< ԵԲՐԱՅԵՑԻՍ 3 >

1 Ուստի, սո՛ւրբ եղբայրներ, երկնային կոչումին բաժնեկիցնե՛ր, ուշադի՛ր եղէք մեր դաւանութեան Առաքեալին ու Քահանայապետին՝ Քրիստոս Յիսուսի,
એ માટે, ઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર પવિત્ર ભાઈઓ, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર તમે લક્ષ રાખો.
2 որ հաւատարիմ էր զինք նշանակողին, ինչպէս Մովսէս ալ՝ անոր ամբողջ տան մէջ:
જેમ મૂસા પણ પોતાના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ તેઓ પોતાના નીમનાર ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ હતા.
3 Որովհետեւ ինք արժանացաւ Մովսէսէն ա՛յնքան աւելի փառքի, որքան աւելի պատիւ կ՚ունենայ տուն կառուցանողը՝ քան տունը:
કેમ કે જે પ્રમાણે ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન મળે છે, તે પ્રમાણે મૂસા કરતાં વિશેષ માનયોગ્ય ઈસુને ગણવામાં આવ્યા છે.
4 Քանի որ ամէն տուն ունի կառուցանող մը. բայց ա՛ն որ կառուցանեց բոլոր բաները՝ Աստուա՛ծ է:
કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે.
5 Արդարեւ Մովսէս անոր ամբողջ տան մէջ հաւատարիմ էր իբր ծառայ՝ ըսուելիքներուն վկայ ըլլալու համար.
મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની ખાતરી આપવા માટે, સેવકની પેઠે ઈશ્વરના ઘરમાં વિશ્વાસુ હતા.
6 բայց Քրիստոս՝ իբր որդի կը տիրէ իր իսկ տան վրայ: Մե՛նք ենք անոր տունը, եթէ գէթ մինչեւ վախճանը ամուր բռնենք համարձակութիւնը եւ յոյսին պարծանքը:
પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશામાં ગૌરવ રાખીને દૃઢ રહીએ તો આપણે તેમનું ઘર છીએ.
7 Ուստի, ինչպէս Սուրբ Հոգին կ՚ըսէ. «Այսօր, եթէ պիտի լսէք անոր ձայնը,
એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો,
8 մի՛ խստացնէք ձեր սիրտերը՝ ինչպէս դառնութեան ատեն, փորձութեան օրը՝ անապատին մէջ,
તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.
9 ուր ձեր հայրերը փորձեցին ու քննեցին զիս, թէպէտ քառասուն տարի տեսան իմ գործերս:
ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી; અને ચાળીસ વરસ સુધી મારાં કામો નિહાળ્યાં.
10 Ուստի զզուեցայ այդ սերունդէն եւ ըսի. “Անոնք միշտ մոլորած են իրենց սիրտով, ու չգիտցան իմ ճամբաներս”:
૧૦એ માટે તે પેઢી પર હું નારાજ થયો અને મેં કહ્યું કે, “તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને ખોટા માર્ગે જાય છે અને તેઓએ મારા માર્ગ જાણ્યાં નહિ.
11 Հետեւաբար երդում ըրի իմ բարկութեանս մէջ. “Անոնք պիտի չմտնեն իմ հանգստավայրս”»:
૧૧માટે મેં મારા ક્રોધાવેશમાં પ્રણ લીધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”
12 Զգուշացէ՛ք, եղբայրնե՛ր, որպէսզի ձեզմէ ո՛չ մէկուն ներսը անհաւատութեան չար սիրտ մը ըլլայ՝ հեռանալով ապրող Աստուծմէն:
૧૨હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ, જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય.
13 Հապա ամէն օր յորդորեցէ՛ք զիրար, քանի «այսօր» կ՚ըսուի, որպէսզի ձեզմէ ո՛չ մէկը խստանայ մեղքին խաբէութեամբ:
૧૩પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો; કે પાપના કપટથી તમારામાંના કોઈનું હૃદય કઠણ થાય નહિ.
14 Արդարեւ մենք բաժնեկից եղած ենք Քրիստոսի, եթէ գէթ մինչեւ վախճանը հաստատ բռնենք մեր սկիզբի վստահութիւնը,
૧૪કેમ કે જો આપણે પ્રારંભનો આપણો વિશ્વાસ અંત સુધી ટકાવી રાખીએ, તો આપણે ખ્રિસ્તનાં ભાગીદાર થયા છીએ.
15 մինչ կ՚ըսուի. «Այսօր, եթէ պիտի լսէք անոր ձայնը, մի՛ խստացնէք ձեր սիրտերը՝ ինչպէս դառնութեան ատեն»:
૧૫કેમ કે એમ કહ્યું છે કે, ‘આજ જો તમે તેમની વાણી સાંભળો; તો જેમ ક્રોધકાળે તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.
16 Քանի որ ոմանք՝ լսելէ ետք՝ դառնացուցին. սակայն ոչ՝՝ բոլորը՝ որ Եգիպտոսէն ելած էին Մովսէսի միջոցով:
૧૬કેમ કે તે વાણી સાંભળ્યાં છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું મૂસાની આગેવાનીમાં મિસરમાંથી જેઓ બહાર નીકળ્યા તે બધાએ નહિ?
17 Իսկ որոնցմէ՞ զզուեցաւ քառասուն տարի. մեղանչողներէն չէ՞ր, որոնց դիակները ինկան անապատին մէջ:
૧૭વળી ચાળીસ વરસ સુધી તે કોનાં પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યું, જેઓનાં મૃતદેહ અરણ્યમાં પડ્યા રહ્યાં?
18 Եւ որո՞նց երդում ըրաւ՝ թէ պիտի չմտնեն իր հանգստավայրը, եթէ ոչ՝ անհնազանդներուն:
૧૮જેઓએ વિશ્વાસ કર્યો નહિ તેઓ વગર કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ?’
19 Ու կը տեսնենք թէ չկրցան մտնել՝ իրենց անհաւատութեան պատճառով:
૧૯આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને કારણે તેઓ પ્રવેશ પામી શક્યા નહીં.

< ԵԲՐԱՅԵՑԻՍ 3 >