< ԳՈՐԾՔ ԱՌԱՔԵԼՈՑ 20 >

1 Աղմուկին դադրելէն ետք՝ Պօղոս իրեն կանչեց աշակերտները, ու բարեւելով զանոնք՝ մեկնեցաւ որ Մակեդոնիա երթայ:
હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારુ નીકળ્યો.
2 Այդ վայրերը շրջելէ եւ շատ խօսքերով զանոնք յորդորելէ ետք՝ Յունաստան գնաց,
તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો ઉપદેશ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.
3 ու երեք ամիս հոն կեցաւ: Երբ պիտի նաւարկէր դէպի Սուրիա՝ Հրեաները դաւադրեցին իրեն դէմ. ուստի որոշեց վերադառնալ՝ Մակեդոնիայէն անցնելով:
તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.
4 Բերիացի (Պիռոսի որդին) Սոպատրոս՝ մինչեւ Ասիա իրեն հետ գնաց, նաեւ Թեսաղոնիկեցիներէն՝ Արիստարքոս ու Սեկունդոս, Գայիոս Դերբացին, Տիմոթէոս, իսկ Ասիայէն՝ Տիւքիկոս եւ Տրոփիմոս:
પૂર્હસનો (દીકરો) બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા.
5 Ասոնք նախապէս գացին ու Տրովադայի մէջ սպասեցին մեզի:
તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા.
6 Մենք ալ՝ Բաղարջակերքի օրերէն ետք՝ Փիլիպպէէն նաւարկեցինք, հինգ օրուան մէջ հասանք Տրովադա՝ անոնց քով, ու հոն կեցանք եօթը օր:
બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.
7 Մէկշաբթի օրը, երբ հաւաքուած էինք՝՝ հաց կտրելու, Պօղոս կը քարոզէր անոնց, որովհետեւ հետեւեալ օրը պիտի մեկնէր. ու խօսքը երկարեց մինչեւ կէս գիշեր:
અઠવાડિયાને પહેલે દિવસે અમે પ્રભુ ભોજન માટે એકઠા થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે અહીંથી જવાનો હોવાથી, (શિષ્યોને) ઉપદેશ આપ્યો, મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો.
8 Շատ լապտերներ կային այն վերնատունը՝ ուր մենք հաւաքուած էինք:
જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા (પ્રકાશતા) હતા.
9 Երիտասարդ մը՝ Եւտիքոս անունով, որ պատուհանին մէջ նստած էր, մտաւ խորունկ քունի մէջ: Երբ Պօղոս երկարեց քարոզը, ան՝ տարուած քունէն՝ ինկաւ երրորդ յարկէն վար, ու մեռած վերցուցին զայն:
બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે (યુતુખસ) ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો.
10 Պօղոս վար իջաւ, ինկաւ անոր վրայ, գրկեց զայն եւ ըսաւ. «Մի՛ վրդովիք, որովհետեւ անոր հոգին իր մէջն է»:
૧૦ત્યારે પાઉલે નીચે ઊતરીને તેને બાથમાં લઈને કહ્યું કે, ‘ગભરાઓ નહિ, કેમ કે તે જીવતો છે.’”
11 Ուստի՝ երբ վեր ելաւ՝ կտրեց հացը, ճաշակեց, ու երկար խօսեցաւ՝ մինչեւ առտու. յետոյ մեկնեցաւ:
૧૧અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો.
12 Իսկ այդ պատանին ողջ բերին, եւ չափազանց մխիթարուեցան:
૧૨તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, તેથી ઘણો આનંદ પામ્યા.
13 Իսկ մենք՝ նախապէս նաւ մտնելով՝ մեկնեցանք դէպի Ասոս, ուրկէ պիտի առնէինք Պօղոսը, որովհետեւ ա՛յդպէս պատուիրած էր. քանի որ ինք պիտի երթար ցամաքով:
૧૩પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો, કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ વ્યવસ્થા કરી હતી.
14 Երբ Ասոսի մէջ միացաւ մեզի, առինք զինք եւ գացինք Միտիլինէ:
૧૪આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા.
15 Անկէ ալ նաւարկելով՝ հետեւեալ օրը հասանք Քիոսի դիմաց. միւս օրը հասանք Սամոս, ու գիշերը մնալով Տրոգիլիոն՝ յաջորդ օրը գացինք Միլետոս:
૧૫ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, (ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી) અમે મિલેતસમાં આવ્યા.
16 Արդարեւ Պօղոս որոշած էր նաւարկել Եփեսոսի քովէն, որովհետեւ չէր ուզեր ժամանակ անցընել Ասիայի մէջ, քանի որ կ՚աճապարէր Երուսաղէմ ըլլալ Պենտեկոստէի օրը՝ եթէ կարելի ըլլար իրեն:
૧૬કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય.
17 Ուստի Միլետոսէն մարդ ղրկեց Եփեսոս, ու կանչեց եկեղեցիին երէցները:
૧૭પછી તેણે મિલેતસથી એફેસસમાં (સંદેશો) મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.
18 Երբ եկան իր քով, ըսաւ անոնց. «Դուք գիտէ՛ք թէ ի՛նչպէս վարուեցայ ձեզի հետ ամբողջ ժամանակը, առաջին օրէն ի վեր երբ Ասիա եկայ,
૧૮તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું.
19 ծառայելով Տէրոջ լման խոնարհութեամբ, եւ շատ արցունքով ու փորձութիւններով՝ որոնք պատահեցան ինծի Հրեաներուն դաւադրութիւններով.
૧૯મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી.
20 ի՛նչպէս չընկրկեցայ օգտակար բաներէն որեւէ մէկը հաղորդելէ եւ սորվեցնելէ ձեզի՝ հրապարակաւ ու տուներու մէջ,
૨૦જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો;
21 վկայելով թէ՛ Հրեաներուն եւ թէ Յոյներուն՝ դէպի Աստուած ապաշխարութեան ու մեր Տէրոջ՝ Յիսուս Քրիստոսի հանդէպ հաւատքին մասին:
૨૧ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી.
22 Եւ հիմա ահա՛ կ՚երթամ Երուսաղէմ՝ հոգիով կապուած, ու չեմ գիտեր թէ հոն ի՛նչ պիտի պատահի ինծի.
૨૨હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી;
23 սակայն Սուրբ Հոգին կը վկայէ ամէն քաղաքի մէջ, եւ կ՚ըսէ թէ կապեր ու տառապանքներ կը սպասեն ինծի:
૨૩માત્ર એટલું જ હું (જાણું છું) કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે.
24 Բայց ես ո՛չ մէկ բան կը հաշուեմ, ո՛չ ալ ինծի համար պատուական կը նկատեմ՝՝ իմ անձս, որպէսզի ուրախութեամբ աւարտեմ ընթացքս, նաեւ այն սպասարկութիւնը որ ստացայ Տէր Յիսուսէն՝ վկայ ըլլալու Աստուծոյ շնորհքի աւետարանին:
૨૪પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું.
25 Ու հիմա ահա՛ ես գիտեմ թէ դուք բոլորդ՝ որոնց մէջ շրջեցայ Աստուծոյ թագաւորութիւնը քարոզելով, ա՛լ իմ երեսս պիտի չտեսնէք:
૨૫હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ (માંનો કોઈ પણ) મારું મુખ ફરી જોશે નહિ.
26 Ուստի այսօր կը վկայեմ ձեզի թէ ես անպարտ եմ բոլորին արիւնէն.
૨૬તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.
27 որովհետեւ չընկրկեցայ Աստուծոյ ամբողջ ծրագիրը հաղորդելէ ձեզի:
૨૭કેમ કે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાંને મેં ઢીલ કરી નથી.
28 Ուրեմն ուշադի՛ր եղէք դուք ձեզի եւ ամբողջ հօտին, որուն վրայ Սուրբ Հոգին տեսուչ դրաւ ձեզ՝ հովուելու Աստուծոյ եկեղեցին, որ ստացաւ իր արիւնով:
૨૮તમે પોતા સંબંધી તથા જે ટોળાં ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો.
29 Քանի որ գիտեմ թէ իմ մեկնումէս ետք՝ ձեր մէջ պիտի մտնեն յափշտակող գայլեր, որոնք պիտի չխնայեն հօտին:
૨૯હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે;
30 Ու ձեզմէ ալ պիտի ելլեն այնպիսի՛ մարդիկ, որոնք պիտի խօսին խոտոր բաներ՝ քաշելու համար աշակերտները իրենց ետեւէն:
૩૦તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે.
31 Ուստի արթո՛ւն կեցէք, եւ յիշեցէ՛ք թէ երեք տարի, գիշեր ու ցերեկ, չդադրեցայ ձեզմէ իւրաքանչիւրը արցունքով խրատելէ:
૩૧માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી.
32 Եւ հիմա, եղբայրնե՛ր, կը յանձնեմ ձեզ Աստուծոյ ու անոր շնորհքի խօսքին, որ կարող է շինել եւ ձեզի ժառանգութիւն տալ՝ բոլոր սրբացածներուն հետ:
૩૨હવે હું તમને ઈશ્વરને તથા ઈશ્વરની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે, તેને સોંપું છું.
33 Ո՛չ մէկուն արծաթին, կամ ոսկիին, կամ պատմուճանին ցանկացի:
૩૩મેં કોઈના રૂપાનો સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી.
34 Դուք ձեզմէ գիտէք թէ այս ձեռքե՛րս հոգացին իմ ու ինծի հետ եղողներուն կարիքները:
૩૪તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે.
35 Ամէն բան ցոյց տուի ձեզի, թէ ա՛յսպէս պէտք է աշխատիլ եւ օգնել տկարներուն, ու յիշել Տէր Յիսուսի խօսքը՝ որ ի՛նք ըսաւ. “Աւելի՛ երանելի է տա՛լը՝ քան ստանալը”»:
૩૫મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”
36 Երբ այսպէս խօսեցաւ, ծնրադրեց եւ բոլորին հետ աղօթեց:
૩૬એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી.
37 Բոլորն ալ շատ լացին, ու Պօղոսի վիզին վրայ իյնալով՝ համբուրեցին զայն:
૩૭તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું.
38 Կը մորմոքէին մա՛նաւանդ այն խօսքին համար, որ ըսաւ թէ ա՛լ պիտի չտեսնէին իր երեսը: Եւ ուղեկցեցան անոր մինչեւ նաւը:
૩૮તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.

< ԳՈՐԾՔ ԱՌԱՔԵԼՈՑ 20 >