ન્યાયીપણા અર્થે ગણવામાં આવ્યો; અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.’
24 Կը նկատէ՞ք թէ մարդ կ՚արդարանայ գործերո՛վ, ու ո՛չ թէ՝ միայն հաւատքով:
૨૪તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહિ, પણ કૃત્યોથી મનુષ્યને ન્યાયી ઠરાવવાંમાં આવે છે.
25 Նմանապէս Ռախաբ պոռնիկն ալ չարդարացա՞ւ գործերով, երբ ընդունեց պատգամաւորները եւ ուրիշ ճամբայով ուղարկեց զանոնք:
૨૫તે જ પ્રમાણે જયારે રાહાબ ગણિકાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કૃત્યોથી ન્યાયી ઠરાવવાંમાં આવી નહિ?
26 Արդարեւ ինչպէս մարմինը մեռած է առանց հոգիի, այդպէս ալ հաւատքը մեռած է առանց գործերու:
૨૬કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કાર્યો વગર નિર્જીવ છે.

< ՅԱԿՈԲՈՒ 2 >